રામકૃષ્ણ મિશન, લીંબડી

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫ શાળાનાં ૨૨૫ વિદ્યાર્થીઓને ગણવેશ અપાયા હતા. શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ભદ્રાયુ વછરાજાની ઉપસ્થિતિમાં તા. ૧૭ જુલાઈના રોજ તેજસ્વી તારલાને ઇનામો અપાયાં હતાં. આ સભામાં ૯ શાળાના ૧૭૦૦ વિદ્યાર્થી ભાઈબહેનો હાજર હતાં.

૨૨ જુલાઈ ને સોમવારે સવારના ૫ થી બપોરના ૧૨ :૩૦ વાગ્યા સુધી મંદિરમાં ગુરુપુર્ણિમાનો ઉત્સવ ઉજવાયો. બપોરે ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૨૨ જુલાઈને સોમવારે સવારના ૫ થી બપોરના ૧૨ :૩૦ વાગ્યા સુધી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ગુરુપુર્ણિમાનો ઉત્સવ ભાવભક્તિપૂર્વક ઉજવાયો. વિશેષ પૂજા, હવન, ભોગ, આરતી અને ભજન યોજાયાં. ૩૦૦૦ થી વધુ ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો. સાંજના રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા ગુરુમહિમા વિશે પ્રવચનો યોજાયાં હતાં.

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય યુવા સંમેલન

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મિશનના ઇતિહાસમાં સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય યુવસંમેલન ૧૦ અને ૧૧મી ઓગસ્ટના રોજ એમ.એસ. યુનિ.ના સી.સી. મહેતા સભાગૃહમાં યોજાયું હતું. વિશ્વના ૨૪ દેશોના ૧૨પ અને ભારતમાંથી ૪૭૫ યુવાન ભાઈબહેનોએ ભાગ લીધો હતો.

પ્રથમ દિવસે સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચાર બાદ ગુજરાત રાજ્યના નાણા મંત્રી શ્રીનીતિનભાઈ પટેલે દીપ પ્રાગટ્યથી ઉદ્‌ઘાટન કર્યું હતું. સમારંભના પ્રથમસત્રમાં અતિથિવિશેષ સ્થાને રામકૃષ્ણ સંઘના મહામંત્રી પૂ. સ્વામી સુહિતાનંદજી મહારાજ હતા. બીજાસત્રમાં આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે યુવાનો સાથે એક કલાક સુધી માર્ગદર્શક પ્રવચન અને રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી. ટ્રેઈનના ડબ્બામાંથી મધરાતે લૂંટારુઓએ ફેંકી દેતા એક પગ ગુમાવી અનેક અટપટા ઓપરેશનો પછી નવજીવન મેળનાર લખનૌ નગરની યુવતી કુમારી અરુણીમા સિંહાએ લોહી નીંગળતા પગે હિંમત હાર્યા વિના માઉન્ટ એવરેસ્ટ પર ગત તા. ૨૩ મે, ૨૦૧૩ના રોજ પહોંચી જઈને વિશ્વની સર્વપ્રથમ વિકલાંગ મહિલા તરીકે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સન્માનનીય ડૉ. કલામે યુવાનોના હર્ષનાદો સાથે તેમનું સન્માન કર્યું હતું. અફઘાનીસ્તાનથી આવેલા વિશ્વની આઠ ભાષાના જાણકાર યુવાને અફઘાની લાંબો મખમલી કૂર્તાે અને લાંબી પાઘડી પહેરાવી ડૉ. કલામનું સન્માન કર્યું હતું.

