૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ
રામકૃષ્ણ મિશનની ૧૦૩મી વાર્ષિક સાધારણ સભા બેલુરમઠમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ને રવિવાર બપોર પછી ૩.૩૦ વાગ્યે મળી હતી.
*શ્રીરામકૃષ્ણ દેવનો ૧૭૫મો જન્મ જયંતી મહોત્સવ, બેલુરમઠ અને શાખા કેન્દ્રોમાં શોભાયાત્રા, સેમિનાર, સર્વધર્મસંમેલનના આયોજન સાથે ઉજવાયો હતો.
*સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની સ્મૃતિમાં પેરિસના યૂનેસ્કોના મુખ્ય કાર્યાલય દ્વારા પેરિસના ટાઉનહોલમાં સ્વામીજીના જીવનસંદેશ પરના પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું હતું. કોલકાતા મેટ્રો રેલવેના સહયોગથી સી સી ટીવીના માધ્યમ દ્વારા શહેરનાં ભિન્ન ભિન્ન મેટ્રો રેલવે સ્ટેશન પર સ્વામીજી વિશેના ભિન્ન ભિન્ન કાર્યક્રમોનું પ્રસારણ થયું હતું. કર્ણાટક રાજ્યનાં શાખાકેન્દ્રોએ સાથે મળીને ‘સ્વામી વિવેકાનંદ જ્યોતિ યાત્રા’નું આયોજન કર્યું હતું. આ જ્યોતિયાત્રા રાજ્યના બધા જિલ્લામાં ફરી હતી. આશરે ૪૦૦૦ કી.મી.ની આ યાત્રા હતી. ૨૦૧૦માં ચારવર્ષ સુધી ચાલનારા જે સેવા પ્રકલ્પો શરૂ થયા હતા તે આગળ વધી રહ્યા છે. ૮ ઓક્ટોબર, ૨૦૧૦થી ઓગસ્ટ ૨૦૧૨ સુધી કેન્દ્ર સરકારના અનુદાન પર આધારીત આ સેવા પ્રકલ્પોમાં ૨૮.૪૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે.
*શિક્ષણ ક્ષેત્રમાં થયેલી પ્રવૃત્તિઓ : (૧) વિવેકાનંદ વિશ્વવિદ્યાલયે એગ્રીકલ્ચરલ, બાયોટેક્નોલોજી તેમજ ગ્રામીણ વિકાસ વિષય પર પીએચડીનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ વિશ્વવિદ્યાલયે નરેન્દ્રપુરના પરિસરમાં કીડાવિજ્ઞાનમાં એક વર્ષનો સ્નાતકોત્તર ડિપ્લોમા પાઠ્યક્રમ શરૂ કર્યો છે.
(૨) શારદાપીઠ કેન્દ્રના વિદ્યામંદિર, મહાવિદ્યાલય દ્વારા કોલકાતા વિશ્વવિદ્યાલય સાથે રહીને પ્રાયોગિક રસાયણ વિજ્ઞાનમાં એમએસસીનો અભ્યાસક્રમ શરૂ થયો છે. ‘નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સીલ’ (ગઅઅઈ) દ્વારા ચેન્નઈ વિદ્યાપીઠની વિવેકાનંદ કોલેજનું ‘એ ગ્રેડ’ આપીને સન્માન થયું છે.
*ચિકિત્સાક્ષેત્ર : લખનૌ હોસ્પીટલમાં વિભિન્ન ઉપકરણો સાથે પાંચ પથારીવાળા અતિઆધુનિક શલ્યચિકિત્સા કક્ષનું ઉદ્ઘાટન થયું છે. કોલકાતાના સેવાપ્રતિષ્ઠાનમાં ૧૬ સ્થળવાળા સિટી સ્કેનર સિસ્ટમ તથા સહાયક ઉપકરણો સાથે આર.એક્સ, લિથોટ્રિપ્ટર, કોમ્પિટેબલ બસ્કેટની સ્થાપના થઈ છે. વૃંદાવન હોસ્પિટલમાં બે સ્તરવાળા સિટી સ્કેનરનું એકમ શરૂ થયું છે. દેવઘર કેન્દ્રમાં ગ્રામીણ મોબાઈલ ચિકિત્સા સેવાનો આરંભ થયો છે.
