રામકૃષ્ણમઠ, ચેન્નઇના પૂર્વાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદ મહારાજનો ‘વેદાંત કેસરી’(જાન્યુઆરી ૧૯૩૪) ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી હરેશ ધોળકિયાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

પ્રથમ સંન્યાસી અને પછી જ દેશભકત

આપણે આપણું ચિંતન આ મહાન સ્વામીના જીવન અને વ્યકિતત્વ પર કરીએ. ખાસ કરીને તેમના ચારિત્ર્યના એક ખાસ તત્ત્વ પર જેના પર વધારે પડતું ધ્યાન જવાથી તેના જીવનના અભ્યાસીઓનું ‘સંન્યાસી વિવેકાનંદ’ પર ધાર્યા કરતાં ઓછું ધ્યાન જાય છે. પણ જેઓ તેમનો ઊંડાણથી અભ્યાસ કરે છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે સ્વામીજીની વકતા, ઉપદેશક, દેશભકત, રાષ્ટ્ર-ઘડવૈયા અને માનવતાવાદી તરીકેની જે ઝળહળતી સિધ્ધિઓ છે, તેના પાયામાં તેમનું ‘સંન્યાસી’ હોવું છે. અરે ! તેમની દેશભકિત પણ, હકીકતે, તેમની આધ્યાત્મિક શકિતનું જ પરિણામ હતું, કારણ કે બીજા સામાન્ય દેશભકતોના સંદર્ભમાં તે ભારતને એટલો ચાહતા હતા, કારણ કે તેમના મતે ભારત એ વિશ્વનું આધ્યાત્મિક ગુરુ હતું. તેથી તેની પુન : સ્થાપના માનવજાતની આધ્યાત્મિકતા જાળવવા માટે અત્યંત જરૂરી હતી,

પૂર્વજીવનમાં અંતરાત્માનો અવાજ

તેમના બાળપણથી જ તેમને આત્માનો અવાજ સંભળાવો શરૂ થઈ ગયો હતો. ધ્યાન એ તો તેમના બાળપણની મુખ્ય રમત હતી અને તે સૂવા જતાં તે પહેલાં તેમને થતી ઝળહળતી બ્રહ્મજયોતિનું દર્શન તો દૈનિક ઘટના હતી. સૂતાં પહેલાં અનેક વાર તે બે અગત્યનાં દર્શન જોતા-એક બાજુ ભવ્ય સંપત્તિ, સગવડો અને પ્રખ્યાતિનું જીવન હતું, તો બીજી બાજુ ત્યાગ અને તપસ્યાથી ભરપૂર એવું સંન્યાસીનું જીવન. તે માનતા કે બેમાંથી ગમે તે મેળવવાની શક્તિ તેમનામાં હતી. પણ અંતે તો તેમની પસંદગી બીજા પર જ રહેતી. યુવાનીમાં પ્રવેશ્યા ત્યારે સત્ય પામવાની તીવ્ર ઝંખના તેમનામાં જાગી. પરિણામે ઈશ્વરની શોધમાં તે એક પછી એક ગુરુ પાસે અને મંદિર કે ચર્ચમાં ભટકવા લાગ્યા. તે ત્યારના મહત્ત્વના આધ્યાત્મિક નેતાઓને સતત પૂછવા લાગ્યા, ‘આપે ઈશ્વર જોયો છે ?’ અને શ્રીરામકૃષ્ણ પાસે ન આવ્યા ત્યાં સુધી તેમને કોઈ જ પાસેથી સંતોષકારક જવાબ ન મળ્યો. શ્રીરામકૃષ્ણે તેમને હકારમાં જવાબ આપ્યો અને તે પોતે પણ જે ઈશ્વર-ચેતનાનો અનુભવ કરતા હતા, તેવી જ અનુભૂતિ કરાવવાનું તેમને વચન આપ્યું. તે પળથી સ્વામીજીના જીવનનો પ્રવાહ બદલાઈ ગયો. તે સ્થિર થઈ ગયા.

આમ તો તે સમૃધ્ધ કુટુંબમાં જન્મ્યા અને ઊછર્યા હતા, પણ તેમના પિતાના અચાનક મૃત્યુથી તે અને તેમનું કુટુંબ ગરીબી અને ભૂખમરામાં ફસાઈ ગયું. આ ગરીબીનો અનુભવ છતાં તેમની ઈશ્વર મેળવવાની ઝંખના કે તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન ધીમા ન પડયા. શ્રી રામકૃષ્ણના માર્ગદર્શન હેઠળનું તેમના શિષ્યત્વનું ફળ તીવ્ર ત્યાગમાં પરિણમતું હતું. તેનું એક ધ્યાનાકર્ષક ઉદાહરણ અહીં આપેલ છે. તે તીવ્ર ગરીબીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે એક વાર તેમના ગુરુ પાસે આવ્યા અને તેમને મા કાલીને પ્રાર્થના કરવાનું કહ્યું જેથી તેમના કુટુંબને ટકી રહેવા જેટલું મળી રહે. શ્રી રામકૃષ્ણે તેમને જાતે જ પ્રાર્થના કરવા મંદિરમાં મોકલ્યા, પણ જેવા તે મંદિરમાં પ્રવેશ્યા, તે પોતાની ભૌતિક માગણીઓ વિશે તદ્દન ભૂલી ગયા અને એટલું જ પ્રાર્થ્યું કે તેમને જ્ઞાન, ભક્તિ અને ત્યાગ, વૈરાગ્ય અને વિવેક મળે. તેમને સતત ત્રણ વાર મોકલવામાં આવ્યા અને ત્રણેય વાર તે ભૂલી ગયા. છેવટે જગતની ક્ષણિક બાબતો માટે ઈશ્વર પાસે આવવા બદલ અને નીચા ઊતરવા બદલ તેમણે ખૂબ જ શરમ અનુભવી.

આ જ કઠોર સંન્યાસનો ભાવ તેમના સમગ્ર જીવનમાં વ્યાપેલો રહ્યોે, એક આધ્યાત્મિક સાધક તરીકે અને જાહેર વ્યકિત તરીકે પણ. તેમના ગુરુની હયાતિ દરમ્યાન અને તેમની વિદાય પછી પણ સ્વામીજી તીવ્ર ધ્યાન અને કઠોર શિસ્તથી શરીર અને મનને તપસ્યામાં પ્રજ્જવલિત કરતા રહ્યા. સંન્યાસના સમયાતીત પરંપરાગત રિવાજ પ્રમાણે તેમણે, પશ્ચિમમાં ગયા ત્યાં સુધી, તેમનો સમગ્ર સમય મનન, ધ્યાન અને એકલા સમગ્ર ભારતનાં યાત્રાધામોમાં પરિવ્રાજક તરીકે પસાર કર્યો. જયારે તેઓ પ્રખ્યાત બન્યા અને જાહેરમાં આવ્યા, ત્યાર પછી તેમના માટે પરિવ્રાજક સંન્યાસીનું આ એકાંત અને તપસ્યામય જીવન અશકય બન્યાં. શરૂઆતમાં જો કે આ બાહ્ય રીતે શક્ય ન બન્યું તો પણ તેમના ચિત્તમાં તો આ ભાવને સ્થિર જ રાખ્યો. સિસ્ટર નિવેદિતાના શબ્દોમાં, ‘તે કયારે પણ તપસ્યા પ્રદર્શિત કરતા ન દેખાતા, પણ તેમનું સમગ્ર જીવન એક એવું પ્રગાઢ ધ્યાનમય હતું કે તે બીજા કોઈ માટે તો ભયંકર તપસ્યા બની હોત.’

