(જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ.)

જૂન, ૨૦૦૩માં અમેરિકાની પેટર્ન કચેરીએ ‘ગૌમૂત્ર’ને પેટન્ટ આપ્યો છે. આ ગૌમૂત્ર ક્ષય અને કેન્સર જેવા રોગોને મટાડે છે. ગૌમૂત્રનો આ પેટન્ટ નાગપુરની બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થા ‘ગો વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર’ દ્વારા મેળવાયો છે.

આ સમાચારે મેડિકલ જગતમાં એક જિજ્ઞાસાનું વાતાવરણ ઊભું કર્યું છે અને એના વિશે સમગ્ર વિશ્વમાં ઘણાં દાક્તરીય અનુસંધાન વિશ્વવિદ્યાલયોમાં એના વિશે ચર્ચા, પરિચર્ચા અને સંશોધનો હાથ ધરાયા છે. આજે એક નવું વિજ્ઞાન “Cow pathy’ ઊભરી રહ્યું છે.

પ્રાચીન ભારતવાસીઓને ‘પંચગવ્ય ચિકિત્સા’નું ઘણું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હતું. જેમાં ગૌમૂત્રના વિવિધ ઉપયોગની વાત પણ આવે છે. પરંતુ સદીઓથી ચાલતા આવતા આધુનિક દવાશાસ્ત્રે ગૌમૂત્રની વાત એક જંગલી પ્રયોગ તેમજ અંધશ્રદ્ધા છે એમ માની લીધું હતું. આરોગ્ય અને દવાશાસ્ત્રના વિજ્ઞાને વાસ્તવિકતાની કેટલીક ક્ષિતિજો ખોલી છે અને તેઓ ગાય દ્વારા મળતા વિવિધ પદાર્થાેની એક ઔષધ તરીકેની ક્ષમતાને ઓળખી લીધી છે.

ભારતીય લોકો ગાયને માતા તરીકે પૂજે છે. ભારતમાં ગાયને બધી દૈવી શક્તિઓ કે તત્ત્વોનું મૂર્તિમંતરૂપ ગણવામાં આવે છે. ગાયનું દાન બીજાં બધાં દાન કરતાં શ્રેષ્ઠ ગણાય છે. યજ્ઞયાગ વખતે ગાય અને ગાય દ્વારા મળતા વિવિધ પદાર્થાેને ઘણા મહત્ત્વના ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિએ ગાયને ‘કામધેનુ’જેવું અત્યંત મહત્ત્વનું અને પવિત્ર નામ આપ્યું છે. કામધેનુ એટલે આપણી બધી ઇચ્છાઓ પૂરી કરતી દિવ્ય ગાય. વેદો, પુરાણો અને ઈતિહાસમાં ગાયના વિવિધ ઉપયોગો અને એની પવિત્રતા વિશે ઘણું કહેવામાં આવ્યું છે. પવિત્ર ગાય અને ભારતીય જીવન એક પવિત્ર બંધનની જેમ જોડાયેલા છે. ઋગ્વેદ કહે છે કે ગાયને મારી નાખવી એ સૌથી મોટું પાપ કે મોટો અપરાધ છે.

મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ ગૌમાતી યજ્ઞની મહત્તા અને પવિત્ર ગાયના મહત્ત્વની વાત કહે છે. તે કહે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષયનું વાચન ગાયની પાસે બેસીને કરે તે જે તે વિષયનું મૂળભૂત તત્ત્વ થોડા સમયમાં જ ગ્રહણ કરી શકે. એનું કારણ એ છે કે ગાય હમેશાં ભાવતરંગો છોડતી રહે છે અને એને લીધે આપણું મન સ્થિર, સંયમમાં રહે છે.

૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાયના માંસની ચરબીની કથા આવે છે. ભારતમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધા વિવિધ રીતે ગાયની પૂજા કરે છે અને એના લાભ પણ મેળવે છે. ગાય દૂધ આપે છે અને ખેતી માટે બળદ પણ આપે છે. યજ્ઞમાં ગાયના ઘણા પદાર્થાેનો ઉપયોગ થાય છે અને કેટલાય રોગોનું નિવારણ પણ કરે છે. ગાયના દૂધથી આપણને પોષક તત્ત્વો મળે છે અને આપણા આરોગ્યનું રક્ષણ થાય છે. ભગવાન કૃષ્ણને ગોપાલરૂપે કરોડો લોકો ભજે પૂજે છે.

પંચગવ્ય ચિકિત્સા

આયુર્વેદિક ઔષધો બનાવવા માટે પંચગવ્ય (ગાયના પાંચ ઉત્પાદનો)નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. આ પંચગવ્ય એટલે ગાયમાંથી મળતું ૧. દૂધ, ૨. દહીં, ૩. ઘી, ૪. ગૌમૂત્ર, ૫. છાણ.