*ગ્રામીણ વિકાસ : આ ક્ષેત્રમાં (૧) રાંચી મોરાબાદી કેન્દ્ર દ્વારા ૨૨૨૭.૭૬ એકર જમીનને ધાનબીજ ઉત્પાદનમાં આવરી લીધી છે. ૧૩ સિંચાઈ એકમો તથા ૧૨૭ પ્રસ્રવણ તળાવ ગાળ્યાં છે. હાલતું ચાલતું જમીનની માટીની ચકાસણીનું કેંદ્ર પણ શરૂ થયું છે. (૨) નરેન્દ્રપુર લોકશિક્ષા પરિષદ દ્વારા લાખ અને સિલ્કના ઉત્પાદનમાં તાલીમ આપીને ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગાર માટે પ્રોત્સાહન, લાકડાના કામમાં ન આવે તેવાં ઔષધીય વનીય ઉત્પાદનોનું સંશોધન, દૂર દૂરનાં ગામડાંનું વીજળીકરણ અને પ્રૌઢ શિક્ષાકેન્દ્રોનો પ્રારંભ થયો છે. (૩) છત્તિસગઢના નારાયણપુર કેન્દ્ર દ્વારા દૂરનાં ગામડાંમાં ૧૬ ઊંડા નળકૂવા, ૪ તળાવ અને બીજા ૬ કૂવાનું ખોદકામ થયું છે. આ વર્ષ દરમિયાન રામકૃષ્ણ મઠ દ્વારા પશ્ચિમ બંગાળના સિંથી અને ગૌરહાટી પેટાકેન્દ્રોને શાખાકેન્દ્રો બનાવ્યાં છે.
*મઠની નિશ્રામાં ચાલેલા વિશેષ ઉલ્લેખનીય પ્રકલ્પ : (૧) ચેન્નઈ મઠ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન અને કવન પર ૩ડી ચલચિત્રનું નિર્માણ. (૨) પૂણે તથા ત્રિશૂર કેન્દ્રો દ્વારા હાલતા ચાલતા પુસ્તક વેચાણ કેંદ્રનો શુભારંભ. (૩) તીરુવનન્તપુરમ્ હોસ્પિટલમાં ઈકોકાર્ડિયોગ્રામ સાથે અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ મશીન તથા કલર ડોપ્લરનો શુભારંભ.(૪) રાજકોટ કેન્દ્ર દ્વારા મદારી જાતિના લોકો માટે પારેવડા ગામમાં એક વિદ્યાલય તથા વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્રનંુ નિર્માણ. ભૂજમાં વિદ્યાર્થીઓ માટે શેડની રચના.
*વિદેશોનાં કેન્દ્રોની પ્રવૃત્તિઓ : (૧) જાપાન કેન્દ્ર દ્વારા વિનાશકારી ભૂકંપ તથા સુનામી રાહત કાર્યો. (૨) ફિઝીના નાદી કેન્દ્ર દ્વારા પૂરરાહત તથા પુનર્વસન સેવા કાર્યો. (૩) મલેશિયા કેન્દ્રના પ્રયાસથી પૌસ મલેશિયા (મલેશિયાની ડાકસેવા કંપની)એ સ્વામી વિવેકાનંદ પર એક ટપાલ ટિકીટ બહાર પાડી છે. (૪) ડરબન કેન્દ્ર (દ.આફ્રિકા) દ્વારા ક્વામાશૂમાં એક ઉચ્ચ વિદ્યાલય શિક્ષણ અને તેની દક્ષતા માટેના ઉન્નતિ કેન્દ્રનું નિર્માણ કર્યું છે.
*શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૦૧૧-૧૨માં ૪૧૦.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે થયેલાં સેવાકાર્યો.
