जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते
झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते ।
नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।9।।

હે વિજયી, તારો જયજયકાર હો ! જય શબ્દથી અન્ય જેની સ્તુતિ માટે તત્પર છે તેવી વિશ્વવંદિત, ઝણ – ઝણ ઝંકારથી ઝંકૃત નૂપુરના મંજુલ અવાજથી ભૂપતિને મોહિત કરનાર નટનાયક શિવજી સમાન નૃત્ય અને સંગીત પરાયણ… તારો જયજયકાર હો!

अयि सुमनः सुमनः सुमनः सुमनः सुमनोहर कान्तियुते
श्र्ा्रितरजनी रजनी रजनी रजनी रजनीकर वक्त्रवृते
सुनयनविभ्रमर भ्रमर भ्रमर भ्रमर भ्रमराधिपते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।10।।

હે સુમના, પુષ્પ સમાન મનોહર કાંતિયુકત, રાત્રિનો આશ્રય લેનારી, ચંદ્ર સમાન દેદીપ્યમાન ગોળ મુખાકૃતિવાળી, ભ્રમર સમાન સુંદર અને વિલોભક એવાં નયનનાં હલનચલનથી ભ્રાંતિ – મોહ કરનારી ભ્રમરાધિપતિ… તારો જયજયકાર હો!

(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.