ગતાંકથી આગળ…

બહુ થોડી અને સામાન્ય આવશ્યકતાઓવાળા ઉપેન મહારાજ એક સીધા સાદા માણસ હતા. તેમના કોઈ ઉલ્લેખવા જેવા ભક્તો ન હતા. એટલે એમને ભાગ્યે જ પ્રણામી મળતી. સ્વાભાવિક રીતે તેમની પાસે પૈસા ન હતા. સ્વામી અદ્‌ભુતાનંદજીની જન્મભૂમિ છપરામાં જ્યારે હું એક નવું કેન્દ્ર શરૂ કરવા જતો હતો ત્યારે એમણે ટેબલનાં ખાનાં ખંખોળી ખંખોળીને મને ૧૦૦ રૂપિયા આપ્યા અને લાગણી સાથે કહ્યું, ‘આ રકમ લાટુ મહારાજની પ્રણામીરૂપે સ્વીકાર !’ ખરેખર આ પ્રસંગ હૃદયસ્પર્શી હતો ! એમના આ દાનને માન આપીને અમે એમના નામે આ કેન્દ્રની પ્રથમ રસીદ આપી. જો કે ઐતિહાસિકતા જેમને માટે ગૌણ હતી, તેઓ મહાન ઇતિહાસમાં ચોક્કસપણે અણજાણ્યે સ્થાન પામી શક્યા.

દર મહિનાની ૧લી તારીખે હું દરરોજ એમને સવારે ૮.૩૦ વાગ્યે મળતો. અને બીજા પ્રસંગોએ પણ એમને મળતો રહેતો. છેલ્લી વખત જ્યારે હું એમને મળવા ગયો ત્યારે મને કહેવામાં આવ્યું કે તેઓ હમણાં જ બ્રહ્મલીન થયા છે. તેમણે પોતાનો સવારનો નાસ્તો લીધો, થોડો આરામ કર્યો, થોડી બેચેની અનુભવી અને તેમણે લંબાવ્યું અને ક્ષણવારમાં જ સવારના ૮.૦૦ વાગ્યાની આસપાસ તેમણે દેહ છોડ્યો. આ બધું મારા માનવામાં ન આવ્યું. હું એમની ઉપસ્થિતિથી એટલો બધો ટેવાયેલો હતો કે એમનું આમ અચાનક દેહ છોડીને ચાલ્યા જવું એ મારા માટે સ્વીકારવું અશક્ય હતું.

હું એમના ખંડમાં પ્રવેશ્યો ત્યાં જાણે કે નિદ્રિત અવસ્થામાં હોય તેવી રીતે તેમના પર એક ધાબળો ઓઢાડેલો હતો. આવી સૂતેલી અવસ્થામાં મેં એમને કેટલીય વાર જોયા હતા. ઓરડાની અંદર કે બહાર ક્યાંય એમના દેહાવસાનની એકેય નિશાની ન હતી. હું ધીમેથી બોલી ઊઠ્યો, ‘મહારાજ !’ જો એકાદ પળ માટે કદાચ તેઓ પોતાની આંખ ઊઘાડે અને મને કહે કે, ‘કેમોન આછો ? – કેમ છે ભાઈ ?’

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.