બે દિવસના આ વિશ્વ યુવા સંમેલનમાં વિવિધ સત્રોમાં સમસ્ત રામકૃષ્ણ મઠ-મિશનના મહામંત્રી પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજના આશીર્વાદ-પ્રવચન સાથે રાજ્ય સરકારના યુવા-સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ શ્રી ભાગ્યેશ ઝા, પૂજ્ય સ્વામી આત્મરૂપાનંદ (અમેરિકા); પ્રવ્રાજિકા શુદ્ધાત્મ પ્રાણા (અમેરિકા); કુમારી અરુણિમા સિંહા; મેનેજમેન્ટ ગુરુ શ્રી. જી.નારાયણ, મનની શક્તિના પ્રસિદ્ધ માર્ગદર્શક ડૉ. જિતેન્દ્ર અઢિયા; રાજ્યના ટેકનીકલ એજ્યુકેશન કમિશ્નર શ્રીમતી જયંતી રવી; એન.સી.સી.ના એડીશનલ ડાયરેક્ટર મેજર જનરલ શ્રી દિલાવર સિંહ; કોલકાતાના શ્રી જયંત ચક્રવર્તી, પેરીસ સ્થિત યુનેસ્કોના ઉપાધ્યક્ષ ડૉ. બિકાસ સંન્યાલ; સ્વામી સર્વસ્થાનંદજી (રાજકોટ) વગેરેનાં પ્રવચનો યુવાનોએ માણ્યાં હતાં. સાથે ને સાથે દેશ-વિદેશમાં માત્ર ૧૯ વર્ષની યુવવયે ‘સ્વામી વિવેકાનંદ યુથ મુવમેન્ટ’ શરૂ કરનાર અને ૩૦ વર્ષોથી જંગલોમાં રહેતા વનવાસીઓના આરોગ્યની ખેવના રાખતા ડૉ. આર. બાલસુબ્રમણયમ્ તેમજ આ સંસ્થાના સચિવ અને આ આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનના આયોજક સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રાસંગિક માર્ગદર્શક પ્રવચનો મંત્રમુગ્ધ બની યુવાનોએ સાંભળ્યા હતા. જ્યારે ડૉ. સામ પિત્રોડા સાથે શિકાગોથી એક કલાક માટે ‘સ્વામીજીનો યુવાનોને સંદેશ’ વિશે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

રાતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અમેરિકાથી આવેલા વિવેકાનંદ વિદ્યાપીઠના સમૂહે અતિશુદ્ધ વેદ-મંત્રગાનથી સભાજનોને પ્રભાવિત કર્યા હતા. તાઈવાન, રશિયા, જર્મની, અમેરિકા, દક્ષિણ આફ્રિકા તેમજ આદીપુર (કચ્છ) અને હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ)ના યુવાનોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેન્નાઈ મિશનના ‘વેદાંત કેસરી’ના તંત્રી સ્વામી આત્મશ્રદ્ધાનંદ મહારાજે કર્યું હતું. સંમેલનના સમાપન સમયે સર્વેને સ્મૃતિ ચિહ્નરૂપે સ્વામી વિવેકાનંદના કુલ બાર પુસ્તકોની બે સીડી આપવામાં આવી હતી.

૨ામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમો૨િયલ, પો૨બંદર

૭ ઓગસ્ટના ૨ોજ સ્વામી વિવેકાનંદનાં ૧પ૦ વષર્્ાની ઉજવણી પ્રસંગે, ભવ્ય ૨થયાત્રાનો આરંભ ગદાધ૨અભ્યુદય તથા ફ્રી કોચીંગ સેન્ટ૨નાં બાળકોએ સ્વામીજીની પ્રતિમાને હા૨ પહેરાવીને કર્યો. તેમણે સ્વામીજીનું જીવન-પ્રદર્શન જોયું અને પ્રશ્નોત્ત૨ીમાં ભાગ લીધો. ૮મી ના ૨ોજ સવા૨ે ૮.૦૦ વાગે ગોઢાણિયા કોલેજમાં વિવેકાનંદ૨થનું કોલેજના સંવાહકો અને છાત્રાઓએ સ્વાગત કર્યું હતું. બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી પ્રદર્શનને ૩૦૦૦ વિદ્યાર્થીઓએ નિહાળ્યું અને ૧પ૦ વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્ત૨ીમાં ભાગ લીધો. બપો૨ે ૨.૦૦ વાગ્યે એમ.ડી.સાયન્સ કોલેજના સંવાહકો અને છાત્રછાત્રાઓએ વિવેકાનંદ૨થનું સ્વાગત કર્યું. સંસ્થાના સહ-અધ્યક્ષ્ા સ્વામી ચિ૨ંતનાનંદજી, ૨ાજકોટના સ્વામી વેદનિષ્ઠાનંદજીએ વિવેકાનંદજીનાં જીવન-સંદેશ વિશે પ્રવચનો આપ્યાં હતાં.

તા.૯ ઓગસ્ટે સંસ્થાના વિવેક હોલમાં દીર્ઘકાલીન મૂલ્યનિષ્ઠાના વર્ગાે લેના૨ શિક્ષકો માટે શિબિર યોજાઈ હતી. ૪પ શિક્ષ્ાકો માટેની આ શિબિરમાં મુખ્ય વક્તા ત૨ીકે શ્રી૨ામકૃષ્ણ આશ્રમ ૨ાજકોટના સ્વામી વેદનિષ્ઠાનંદ અને સ્વામી મંત્રેશાનંદે પ્રવચનો આપ્યાં હતાં. દ૨ેક શિક્ષ્ાક ભાઈ-બહેનને સ્વામી વિવેકાનંદજીનાં ફોટા અને પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતાં. સૌએ પ્રસાદનો લાભ લીધો હતો.

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.