શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં

વાર્ષિકોત્સવની ઉજવણી

આશ્રમના વાર્ષિકોત્સવ નિમિત્તે ૩જી મે ના રોજ આશ્રમપ્રાંગણમાં સાંજના ૭ :૪૫ કલાકે ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ વિશે તેમજ ૪થી મે ના રોજ ‘શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા સારદાદેવી’ વિશે વ્યાખ્યાનો યોજાયાં હતાં. ૫ મે ના રોજ સવારે યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં રામકૃષ્ણ મઠ, પૂણેના સ્વામી સુવિજ્ઞેયાનંદજી, રામકૃષ્ણ મઠ, નાગપુરના અધ્યક્ષ સ્વામી બ્રહ્મસ્થાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગલોરના સ્વામી સ્વાત્મારામાનંદજી અને રામકૃષ્ણ સંઘના અન્ય સંન્યાસીઓએ વ્યાખ્યાન આપ્યાં હતાં. ભાવિકજનોએ આ ત્રણ દિવસના કાર્યક્રમ ભક્તિપૂર્વક માણ્યા હતા.

વાર્ષિકોત્સવ નિમિત્તે અહીં આપેલ સ્થળ અને તારીખે સાંજના ૭ થી ૧૦ સુધી વિશેષ આધ્યાત્મિક શિબિરોનું આયોજન થયું હતું. ૨૬ એપ્રિલ – ધરમપુર; ૨૭ એપ્રિલ – સુરત; ૨૮ એપ્રિલ – કીમ-ભાડોલ; ૨૯ એપ્રિલ – અંકલેશ્વર; ૩૦ એપ્રિલ – આણંદ; ૧લી મે – અમદાવાદ; ૨ મે થી ૫ મે સુધી – રાજકોટ; ૬ મે – ઉપલેટા; ૭ મે – રાજકોટ; ૮ મે – જૂનાગઢ; ૯ મે – જામનગર; ૧૦ મે – અંજાર; ૧૧ મે- આદિપુર; ૧૨ મે – ભૂજ/ધાણેટી; ૧૩ મે – ભૂજ.

‘યોદ્ધા સંન્યાસી વિવેકાનંદ’ એકપાત્રી અભિનય

પૂણેના શ્રીદામોદર રામદાસી દ્વારા એકપાત્રી પ્રભાવક અને પ્રેરણાદાયી અભિનયવાળા નાટક ‘યોદ્ધા સંન્યાસી સ્વામી વિવેકાનંદ’ની ઉપર્યુક્ત આધ્યાત્મિક શિબિરના કેન્દ્રોમાં દરરોજ સાંજે ૭ થી ૯ સુધી રજૂઆત થઈ હતી. આ અભિનય નિહાળીને ભક્તજનોને સ્વામી વિવેકાનંદની બહુમુખી પ્રતિભાનો પરિચય મળ્યો હતો.

શ્રી દામોદરજીએ મહારાષ્ટ્ર, દિલ્હી, રાજકોટ અને રામકૃષ્ણ મઠ મિશનના અનેક શાખાકેન્દ્રોમાં આ નાટ્યપ્રયોગથી લોકોને સ્વામી વિવેકાનંદના જીવનસંદેશથી પરિચિત કર્યા છેે અને એક નૂતન પ્રેરણા પૂરી પાડી છે.

ધરમપુરમાં ૨૦૦૦થી વધુ ભાવિકોએ આ અભિનય માણ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં આ નાટ્ય પ્રયોગ  ૫ મે, ૨૦૧૩ ને રવિવારે સાંજે ૭ :૪૫ કલાકે યોજાયો હતો. બહોળી સંખ્યામાં ભાવિકજનોએ આ નાટ્યપ્રયોગનો લાભ લીધો હતો.

સ્વામી દિવ્યાનંદજીની ગુજરાત મુલાકાત

રામકૃષ્ણ મિશન, સારદાપીઠના સચિવ અને રામકૃષ્ણ મઠ, બેલુરના ટ્રસ્ટીશ્રી તેમજ રામકૃષ્ણ મિશનની સંવાહક સમિતિના સભ્ય સ્વામી દિવ્યાનંદજી મહારાજ તારીખ ૧૨ થી ૧૭ મે સુધી ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. આ સમય દરમિયાન તેઓશ્રીએ રામકૃષ્ણ આશ્રમ દ્વારા ગુજરાતમાં હાથ ધરાયેલ વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ અને પ્રકલ્પોનું નિરીક્ષણ કર્યું હતું, સાથે ને સાથે ભાવપ્રચાર પરિષદનાં કેટલાંક કેન્દ્રોમાં જાહેર પ્રવચનો પણ આપ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન, વડોદરામાં

વાર્ષિકોત્સવની ઉજવણી

૧૨ થી ૨૨ એપ્રિલ દરમિયાન સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી તેમજ ૮મા વાર્ષિક ઉત્સવની ઉજવાઈ હતી. જેમાં જાહેરસભા, રામચરિત માનસ વ્યાખ્યાનમાળા, સ્વામી વિવેકાનંદ કથા, ધ્યાન શિબિર તેમજ ભજન સંધ્યાનું આયોજન થયું હતું.

સ્વામી વિવેકાનંદજીને શાસ્ત્રીય સંગીતાંજલિ

૨૧ એપ્રિલના રોજ વાસવિક સભાગૃહમાં ‘સ્વામી વિવેકાનંદજીને શાસ્ત્રીય સંગીતાંજલિ’ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સુખ્યાત સંગીતજ્ઞોના સંગીતથી ડોલી ઊઠ્યા હતા.

