શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
જન્માષ્ટમી મહોત્સવ
૨૮ ઓગસ્ટ, બુધવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મમહોત્સવના ઉપલક્ષ્યમાં સમૂહ ગીતાપાઠ, વિષ્ણુ સહસ્રનામ પઠન, સાંજે શ્યામનામ સંકીર્તન અને આરતી પછી ભગવાન શ્રીકૃષ્ણના જીવનસંદેશ વિશે પ્રવચન યોજાયું હતું.
સ્વામી વિવેકાનંદના જીવન પર પપેટ શો
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ મિશન, ન્યૂ દિલ્હીના સહકારથી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાત ભરમાં ૭મી સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે નામના ધરાવતી ‘ભારતીય લોકકલા મંડલ, ઉદેપુર’ સંસ્થા દ્વારા સ્વામી વિવેકાનંદના જીવનસંદેશ પર પપેટ શોનું આયોજન થયું હતું. આ સંસ્થાને ‘ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ, ન્યૂ દિલ્હી’નો સહકાર સાંપડ્યો છે. ૨૯ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ન્યૂ દિલ્હીના રામકૃષ્ણ મિશને આ પપેટ શોનું ઉદ્ઘાટન કર્યું. એ વખતે ન્યૂ દિલ્હીના ‘સ્ટેટ્સમેન’માં આ સમાચાર આવ્યાં : ‘જ્યારે આ કઠપૂતળીઓએ સ્વામી વિવેકાનંદની જીવનની વાત રજૂ કરી ત્યારે સભાગૃહ મંત્રમુગ્ધ બનીને એ શો નિહાળી રહ્યું હતું.’ પપેટ શો નો આરંભ એક નાનો બાળક લેપટોપ પર રમત રમે છે અને દાદાજી સાથે એનો વિચાર વિનિમય કરે છે. એ વખતે દાદાજીએ ‘નરેનની વાત’ ઉપાડી પછી તો વાર્તા કથન દ્વારા સ્વામી વિવેકાનંદના જીવનની ઘટનાઓ, સ્વામીજીએ કહેલી વાર્તાઓ, અલવરના મહારાજાનો દરબાર જેવા કેટલાય સુંદર પ્રસંગોની વાતો એમાં રજૂ થાય છે અને બાળકો સ્વામીજીના જીવન અને સંદેશ સાંભળીને મંત્રમુગ્ધ બની જાય છે. પપેટ શો હીન્દી ભાષામાં છે અને ૭૨ મિનિટ્સનો સમય લે છે. સ્ટેજ વગેરેની ગોઠવણીમાં એમને ચારેક કલાકનો સમય લાગે છે. અત્યાર સુધીમાં તારિખ ૬/૯ રાપર, ૭/૯ આદિપુર ૮/૯ ભુજ, ૯/૯ કડવીબાઈ વિરાણી, રાજકોટ, ૧૦/૯ વિવેક હોલમાં મુરલીધર અને ઈનોવિટિવ સ્કુલ માટે બે શો, ૧૧/૯ બે શો આશ્રમના વિવેક હોલમા, ૧૨/૯ ધોળકિયા સ્કુલ બે શો, ૧૩/૯ તક્ષગૃપ વિવેક હોલ, ૧૪/૯ ટી.જી.ઈ.એસ કેમ્પસ ચાર શો, ૧૬/૯ પોરબંદર આર્યકન્યા ગુરુકુળ, ૧૭/૯ ગોધાણી કોલેજ પોરબંદર, ૧૯/૯ જામનગર ટાઉન હોલ બે શો, ૨૧/૯ નડિયાદ ટાઉન હોલ, ૨૨/૯ બારડોલી કન્યા વિદ્યાલય બે શો, ૨૩/૯ ભરૂચ રુંગટા વિદ્યાલય બે શો, ૨૪/૯ સુરત ગર્લ્સ પોલિટેકનિક એક શો, ૨૫/૯ ધરમપુર એક શો, કડી એક શો, ગાંધીનગર એક શો, આમ હજારો વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો હતો.
રામકૃષ્ણ મિશન, પોરબંદર
ગરીબ અને જરૂરત મંદ વિદ્યાર્થીઓને રોકડ સહાય, પુસ્તકો, નોંધપોથી, શાળા-કોલેજની ફીની સહાય ૧૩૭૦ વિદ્યાર્થી ભાઈબહેનોને અપાઈ હતી.
