(ગતાંકથી આગળ)

અંગ્રેજોની નીતિ

પૂર્વ કાળમાં બ્રાહ્મણો ગામડાંમાં શાળા ચલાવીને ગામનાં બાળકોને શિક્ષણ આપતા. એ શાળામાં શિક્ષણ મેળવનારા ગ્રામ્ય લોકો એમના જીવનનિર્વાહમાં મદદ કરતા. થોડીમાત્રાના બ્રાહ્મણો પોતાની વિદ્વતાને લીધે રાજકીય સંરક્ષણ પામતા. અંગ્રેજોએ પોતાના પ્રશાસનમાં મદદ લેવાના હેતુથી લોકોને પ્રશિક્ષિત કરવા વિદ્યાલય ખોલ્યાં. આ આધુનિક વિદ્યાલય પરંપરાગત ગ્રામ્યશાળાના હરિફ બનીને એમનાથી વધારે શક્તિશાળી બન્યાં. જો કે અધ્યાપન બ્રાહ્મણ વર્ગનો મુખ્ય ધંધો હતો. એટલે આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે આ નવા વિદ્યાલયોમાં દાખલ થવું પડ્યું. આ શિક્ષણથી એમને સરકારી નોકરીઓ મળી. નવું શિક્ષણ મેળવવા બ્રાહ્મણ સિવાયના બીજા કોઈ વર્ગ માટે પ્રતિબંધ ન હતો, પરંતુ આજીવિકા માટે પોતાના પરંપરાગત ઉદ્યમો પર આધારિત રહેવાને લીધે એ વર્ગના લોકોએ આધુનિક શિક્ષણ તરફ વધારે ધ્યાન ન આપ્યું. તેઓ નોકરી માટે પોતાનાં જમીન જાયદાદ અને ઘરબાર છોડીને દૂર જવા તૈયાર ન હતા. ક્રમશ : બ્રાહ્મણો સરકારી નોકરીઓમાં મહત્ત્વપૂર્ણ પદો ઉપર આવવા લાગ્યા. તેમને સારો પગાર અને માનસન્માન મળતાં.આધુનિક કેળવણીથી સજ્જ થઈને એમનાં સંતાનોએ સ્વતંત્રતા સંગ્રામની ચર્ચા કરીને અંગ્રેજોને ભારતમાંથી ભગાડવાનો સંકલ્પ કર્યો. અંગ્રેજો આ પડકારનો સામનો કરવાની કપટી કળા જાણતા હતા.

અંગ્રેજોએ નીચલા વર્ગના લોકોને ઉશ્કેરવાનું શરૂ કર્યું, ‘જુઓ આ બ્રાહ્મણોએ બધાં સરકારી સ્થાનો પર એકાધિકાર કરી લીધો છે, તેઓ સદીઓથી તમારું શોષણ કરતા આવ્યા છે, શું તમે એમનું સ્થાન લેવા ઈચ્છતા નથી ? કે પછી તમે કેવળ નિષ્ક્રિય દર્શક જ બની રહેશો ?’ ઉચ્ચ જાતિઓ નિમ્ન જાતિઓના વિશ્વાસ અને સદ્ભાવ જીતી ન શક્યા. ઉચ્ચજાતિના લોકોએ અન્ય જાતિઓને અંગ્રેજોના દુ :શાસનની જાણ કરાવવાની અપેક્ષા બતાવી. આ સમય દરમિયાન બ્રાહ્મણેતર જાતિના લોકો પણ આધુનિક શિક્ષણ મેળવવા લાગ્યા. પણ ત્યાં સુધીમાં રોજગારની તકો ઓછી થઈ ગઈ કે નહીંવત રહી. આધુનિક શિક્ષણના કૌશલને આત્મસાત કરવાનો અવસર બ્રાહ્મણોને વધારે મળ્યો. એટલે મોટાભાગની નોકરીઓ પણ એમને મળી. બીજા લોકો સ્વાભાવિક રૂપે એમની ઇર્ષ્યા કરવા લાગ્યા. આરોપ અને પ્રત્યારોપ વધતા ગયા અને હવે બ્રાહ્મણોને નોકરીઓથી વંચિત રાખવાનો પ્રયાસ થાય છે. આ કટુતાનો લાભ બહારની શક્તિઓ ઉઠાવી રહી છે. એ વાતથી ન તો બ્રાહ્મણ વાકેફ છે કે ન બ્રાહ્મણેતર વર્ગના લોકો. કહેવાય છે કે પારસ્પરિક ઘૃણા અને દ્વેષ દાસતા-ગુલામીની નિશાની છે. દુર્ભાગ્યવશ લોકોએ આ પ્રવૃત્તિને કાયમી બનાવી દીધી એટલું જ નહીં પણ એને વધારે ને વધારે પ્રમાણમાં પોષતા ગયા. ભૂતકાળમાં વિદેશી શાસનને અધીન રહીને ઘૃણા અને પૂર્વગ્રહ તેમજ ના પસંદગીને કારણે ભિન્ન ભિન્ન દાસ વર્ગ પરસ્પર નિરંતર સંઘર્ષ કરતા રહ્યા. ખેદની વાત તો એ છે કે આજે પણ આ પ્રવૃત્તિના ઘટવાનો કોઈ અણસાર આવતો નથી (ક્રમશ 🙂

Total Views: 296

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.