શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં તા-૧૩ નવેમ્બરના રોજ રાતના ૯ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન થયું હતું. એમાં ભજન, કાલીકીર્તન, વિશેષ પૂજાહવનનું આયોજન થયું હતું. બહોળી સંખ્યામાં ભક્તજનોએ કાલીપૂજાનો આનંદ માણ્યો હતો. પૂજાને અંતે પ્રસાદનું વિતરણ થયું હતું. રામકૃષ્ણ મઠ બ્રહ્મચારી તાલીમ કેન્દ્રના આચાર્ય સ્વામી જુષ્ટાનંદજીનું વિશેષ પ્રવચન પણ યોજાયું હતું.
રામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીશ્રીજગદ્ધાત્રી પૂજાનું આયોજન તા- ૨૨ નવેમ્બરના રોજ થયું હતું. આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજાને અંતે પ્રસાદનું વિતરણ થયું હતું.
શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર ટ્રસ્ટ, જામનગરમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ ‘સ્વામી વિવેકાનંદ ભવન’ અને ‘ભગિની નિવેદિતા મહિલા સીવણવર્ગ’નું મંગલ ઉદ્ઘાટન ૨૪-૧૦-૨૦૧૨ બુધવારે સવારે ૧૦ :૩૦ વાગ્યે દશેરાના પાવનકારી દિવસે કર્યું હતું. આ પ્રસંગે રાજકોટના સ્વામી સર્વસ્થાનંદજી, પોરબંદરના સ્વામી આત્મદીપાનંદજી તેમજ અન્ય સ્વામીજીઓએ આશીર્વચન પાઠવ્યાં હતાં. સમારંભના વિશેષ અતિથિ જામનગર ન્યાયમંદિરના સી.મેજીસ્ટ્રેટ શ્રી એન.કે.પરીખ અને કલેક્ટરના ચિટનીસ શ્રી રેખાબા સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતાં.
જાન્યુઆરી ૨૦૧૨થી હોલનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. આ ભવનમાં ૧૦૦૦ ચોરસફૂટનો હોલ, દવાખાના અને સીવણવર્ગનો ઓરડો છે.
શાળાનાં વિદ્યાર્થીઓની વિનામૂલ્યે આંખની ચકાસણી, ચ. અને વિટામિન એ અપાયાં.
શાળાનાં બાળકોની આંખ ચકાસણી કરીને જરૂરતવાળા વિદ્યાર્થીઓને મફત ચશ્મા અને વિટામિન એ-ની ટેબ્લેટ અપાઈ હતી. રાજકોટની લા.બ.શાસ્ત્રી વિદ્યાલય, સા.વે.વિરાણી હાઈસ્કૂલ, બાલઅધ્યાપન મંદિર-કોલેજનાં ૫૩૭ વિદ્યાર્થીઓને (૪૮૯ છોકરા, ૪૮ છોકરીઓ)ની આંખની ચકાસણી થઈ હતી. તેમાંથી ૧૫૧ને ચશ્મા, ૨૨ને વિટામીન એ-ની ટેબ્લેટ અને ૧૦ને વધુ ચકાસણી માટે મોકલાયા હતા. આ પ્રકલ્પ હેઠળ રૂપિયા ૩૦,૦૦૦/-નો ખર્ચ થયો હતો.
એલ.બી.પ્રસાદ સ્કૂલના ૭૨ વિદ્યાર્થીઓની ચકાસણી થઈ હતી. એમાંથી ૫ને ચશ્મા, ૪ને વિટામીન એ-ની ટેબ્લેટ અપાયાં હતાં.
આ પ્રકલ્પમાં ડૉ.કાજલ પટેલ, ડૉ.ઋષિત્ શેઠ, ડૉ. સુકેતુ ભપલ અને મદદનીશ શ્રીઅજય સિંહ તેમજ પેરામેડિકલ સ્ટાફના ૭ કર્મચારીઓએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી.
Your Content Goes Here