જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ.

રમતજગતની લોકકથાઓ :

ભારતના બૌદ્ધિકો માત્ર જ્ઞાન અને શાણપણ સુધી જ સીમિત ન હતા. પ્રાચીન ભારત મનોરંજન-રમતગમતમાં પણ એટલું જ પ્રવિણ હતું. ચેસ કે શતરંજ, સાપસીડી, પત્તાં, પોલો, જૂડો-કરાટે જેવી માર્શલ આર્ટ્સનું મૂળ પણ ભારતમાં જ છે. પછીથી આ બધી કળાઓ પરદેશમાં ગઈ અને ત્યાં એ પરિશુદ્ધ થઈ અને વિકસી.

શતરંજ ચેસ-ચતુરંગ

આધુનિક ચેસના જેવી જ ભારતમાં લ્યુડો-ચોપાટની રમત રમાતી. આ રમતમાં ચાર સ્પર્ધકો હોય છે. એટલે એને ચતુરંગ એવું નામ મળ્યું. આમાં કાઉન્ટર અને પાસાથી રમત રમાય છે. વળી બીજું આનું નામ અષ્ટપદ પણ હતું. એમાં આઠ ખાનાં હોય છે. આ રમતો આધુનિક ચેસ અને લ્યુડોની પૂર્વ જનની જેવી છે. આ રમતો ભારતમાં રમાતી હતી એવી ઘટનાઓ ભારતીય ઇતિહાસમાં જોવા મળે છે.

ચેસ રમતનાં મૂળિયાં ભારતમાં છે એ માટેનો ટેકો એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકામાંથી પણ મળે છે. એમાં કહ્યું છે, ‘૧૭૮૩ થી ’૮૯માં વિલિયમ જોન્સના એશિયાટિક રિસર્ચિસના બીજા વોલ્યુમમાં પ્રસિદ્ધ થયેલા એક નિબંધમાં એવી દલિલ કરે છે કે હિંન્દુસ્તાન ચેસની જન્મભૂમિ છે. આ રમત ઘણા પ્રાચીનકાળથી ચતુરંગના નામે જાણીતી હતી.’ અમરકોશમાં એની વ્યાખ્યા આપી છે : ચારઅંગ કે લશ્કરનાં ચાર અંગ એટલે હાથી, ઘોડા, રથ અને સૈનિક-પાયદળ. આ ‘ચતુરંગ’ શબ્દ મહાકાવ્યોમાં કવિઓએ અનેકવાર ઉપયોગમાં લીધો છે. તેઓ વધુમાં કહે છે કે આ રમત ભારતમાંથી ઈરાનમાં છઠ્ઠી સદીમાં ગઈ હતી. અને જૂની પર્શિયનભાષામાં આ ચતુરંગ ને ચતરંગ માં ફેરવી નાખ્યું. થોડા વખતમાં આરબોએ એ પ્રદેશ જીતી લીધો અને આ ચતરંગ શબ્દ શતરંજ બન્યો. અત્યારે યુરોપમાં આ નામ પ્રસિદ્ધ છે.

એચ.જે.આર. મરે પોતાના કાયમી સ્મૃતિ સમા પુસ્તક ‘એ હિસ્ટ્રી આૅફ ચેસ’માં એ નિર્ણય પર આવે છે કે ચેસએ ભારતીય રમત છે અને સાતમી સદીમાં એ અહીં (યુરોપ) આવી છે.

અષ્ટપદ એટલે આઠ ખાનાં, આ રમત પણ પ્રાચીન ભારતમાં રમાતી. એમાં આઠ ચોરસખાનાંનું વર્ણન છે. આ આધુનિક ચેસબોર્ડ છે. આધુનિક ચેસબોર્ડમાં ‘૮x૮=૬૪’ ખાનાં હોય છે. દરેક બાજુએ આઠ ખાનાં હોય છે. અંગ્રેજીભાષામાં ચેસને બદલે જૂનો શબ્દ હતો- ઊતભવયત. આ સંસ્કૃત શબ્દ અષ્ટપદમાંથી આવ્યો હોય એવી શક્યતા છે.

Total Views: 157
By Published On: February 1, 2013Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram