ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરતાં એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ તોડવાની શક્તિ એની પાસે નથી.’ ‘કેવી તો નાખી દેવા જેવી વાત છે !’ મેં (શ્રીરામકૃષ્ણદેવે) આશ્ચર્યચક્તિ થઈ કહ્યું, ‘જે નિયમ બનાવે તે પોતાની ઇચ્છાનુસાર તે રદ કરી નવો નિયમ ઘડે.’ ‘એ શી રીતે બને ?’ મથુરે કહ્યું. ‘લાલ ફૂલ પેદા કરતો છોડ ધોળા કે એવા બીજા રંગનાં ફૂલ પેદા જ ન કરી શકે – કારણ, એ નિયમ છે. સફેદ ફૂલ પેદા જ ન કરી શકે – કારણ, એ નિયમ છે, લાલ ફૂલ ઉગાડતા છોડ પર ઈશ્વરને સફેદ ફૂલ ઉગાડતા જોવું મને ગમશે.’ ‘ઈશ્વર એ પણ કરી શકે.’ હું બોલ્યો, ‘કારણ એ બધું એની ઇચ્છા પર અવલંબે છે.’

મથુરને ખાતરી થઈ નહીં. બીજે દિવસે મંદિરના બાગમાં આંટા મારતાં મેં જોયું કે જાસુદના છોડની એક ડાળ પર બે ફૂલ હતાં, એક લાલ અને બીજું હિમધવલ. મેં એ તોડી લીધું અને માથુરને બતાવ્યું. તે જોઈને એ કહેઃ ‘બાબા, આપની સાથે હું હવેથી કદીય દલીલ નહીં કરું.’

Total Views: 670

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.