ચરક, સુશ્રુત,ના આયુર્વેદના ગ્રંથોમાં તેમજ વાગ્ભટ્ટ સંહિતામાં પંચગવ્યનો ઉપયોગ ચામડીના રોગો, પેશાબની સમસ્યાઓ, ઘંૂટણ જેવા સાંધાઓનો દુખાવો અને આંતરડામાં ચાંદાને મટાડવામાં થાય છે.

ભારતમાં કૃષિક્ષેત્રમાં ગાયના પ્રદાનને ક્યારેય ઓછું આંકી ન શકાય. ગાયનું છાણ એ કુદરતી સેંદ્રિય ખાતર છે. આપણી ખેતીમાં પ્રાચીન કાળથી ગાયના છાણનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. ગૌમૂત્ર અને લીમડાનાં પાનને ભેળવીને તેનો ઉપયોગ જંતુનાશક દવા તરીકે થાય છે. આ જંતુનાશક દવા કોઈપણ જાતની આડઅસર વિનાની છે. અત્યારે વપરાતી જંતુનાશક દવાઓ ભયંકર આડઅસર વાળી છે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ ગૌમૂત્ર અને ગાયના છાણના વિવિધ અનુસંધાનનાં કાર્યો કરી રહી છે. ગૌમૂત્ર, છાણ, વૃક્ષનાં ખરી જતાં પાન અને એની સાથે થોડી માટી ભેળવીને ગામડામાં ઘણે સ્થળે છાણીયું ખાતર તૈયાર થાય છે. આ ખાતરનો સેંદ્રિય ખાતર તરીકે ઉપયોગ કરતા ખેડૂતોમાં જબરી માગ છે. કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં સેંદ્રિય ખાતરના ઉપયોગથી ઉપજતાં શાકભાજીની કિંમત માંેમાગી મળે છે. એનો સ્વાદ પણ જુદો જ હોય છે. કચ્છમાં થતી સેંદ્રિય ખાતરના ઉપયોગવાળી કેસર કેરી હવે સમગ્ર વિશ્વમાં જાણીતી બની ગઈ છે. આપણું સદ્ભાગ્ય એ છે કે ગુજરાત સરકારે ગૌ-સંવર્ધન વિભાગ સ્થાપ્યો છે અને ગીરની ઉત્તમ ઓલાદની ગાયોના પાલન પોષણ માટે કેટલીય સ્વૈચ્છિક સંસ્થાઓ સમગ્ર ગુજરાતમાં અને એમાંય વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં આ કાર્ય કરી રહી છે.

આરોગ્ય સુધારણા માટેના પંચગવ્યના ઉપયોગ અને તેની સારવારને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા આપ્યા પછી તેનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. અમેરિકા અને આફ્રિકામાં ભયંકર એઈડ્સ નામના રોગના નિવારણ માટે પંચગવ્યનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થયો છે અને એનાં પ્રોત્સાહક પરિણામો પણ જોવા મળ્યાં છે.

આધુનિક દવાશાસ્ત્ર ગાયના આ પદાર્થાેને એન્ટિબાયોટિક અને બાયો-એન્હાન્સર(જૈવવૃદ્ધિ) તરીકે સ્વીકારે છે.

સામાન્ય રીતે પર્યાવરણવિદો લાકડાને બાળવાના પ્રદૂષણની વાત કરે છે. રસપ્રદ વાત તો એ છે કે ગાયના છાણાને બાળવાથી પ્રદૂષણ ઊભંુ કરવાને બદલે તે વાતાવરણને શુદ્ધ કરે છે. આ અદ્‌ભુત શુદ્ધિકરણની વાતને લીધે સમગ્ર વિશ્વમાં અગ્નિહોત્રની પવિત્ર ક્રિયા લોકપ્રિય બની રહી છે. ભોપાલ ગેસ કરુણાંતિકા વખતે એક ગૃહસ્થે આ અગ્નિહોત્ર ચાલુ રાખ્યા અને એના પર કોઈ માઠી અસર થઈ ન હતી. બાકીના બીજા ઝેરી અસરનો ભોગ બન્યા હતા. અગ્નિહોત્રમાં ગાયના છાણાનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. આ અગ્નિ આજુબાજુના વાતાવરણને શુદ્ધ રાખે છે. ગાયનું રક્ષણ કરવું એ આપણી ફરજ બની જાય છે. ખરેખર ગાય આપણી માતા છે, કામધેનુ છે.

Total Views: 103
By Published On: September 1, 2012Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram