कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते
सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले ।
अलिकुलसङ्कुल कुवलय मण्डल मौलिमिलद्वकुलालिकुले
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।13।।

કમલદલ સમાન નિર્મલ કોમલ કાંતિયુકત વિમલ કલાથી ચમકતા ભાલ પ્રદેશવાળી, મધુર કંઠવાળા હંસકુળના પણ સમસ્ત વિલાસ કલાક્રમને ઢાંકી દેનાર સુંદર ક્રીડાયુકત ચાલવાળી, મસ્તક પર એકઠા થયેલા ભ્રમર સમૂહથી ઘેરાયેલા કમળચક્રને કારણે બકુલ અને ભ્રમરના આવાસ રૂપ… તારો જયજયકાર હો !

करमुरलीरववीजितकूजित लज्जितकोकिल मञ्जुमते
मिलितपुलिन्द मनोहरगुञ्जित रञ्जितशैल निकुञ्जगते ।
निजगणभूत महाशबरीगण रङ्गणसम्भृत केलिरते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।14।।

હસ્તમાં ધારણ કરેલ મુરલીના મધુર ધ્વનિ સમાન કોયલને પણ લજ્જિત કરનાર મંજુભાષિણિ, કિનારા પરના મધુર ગુંજારવથી આનંદિત, પર્વતોની નિકુંજોમાં ગમન કરનારી, મૂઢ શબરીગણને પોતાના ગુણોથી સદ્ગુણ સંપન્ન કરનાર ક્રીડાલતા… તારો જયજયકાર હો !

(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.