આ સંગીત સમારંભમાં બેલૂર મઠના સંગીતજ્ઞ સ્વામી કૃપાકરાનંદજી, દિલ્હીના સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ ડૉ. સુભદ્રા દેસાઈ, ઈન્દોરના સંગીતજ્ઞ આભા અને વિભા ચોરસીયા અને વડોદરાના વનિતા ઠક્કરે ભાવભર્યું શાસ્ત્રીય સંગીત રજૂ કર્યું હતું. સંગીતના માણીગરોએ આ સંગીતને ભાવથી માણ્યું હતું.

 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઔષધાલયની ૨૦૧૨-૧૩ની વિવિધ આરોગ્ય સેવાઓ

સંસ્થા દ્વારા આયુર્વેદિક, હોમિયોપેથિક તથા ઓપરેશન થિયેટર સાથે નેત્ર ચિકિત્સા સેવા, ફિઝીઓથેરપી અને સેરેબ્રલ પાલ્સિના બાળકો માટે વિસ્થાપન કેન્દ્રનું સંચાલન થાય છે. આ આરોગ્ય વિભાગમાં ૯ ડાૅક્ટરો માનદ્ સેવા આપે છે. આ વર્ષ દરમિયાન એક લાખથી પણ વધુ દર્દીઓની સેવા કરવામાં આવી છે.

આંકડાકીય માહિતી – વર્ષ ૨૦૧૨-૧૩

 

જૂના કેસ પુરુષ દર્દી બાળક દર્દી કુલ દર્દીઓ
આયુર્વેદિક ૫,૧૫૯ ૧૦,૩૯૦ ૪,૪૨૭ ૧૧,૩૮૫ ૨૭૭ ૧૬,૦૮૯
હોમિયોપેથીક ૧,૨૪૨ ૫,૪૩૯ ૨,૨૬૨ ૩,૨૧૦ ૧,૨૦૯ ૬,૬૮૧
આઈ ઓપીડી ૨૮,૩૯૬ ૧૯,૭૦૪ ૨૩,૬૯૪ ૨૧,૮૯૪ ૨,૫૧૨ ૪૮,૧૦૦
ફીઝિયોથેરાપી ૧,૪૬૮ ૧૭,૪૫૨ ૯,૩૩૫ ૯,૫૬૩ ૨૨ ૧૮,૯૨૦
સેરેબ્રલ પાલ્સિ ૧૫૭ ૧૧,૭૪૦ ૧૧,૮૯૭ ૧૧,૮૯૭
મોબાઈલ વાન ૭૨૦ ૨,૯૪૧ ૫૦૫ ૨,૦૨૪ ૧,૧૩૨ ૩,૬૬૧
કુલ દર્દીઓ ૩૭,૧૪૨ ૬૮,૨૦૬ ૪૦,૨૨૩ ૪૮,૦૭૬ ૧૭,૦૪૯ ૧,૦૫,૩૪૮

 

 

નોંધ : આ વર્ષે ૫૫૦૨ દર્દીઓને રૂપિયા ૧,૪૨,૨૬૦/- ની રાહત આપવામાં આવી છે.

લીંબડીમાં બાલભારતી જ્ઞાનયજ્ઞ-૨૦૧૩

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા. ૨૫ થી ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધી બાલભારતી જ્ઞાનયજ્ઞ-૨૦૧૩ નું આયોજન થયું હતું. જુદા-જુદા વિષયના નિષ્ણાત શિક્ષકોએ વિધાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતના અભિગમ દ્વારા મૂલ્યલક્ષી જ્ઞાન આપ્યું હતું. આ શિબિરમાં ૬ થી ૮ ધોરણના કુલ ૮૫ ભૂલકાઓએ ભાગ લીધો હતો. ૨૫ એપ્રિલના રોજ શ્રી કૃષ્ણકુમાર રાણા (ઉપ પ્ર. તાલુકા પંચાયત)એ મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું. શ્રી જીતુભા વાઘેલા (સંચાલક બી. આર. સી.), શ્રી જગદીશભાઈ મકવાણા (સભ્ય :જી. શિક્ષણ સમિતિ) અને કુ. કૃષ્ણાબા ચુડાસમા (પ્રી.- બી. એ. ક. વિદ્યાલય)એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ પર ફિલ્મ બતાવાઈ હતી. શ્રીકિરીટસિંહ રાણા (વન અને પર્યાવરણ મંત્રી)એ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. પી. વી. ભટ્ટ સાહેબે આરોગ્ય વિષે માર્ગદર્શન આપ્યું હતું. ચિત્ર દોરવાની કળા વિશે શ્રી રાઠોડ સાહેબ, શ્રી પ્રવિણભાઇ કણજરિયા નિદર્શનથી સમજણ આપી હતી. જીવન જીવવાની કળા વિશે શ્રી રાજભા ઝાલા, શ્રી બિજલ ભાઇ ચોસલા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ ઉદાહરણો સાથે વિગતવાર સમજણ આપી હતી. શ્રી નવદીપ ટુંડિયાએ કોમ્પ્યુટરનો પરિચય કરાવ્યો હતો. ૩૦ એપ્રિલના સમાપન સમારંભમાં શ્રીમતી પ્રીતિબેન ભટ્ટ (પ્રમુખ, નગર પાલિકા) અને શ્રી મનુભાઈ જોગરાણા (આચાર્ય સર જે હાઈસ્કૂલ)ના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ થયું હતું.

 

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.