अयि निजहुङ्क मात्रनिराकृत धूम्रविलोचन धूम्रशते
समरविशोषित शोणितबीज समुद्भवशोणित बीजलते ।
शिवशिव शुम्भ निशुम्भमहाहव तपिर्त भूत पिशाचरते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।7।।

પોતાના હુંકારમાત્રથી ધૂમ્રલોચનને ભસ્મીભૂત કરનારી, સેંકડો ધૂમ્રરેખાવાળી, રણસ્થલીમાં રકતબીજની નીકળેલી રકતધારાઓનું પાન કરનારી, રકતબીજને મારનારી, મહાયુદ્ધમાં (શિવ રૂપ ધારણ કરેલ) શુંભ-નિશુંભથી તૃપ્ત કરેલ ભૂતપિશાચોથી ઘેરાયેલી… તારો જયજયકાર હો!

धनुरनुसङ्ग रणक्षणसङ्ग परिस्फुरदङ्ग नटत्कटके
कनक पिशङ्गपृषत्कनिषङ्गरसद्भटश्र्ा्रृङ्ग हताबटुके ।
कृतचतुरङ्ग बलक्षितिरङ्ग घटद्बहुरङ्ग रटद्बटुके
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।8।।

ક્ષણવારમાં રણસંગ્રામમાં ધનુષ્ય સાથે અથડાવવાથી અંગોને ધ્રુજાવતી, કટકને નચાવતી, સુવર્ણ સમાન ધનુષ્યને બાણ ચડાવી ગર્જના કરનારી, ઉત્તમ રાક્ષસોની પીઠ પર પ્રહાર કરનારી, પૃથ્વી (યુદ્ધભૂમિ) રૂપ રંગમંચને ચતુરંગ બળથી આવૃત કરી અનેક રૂપો ધારણ કરતી, રાક્ષસો સામે ગર્જના કરતી… તારો જયજયકાર હો!

(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.