એક પ્રબળ આધ્યાત્મિક વ્યકિતત્વ

તેમની તીવ્ર ઝંખનાના પરિપાકરૂપે તેમને શ્રેષ્ઠતમ આધ્યાત્મિક સાક્ષાત્કાર પ્રાપ્ત થયો. એ એક એવી વ્યકિત હતા જેમણે નિર્ગુણ અને સગુણ ઈશ્વર-બન્નેનો પૂર્ણ સાક્ષાત્કાર કર્યો હતો. તેમના ગુરુની હાજરીમાં પણ તેમણે નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કર્યો હતો. પરિણામે, ઈશ્વર-ચેતના તેમના માટે સહજ અનુભૂતિ બની ગઇ હતી અને એક નાનો પણ પ્રયાસ કે સૂચન તેમના મનને પ્રગાઢ ધ્યાનમાં પહોંચાડી દેતાં હતાં. થોડી જ પળોમાં તે ધ્યાનમાં એટલા ઊંડા ઉતરી જતા હતા અને શરીર અને મનની ચેતના વિસરી જતા કે તેમનું શરીર મચ્છરથી ઢંકાઈ જાય, તો પણ તેમને પળભર પણ ખલેલ ન પહોંચતી. અમેરિકાના શરૂઆતના દિવસોમાં તેઓ આ સતત ધ્યાનાવસ્થામાં ખેંચાઈ જતા અને તે કારણે રેલ કે ટ્રામમાં પ્રવાસ વખતે ખૂબ જ મુશ્કેલી અનુભવતા. અનેક વાર એવું બનતું કે તે પોતાના વિચારમાં એવા તો ધ્યાનસ્થ હોય કે ટ્રામમાંથી નીચે ઊતરવાનું ભૂલી જતા અને છેલ્લું સ્ટેશન આવે ત્યાં સુધી આમ અર્ધભાનમાં જ રહેતા. છેવટે ટ્રામના કંડકટર આવે અને ફરી ટિકિટ માગે ત્યારે જ જાગૃત થતા. એ જ રીતે, તેમના વર્ગાેમાં જયારે તે વિદ્યાર્થીઓ સમક્ષ ધ્યાન પ્રદર્શિત કરતા, ત્યારે પણ તે તેમાં એવા તો પ્રગાઢ તલ્લીન થઈ જતા કે બાહ્ય ભાન આવે તે પહેલાં કલાકો પસાર થઈ જતા. તે દરમ્યાન વિદ્યાર્થીઓ એક પછી એક ચૂપચાપ ચાલ્યા જતા.

સાક્ષાત્કારી હોવાના કારણે તેમની આધ્યાત્મિક શકિત અત્યંત પ્રભાવક હતી. શ્રીરામકૃષ્ણે તેમના વિશે ભાખેલું કે એક સમય એવો આવશે જયારે તેમની આધ્યાત્મિક શકિત એટલી પ્રભાવક બનશે કે તે અન્યને સ્પર્શ કે ઇચ્છા માત્રથી આધ્યાત્મિકતા પ્રદાન કરી શકશે. અને આ બાબત હકીકતે સાચી ઠરી, કારણ કે જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા, તેમણે તેની સાબિતી આપી છે. સ્વામીજીની શકિતના સંદર્ભમાં સિસ્ટર નિવેદિતા પોતાના જ અંગત અનુભવ વર્ણવતાં કહે છે,‘વ્યકિતનું વસ્તુઓ વિષયે વલણ તદ્ન બદલાઈ જતું. દરેક બાબતને એક ચોકકસ વિચારથી જ જોવાનું શરૂ થતું અથવા વ્યકિત અચાનક અનુભવતી કે તેના વિચારની જૂની પધ્ધતિ બદલી ગઈ હતી અને તેની જગ્યાએ, તે વિષય પરનો એક શબ્દ પણ બદલ્યા વિના જ, એક નવો જ દૃષ્ટિકોણ વિકસ્યો હોય, એવું લાગતું કે જાણે એક બાબત જાણે ચર્ચાની પાર ચાલી ગઈ હોય. કેવળ તેમની નજીક હોવાથી જ જ્ઞાનનો વિકાસ થયો હોય. આ જ રીતે અભિરુચિ અને મૂલ્યના પ્રશ્નો જુદા જ બની જતા. આ જ રીતે તેમની પાસે રહેનારાના હૃદયમાં જાણે એક પ્રજ્જવલિત જયોત જેમ ત્યાગની જયોત પ્રગટ થતી.’’જે કોઈ પણ તેમના વિચાર ક્ષેત્રમાં આવી જતું, તે તેના પ્રવાહની પકડમાં અનિવાર્ય રીતે ખેંચાઈ જતું. તેમના એક ગુરુ ભાઈએ એક વાર અભિપ્રાય આપેલ કે, ‘આહા! નરેનની સંગતમાં જો કોઈ ધ્યાનમાં બેસે, તો એક જ પળમાં ધ્યાનસ્થ બની જાય છે ! જ્યારે હું એકલો હોઉં છું, ત્યારે આવું નથી અનુભવતો.’ અને તેમનાં પ્રવચનોમાં તેના શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા નાખતા, તે કંઈ શબ્દના સૌંદર્ય, તેનું અદ્‌ભુત વકતવ્ય કે તેમની જોરદાર દલીલોના કારણે નહીં, પણ તેમના વ્યકિતત્વમાંથી જે પ્રચંડ આધ્યાત્મિકતા પ્રગટ થતી તેના કારણે હતાં. વાસ્તવિક રીતે સમગ્ર શ્રોતાગણ તેમના જ ઉર્ધ્વ વિચારોની કક્ષાએ ઉપર ઊઠતા.

