aસ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના ઉપક્રમે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમગ્ર ગુજરાતની પસંદ કરેલી શાળાઓના વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનમાં એક પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દિનચર્યા, સ્વચ્છતા અને સફાઈ, બીજાની સેવા માટે જીવવું, સુવિચારોનું મહત્ત્વ, પોતાના જન્મ દિવસની ઊજવણી, અક્ષરદાન, જ્ઞાનદાનનું મહત્ત્વ, વૃદ્ધાશ્રમની મુલાકાત, આગવી કલાનું સર્જન, મારું જીવન ધ્યેય, સ્વામી વિવેકાનંદના બે પ્રેરક પ્રસંગ જેવા વિષયો રાખ્યા હતા. આ પ્રકલ્પ લેખનમાં ૧૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓને સક્રિય રસ લઈને પોતાની પ્રતિભા પ્રમાણે સુંદર પ્રકલ્પ તૈયાર કર્યા હતા. ઘરડાઘરના ‘વડીલોની વ્હાલપ’ પ્રકલ્પમાં એક વિદ્યાર્થીએ ભગવાનની અને વિવેકાનંદની છબી સામે બેસીને આવી પ્રાર્થના કરી, ‘કોઈનાં માબાપે ઘર છોડવું ન પડે, કોઈ માબાપના દીકરા-વહુના વિચારમાં વિકૃતિ ન આવે. હવે પછી ઘરડાઘરમાં માવતરની ભરતી ન થાય.’

૧૫૦૦માંથી શ્રેષ્ઠ ૫૦ કૃતિ અલગ તારવી છે. એટલું કહી શકાય કે આજનાં બાળકોમાં પ્રતિભાની ખોટ નથી. એમની ભીતર રહેલી શક્તિને બહાર લાવવા કોઈકે પ્રેરક અને માર્ગદર્શક બનવું પડે.

એક વિદ્યાર્થીએ હાર ન માનવા વિશેની ગઝલ પંક્તિઓ ટાંકી છે:

હારસે કભી હારો નહીં, કલ જિત મિલેગી

મુશ્કિલોસેં ડરો નહીં, કલ જિત મિલેગી

ડરો નહીં, કુછ કરકે દિખાઓ, શાયદ

અગલે કદમ પર ઉમ્મીદ કી નઈ કિરન મિલેગી

 

ગામ શાળા સંખ્યા
ભાવનગર બી.એમ. કોમર્સ સ્કૂલ ૧૦૦
ભાવનગર શેઠ ટી.બી. ગર્લ્સ સ્કૂલ ૩૮
ભાવનગર નંદકુંવરબા ક્ષત્રિય કન્યાશાળા ૦૭
અમરેલી જે.બી.વિઠ્ઠલાણી ફોરવર્ડ ગ.સ્કૂલ ૦૨
સુરેન્દ્રનગર કે.કે.મંગલાયતન વિનયમંદિર ૦૩
સુરેન્દ્રનગર સી.પી. ઓઝા શારદામંદિર ૦૪
જોરાવરનગર શ્રી શારદા સ્કૂલ ૦૭
જોરાવરનગર પે સેન્ટર શાળા ૮ કન્યાશાળા ૦૨
જામનગર શ્રી મ્યુનિસિપલ હાઈસ્કુલ –
ડભોઉ શ્રી બી.બી. પટેલ હાઈસ્કૂલ ૪૮
મોરબી સરસ્વતી પ્રા. વિ. મંદિર ૩૬
મોરબી નિર્મલ વિદ્યાલય ૧૩૦
ગોવિન્દપુર એન.જે.એલ.એસ. હાઇસ્કૂલ ૨૩
ગોવિન્દપુર ગોવિન્દપુર પ્રા શાળા ૨૯
પીપલોદ શારદાયતન શાળા –
નીલપર વિનય મંદિર ઉ. બુ. વિદ્યાલય ૪૮
પુણા(સુરત) એલ.પી.ડી. પટેલ વિ. ૦૫
સુરત શારદાયતન હાઇસ્કૂલ ૧૫૨
પોરબંદર બાલુબા કન્યા વિદ્યાલય ૦૪
રાજકોટ સરસ્વતી પ્રા. વિદ્યામંદિર ૧૧
રાજકોટ બારદાનવાલા કન્યા વિદ્યાલય ૨૧૮
ધારી આર.બી.એમ હાઇસ્કૂલ ૦૬
ગોંડલ એમ.એલ તન્ના શૈ. સંકુલ ૫૦
મહેસાણા શ્રીમતી એસ.જી. કન્યાવિદ્યાલય ૨૧
આટકોટ માતુશ્રી એમ.પી.જે. કન્યાવિદ્યાલય ૦૨
ગીરગઢડા શ્રીસરસ્વતી વિદ્યાલય ઉ.મા.શાળા ૭૦
સનવાવ શ્રીસનવાવ પ્રા.શાળા-૨ ૪૭
માંગરોળ સાર્વજનિક વિદ્યાલય-
વલ્લભવિદ્યાનગર જી.જે. શારદામંદિર ૨૬
પુણા(સુરત) એલ.પી.ડી. પટેલ વિ. ૦૫
સુરત શારદાયતન હાઇસ્કૂલ ૧૫૨
પોરબંદર બાલુબા કન્યા વિદ્યાલય ૦૪
રાજકોટ સરસ્વતી પ્રા. વિદ્યામંદિર ૧૧
રાજકોટ બારદાનવાલા કન્યા વિદ્યાલય ૨૧૮
ધારી આર.બી.એમ હાઇસ્કૂલ ૦૬
ગોંડલ એમ.એલ તન્ના શૈ. સંકુલ ૫૦
મહેસાણા શ્રીમતી એસ.જી. કન્યાવિદ્યાલય ૨૧
આટકોટ માતુશ્રી એમ.પી.જે. કન્યાવિદ્યાલય ૦૨
ગીરગઢડા શ્રીસરસ્વતી વિદ્યાલય ઉ.મા.શાળા ૭૦
સનવાવ શ્રીસનવાવ પ્રા.શાળા-૨ ૪૭
Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.