પોરબંદરમાં પપેટ શો
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા આર્ય કન્યા ગુરુકુળ વિદ્યાલય તેમજ વી. આર.ગોઢાણીયા કોલેજમાં સ્વામીજીનાં જીવન કવન પર આધારિત રાજસ્થાનના ઉદયપુરની સંસ્થા ‘ભારતીય લોકકલા મંડળ’ દ્વારા પપેટ શોનું આયોજન થયું હતું. કોલેજનાં વિદ્યાર્થી ભાઈબહેનો, કર્મચારી ગણ અને આશ્રમના ભક્તજનોએ આ પપેટ શોને માણ્યો હતો. સંસ્થાના સચિવ સ્વામી આત્મદીપાનંદ અને લોકકલા સંસ્થાનના શ્રીશ્યામમાલીએ પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં.
ઉત્તરાખંડ પૂરરાહત કાર્ય
*કનખલ કેન્દ્ર દ્વારા રુદ્રપ્રયાગ જિલ્લાનાં ૩૦ ગામડાનાં ૧૧૬૭ કુટુંબોમાં ૫૭૦૦ કિ. લોટ, ૨૩૮ કિ. દાળ, ૫૦૦ કિ. બટેટા, ૫૨ કિ. સોયાબીન, ૩૭ કિ. મરીમસાલા, ૩૩૨૬ કિ. ખાંડ, ૧૧૮૦ પ્રે.કુકર, ૩૪૯ રાંધવાનાં વાસણ, ૧૦૭૬ બાઉલ્સ, ૧૦૦૦ ચમચા, ૧૬૫ ડોલ, ૬૦૦ મગ, ૫૩૦ ચાદર, ૨૫૨ ધાબળા, ૩૯૦ પોલીથીન શીટ્સ, ૧૨૦ ટીશર્ટ, ૧૫૦ પેકેટ ટૂથપેસ્ટ, ૬૩૨૦ બાકસ બોક્સનું વિતરણ થયું હતું. આ ઉપરાંત ૪૫૮ પૂરપીડિતોને દાક્તરી સહાય આપી હતી.
*દેહરાદૂન કેન્દ્ર દ્વારા ચમોલી જિલ્લાના જોશી મઠના કેમ્પમાંથી રાહત સેવાકાર્ય ચાલતું રહ્યું છે. ગોવિંદ ઘાટ, નીતિ ઘાટ, પાંડુકેશ્વર વિસ્તારનાં ૨૧૩૭ કુટુંબોમાં ૭૫૧૦ કિ. ચોખા, ૯૯૧૦ કિ. લોટ, ૨૬૦૭ કિ. દાળ, ૧૭૦૨ લિટર ખાવાનું તેલ, ૫૬૩ કિ. મરીમસાલા, ૧૬૩૭ કિ. મીઠું, ૪૭૫ કિ. ચા, ૩૦૪૪ કિ. ખાંડ, ૨૬૦ કિ. ગોળ, ૪૯ પ્રાઈમસ, દરેક સેટમાં બે રાંધવાનાં વાસણ, ૩ જાર, ૬ ટંબલર, ૬ થાળી અને ૬ વાટકા એવા ૭૦ સેટ્સ, ૩૪૬૨ ધાબળા, ૧૮૦ સેટ પુસ્તકો અને નોંધપોથીઓ, ૨૦૦ તાલપતરી, ૨૫૨ ટોર્ચ, ૫૦૦ સોલર ફાનસનું વિતરણ થયું હતું.
શ્રીશ્રીમા સારદાદેવી કહેતાં, ‘જે હોય તે આપે અને ન હોય તે જપે.
શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્ય પ્રચાર
હળવદના શરણેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યના પ્રચારપ્રસાર માટે શરૂ થયેલા પુસ્તક વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન હળવદ તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી બી.એન. ગુર્જરે કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી નવલભાઈ શુક્લ અને સેવાભાવી સ્વયંસેવકો હાજર હતા. આ સંસ્થાએ સ્વાધ્યાયમાળા માટે પણ ૩ હજાર વિદ્યાર્થીઓની નામ નોંધણી કરી છે.
રામકૃષ્ણ મિશન, લીંબડી
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉપલક્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વામીજીના પ્રેરણાદાયી ‘જીવન અને સંદેશ’ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ માટે રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા વિવેકાનંદ વિદ્યા મંદિર, ચોકડીના ૧૦ ઓગસ્ટે ૨૦૦૦ વિદ્યાર્થીઓ, ૧૫ ઓગસ્ટે વિવેકાનંદ કોટડાના ૨૫૦૦ વિદ્યાર્થીઓ, ૨૨ ઓગસ્ટે વિવેકાનંદ વિદ્યા મંદિર, જોબાળાના ૭૦૦ વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૧૧ સપ્ટેમ્બરના રોજ વિવેકાનંદ દોડમાં સુરેન્દ્રનગર જ્લ્લિાના ૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
Your Content Goes Here