*રાહત, પુનર્વસન કાર્ય : દેશના વિભિન્ન ભાગોમાં ૧૬૫૮ ગામડાંના ૧.૨૭ લાખ પરિવારોના આ કાર્યમાં ૪.૯૩ કરોડનો ખર્ચ થયો છે.
*શિષ્યવૃત્તિ, વૃદ્ધ અને માંદાંની સહાય : નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, વૃદ્ધ બિમાર તથા અસહાય લોકોને આર્થિક સહાયનાં કલ્યાણ કાર્યો પાછળ ૨૭.૮૫ કરોડ રૂપિયા વપરાયા છે. આ યોજના દ્વારા ૫૫.૮૮ લાખ લોકોને લાભ મળ્યો છે.
*આરોગ્ય-ચિકિત્સાસેવા : મઠ-મિશનની ૧૫ હોસ્પિટલો, ૧૨૩ દવાખાનાં તેમજ ૫૧ હરતાં-ફરતાં ચિકિત્સાલયો દ્વારા રૂપિયા ૧૧૯.૮૭ કરોડ વપરાયા છે. આ સેવાનો લાભ ૭૭.૮૨ લાખ લોકોને મળ્યો છે.
*શિક્ષણસેવા : મઠ મિશનનાં શૈક્ષણિક સંસ્થાનોમાં બાલમંદિરથી માંડીને વિશ્વવિદ્યાલય સુધીમાં ૩.૨૩ લાખ વિદ્યાર્થીઓએ વિદ્યાનો લાભ મેળવ્યો છે. આ યોજના હેઠળ ૨૨૦.૪૨ કરોડ રૂપિયા વપરાયા છે.
*ગ્રામીણ વિકાસ અને આદિવાસી વિકાસ : આ યોજના હેઠળ ૬૭.૭૪ લાખ ગ્રામીણ લોકોને લાભ મળ્યો છે. આ યોજના હેઠળ ૩૭.૪૬ કરોડ રૂપિયા વપરાયા છે.
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ભક્તો અને શુભેચ્છકોનો આવાં સેવાકાર્યો માટે સતત સહકાર મળ્યો છે. એ માટે ધન્યવાદ પૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
સ્વામી સુહિતાનંદ
જનરલ સેક્રેટરી
રામકૃષ્ણ મઠ અને મિશન
સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મ જયંતી મહોત્સવ :
કેન્દ્ર સરકારના અનુદાન પર આધારિત ૮ ઓક્ટો, ૨૦૧૦ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૧૨ સુધીનો પ્રગતિ અહેવાલ :
પ્રકાશન : સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર દેશની અને વિદેશની ૨૩ ભાષાઓમાં ૧૦.૮૨ લાખ પુસ્તકો; ૧૫ શીર્ષકોનાં અન્ય ૧૩.૨૫ લાખ પુસ્તકો ૧૦ ભાષાઓમાં પ્રકાશિત થયાં છે. આ યોજના હેઠળ રૂપિયા ૨૫૪.૨૬ લાખ વપરાયા છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો : ધાર્મિક સદ્ભાવના, સાંપ્રદાયિક સદ્ભાવ પર ૬ રાજ્ય કક્ષાના સેમિનાર, ૪ રાજ્ય કક્ષાના સાંપ્રદાયિક સદ્ભાવ વિશે વિચારવિમર્શ અને આદિવાસી તથા લોક સંસ્કૃતિ પર ક્ષેત્રીય કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમો પાછળ ૭૩.૩૪ લાખ રૂપિયા વપરાયા છે.
ઈલેક્ટ્રોનિક મિડીયા : ‘વ્યક્તિત્વ વિકાસ’ ભાગ ૧ તેમજ ‘સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ કેળવણી’ એ વિષય પર મલ્ટીમિડીયા ઓડિયો ડી.વી.ડી, તેમજ સ્વામીજીનાં જીવન અને સંદેશ પર પૂર્ણ ચલચિત્રના નિર્માણનું કાર્ય ચાલે છે. આ યોજના હેઠળ ૮૭.૯૯ લાખ રૂપિયા વપરાયા છે.
વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ :
ગદાધર અભ્યુદય પ્રકલ્પ : ભારતનાં પસંદગીનાં ૨૩ રાજ્યોના ૧૭૪ વિસ્તારોમાં ૧૭,૫૦૦ બાળકોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિના કાર્યક્રમો હેઠળ ૧૧૦૭.૧૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
વિવેકાનંદ સ્વાસ્થ્ય પરિસેવા પ્રકલ્પ : ભારતનાં પસંદગીનાં ૨૨ રાજ્યના ૧૨૬ વિસ્તારોમાં ૧૩,૦૦૦ બાળકોની આરોગ્ય-સુધારણા, કુપોષણ નિવારણ, રોગ નિવારણ માટે રોગને અટકાવવાના તેમજ તેના નિર્મૂલનના કાર્યક્રમો હેઠળ ૭૨૦.૭૦ લાખ રૂપિયા વપરાયા છે.
શારદાપલ્લી વિકાસ પ્રકલ્પ : નારી સશક્તીકરણના કાર્યક્રમોમાં ૮ રાજ્યના ૧૦ એકમોમાં ૧૬૧૯ સ્ત્રીઓ માટે ૯૯.૭૬ લાખ રૂપિયા ખર્ચાયા છે.
અખંડાનંદ સેવા પ્રકલ્પ(ગરીબી નિવારણ): ભારતનાં ૬ રાજ્યોના ૧૦ એકમમાં ૧૧૩૫ લોકો પાછળ ૯૭.૨૮ લાખ રૂપિયા વપરાયા છે.
વિશેષ યુવા કાર્યક્રમ : ૫ રાજ્યોમાં ૬ યુવામાર્ગદર્શન કેન્દ્રો શરૂ થયાં છે. ૫ રાજ્યકક્ષાના યુવશિબિર, યુવસંમેલનમાં ૧૦૧૧૧ યુવાનોએ ભાગ લીધો હતો. વિભાગીય ત્રણ યુવસ્પર્ધાઓમાં ૬ રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન થયું હતું. કુલ ૧,૬૧,૬૫૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુદીર્ઘકાળની મૂલ્યલક્ષી કેળવણીના એ.પ્રકારના કાર્યક્રમમાં ૧૩ રાજ્યના ૩૮૧ એકમોમાં ૨૫૩ શૈક્ષણિક સંસ્થાનોના ૧૬,૩૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બી.પ્રકારના કાર્યક્રમમાં ૧૪ રાજ્યની ૬૫૬ શાળાઓના ૧,૦૨,૯૬૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓને ૧૮૨ શિર્ષકનાં ૧૫.૪૯ લાખ પુસ્તકો અપાયાં હતાં. આ યોજના હેઠળ ૪૦૦.૬૨ લાખ રૂપિયા વપરાયા છે.
ઉપર્યુક્ત બધા કાર્યક્રમો હેઠળ કુલ રૂપિયા ૨૮.૪૦ કરોડ વપરાયા છે.
નોધ : આ ઉપરાંત અમારાં ઘણાં કેન્દ્રોએ સરકારના અનુદાન વિના કેટલાક કાર્યક્રમો શરૂ કર્યા છે. ચેન્નઈ મઠ દ્વારા એક રાજ્યકક્ષાની મલ્ટીમિડીયા આર્ટ ગેલેરી – ‘એક્સપિરિયન્સ વિવેકાનંદ’ શરૂ થઇ છે. રાજકોટ કેન્દ્ર દ્વારા ૫૨ યુવાનો માટે ‘વિવેકાનંદ સર્વિસ કોર્પ્સ’ નો પ્રારંભ થયો છે. તેમાં પ્રાથમિક ચિકિત્સા સેવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને બીજી લોકસેવાની તાલીમ આપવામાં આવે છે. ·
Your Content Goes Here