તેમની પ્રચંડ એકાગ્રતા અને આધ્યાત્મિક જોશ એક વાર બેલુર મઠના પ્રાંગણમાં જ્યારે તેઓ સંન્યાસીઓના જૂથને સંબોધી રહ્યા હતા ત્યારે વિશિષ્ટ રીતે પ્રગટ થઈ હતી, ‘અહીં જ બ્રહ્મની હાજરી વિદ્યમાન છે. જેઓ તેને અવગણીને બીજી બાબતો પ્રત્યે તેમના મનને રોકે છે, તેમને ધિક્કાર હો! આહ! જુઓ, આ બ્રહ્મ અહીં જાણે હાથમાં ફળ હોય તે જ રીતે અનુભવાય છે! તમે તે નથી જોઈ શકતા ? આ રહ્યું!’ આ શબ્દો એવી રીતે બોલાયા હતા કે બધા જ થોડી ક્ષણો તો કેનવાસ પર ચિત્ર કરેલ આકૃતિની જેમ સ્થિર થઈ ગયા અને જાણે ધ્યાનની ગાઢ અવસ્થામાં ખેંચાતા હોય એવું અનુભવ્યું. તેઓ પોતાના ગુરુએ વર્ણવેલ તેમ હંમેશ એક તાણેલી તલવાર જેવા હતા. તેમની વિવેક શકિત એટલી તો તીવ્ર હતી કે તેમની ચેતના પર ભૌતિકતાનો એક અંશ માત્ર પણ ટકી શકતો ન હતો. તેમને સામર્થ્ય અને અભયના પયગંબર બનાવનાર તત્ત્વ તે આત્માની ચેતનામાં સ્થિત હતા તે હતું, જે મૃત્યુ કે સડવાનું નથી જાણતું, જે પરિશુધ્ધ સત્-ચિત્-આનંદ છે. તેને કારણે તે વિચારની કોઈ પણ નબળાઈ, ભય કે સંકુચિતતાના ક્ષેત્રથી ઉપર ઊઠી જતા અને તેમનું વ્યકિતત્વ એક ભવ્યતા અને પ્રતિભાથી છલકાઇ ઊઠતું. તેમના સંપર્કમાં જે પણ આવતું, તે એના સામે નમી પડતું. (ક્રમશ 🙂

Total Views: 73
By Published On: December 1, 2012Categories: Tapasyananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram