વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ખૂણે પહોંચે અને ગુજરાતનું યુવાધન એમના સંદેશને ઝીલે અને જીરવે એ હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘વિવેકાનંદ રથ’ નામનું હાલતું ચાલતું બસમાં ગોઠવેલ પ્રદર્શન સર્વસ્થળે લઈ જવાનું નક્કી કર્યું છે. આ બસમાં પાછળના ભાગમાં સ્વામીજીની ધ્યાનસ્થ પ્રતિમા રાખી છે. સ્વામીજીનાં જીવન અને સંદેશનું પ્રદર્શન, સ્વામી વિવેકાનંદનું સાહિત્ય, દૃશ્ય-શ્રાવ્ય યુનિટ જેવી સુવિધાઓ એમાં ગોઠવી છે. શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ, ભક્તો તેમજ સ્વયં સેવકો આ પ્રદર્શનને ગુજરાતનાં વિવિધ સ્થળે લઈ જાય છે. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે આશ્રમના પ્રાંગણમાં તેનું મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું.

સ્વામીજી ગુજરાતની પુન :મુલાકાતે : ૧૨૦ વર્ષ પહેલાં ૧૮૯૧-૯૨માં સ્વામી વિવેકાનંદે એક પરિવ્રાજક સંન્યાસીરૂપે ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એમણે પ્રાચીન ભારતના ભવ્ય વારસાને ઓળખ્યો-જાણ્યો હતો; દેશનાં પતનનું કારણ પણ જાણી લીધું હતું અને ભાવિ વિજયના પથને પણ સુનિશ્ચિત કરી દીધો હતો. પાછળની બારીના કાચમાંથી સ્વામીજીની બેઠેલી અવસ્થાની ધ્યાનસ્થ મુદ્રા જાણે કે ‘મારો ભારતવર્ષ, જાગો !’ના રણભેરી નાદ સાથે ગુજરાતનાં વિવિધ સ્થળોની પરિવ્રાજ્યામાં ફરીથી નીકળ્યા હોય એવું આપણને લાગે છે.

પ્રદર્શન : સ્વામીજીએ કહ્યું હતું કે તેઓ ‘અશરીરી વાણી’ છે. વિશ્વને એમણે આપેલો સંદેશ સર્વત્ર સમગ્ર જનસમૂહમાં એમાંય વિશેષ કરીને યુવાનોમાં પ્રસરાવવો જોઈએ. સ્વામી વિવેકાનંદને ‘આધુનિક યુવજગતના આદર્શ’રૂપે જાણતા હોવા છતાં અને એમનાં પ્રત્યે માનઆદરની ભાવના રાખવા છતાં આજનો યુવાન એમનાં જીવન અને સંદેશની બધી બાબતોથી વાકેફ નથી. જ્યાં સુધી યુવાનો સ્વામીજીના આદર્શ વિશે નહીં જાણે, એમના ઉપદેશોનો અભ્યાસ નહીં કરે ત્યાં સુધી સ્વામીજી એમને માટે શું આપી ગયા છે એ તેઓ જાણી શકશે નહીં. સ્વામી વિવેકાનંદનાં જીવનની પ્રેરક ઘટનાઓ અને સંદેશ પર આધારિત ૪૦ પેનલ્સનું પ્રદર્શન સહુ કોઈને પ્રેરણાદાયી બને રહેશે. એમાં સ્વામીજીનાં જીવન અને સંદેશના અત્યંત પ્રેરક પ્રસંગો એવી રીતે પસંદ કર્યા છે કે જે માત્ર હકીકતો કે આંકડાકીય માહિતી પર આધારિત નથી. એમાં તો છે સમગ્ર વિશ્વને બોધપાઠ આપતો મહામાનવના જીવનના વિવિધ સંદેશ.

વિવિધ સ્થળે રથ કેવી રીતે જશે : ગુજરાતનાં વિવિધ સ્થળોના સ્વામી વિવેકાનંદ ભાવધારાને વરેલા ભક્તો કે શુભેચ્છકોનો આશ્રમના સંન્યાસીઓ સંપર્ક કરશે અને એ પ્રમાણે રથયાત્રાની યોજના તૈયાર થશે. સામાન્ય રીતે શક્ય તેટલી વધુ સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રદર્શન જાય એવી વ્યવસ્થા ગોઠવીશું. રાજ્યના બધા યુવાનો સુધી આ રથને પહોંચાડવો શક્ય નથી. આશ્રમના સંન્યાસીઓ અને ભક્તોએ પોતાના અંતરમાં ‘સ્વામીજીના સંદેશને ફેલાવવા ઘણું ઘણું કરવાનું છે અને બહુ ઓછું કાર્ય થાય છે’ એવી લાગણી અનુભવે છે. છતાંય અમારો પ્રયત્ન બધે ઘૂમી વળવાનો રહેશે.

કાર્યક્રમ : શાળા કે કોલેજના પ્રાંગણામાં રથ પહોંચે એટલે શાળાના સંવાહકો, વિદ્યાર્થીઓ દ્વારા તેનું સ્વાગત્ કરવામાં આવે છે. ઘણે સ્થળે વિદ્યાર્થીઓ ડ્રમ વગાડી છે, સ્વામીજીનો જયનાદ કરી છે અને રથના માર્ગમાં પુષ્પો વેરે છે અને આમ ધીમે ધીમે રથ આગળ વધે છે. ગુજરાતની પ્રણાલી પ્રમાણે શાળાની બહેનો કે શિક્ષિકાઓ સ્વામીજીની પ્રતિમાને તિલક કરીને તેની આરતી ઉતારે છે અને પુષ્પો અર્પણ કરે છે. આ પ્રમાણે સ્વામીજીનું શાળા કે કોલેજમાં અભિવાદન થાય છે. પછી ખુલ્લા મેદાનમાં પ્રદર્શન રાખવામાં આવે છે. સ્વામીજીનાં પ્રેરક ગીતો અને પ્રેરકવાણી શ્રાવ્ય સાધનો દ્વારા વહેતાં થાય છે. આને લીધે સ્વામીજીના જુસ્સાનું એક અનન્ય વાતાવરણ રચાય છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા રહીને એક પછી એક પ્રદર્શન નિહાળે છે. અત્યંત સસ્તા દરના, યુવાનોને પ્રેરે તેવા અને માનવનું ઘડતર કરતા સ્વામીજીના સંદેશ વિશેના પુસ્તકોનું વેચાણ પણ ખુલ્લું મુકાય છે.

પ્રદર્શન વિશે ક્્િવઝ – સ્વામીજીના સંદેશને યુવાનો સુધી પહોંચાડવાની એક સાચી રીત : આજનો યુવાન પહેલાં પહેલાં તો એમને જ્યારે રસપ્રદ ન લાગે એવી કંઈક ગહન અને મહત્વની બાબતને કાને ધરવા ધ્યાન અને એકાગ્રતાનો અભાવ અનુભવે છે. આવા સામાન્ય વલણને કારણે ક્યારેક જીવનને સંતર્પક નીવડનારી સાચી બાબતો પણ તેઓ ચૂકી જાય છે. સ્વામીજીનાં જીવન અને સંદેશને ઝીલવા માટે આવશ્યક એકાગ્રતા અને વલણના અભાવને કારણે એમના સંદેશ માટે લાંબાલચ વ્યાખ્યાનો પણ કામે લાગતાં નથી. વળી સ્વામીજીનો સંદેશ સૌને માટે છે અને એને આપણે ગમે તે કારણે એક બાજુએ મૂકી ન શકીએ. સ્વામીજીના સંદેશને ફેલાવવા આ કાર્ય અને પ્રયત્ન આપણે સતત કરતાં રહેવું જોઈએ. એટલે જ યુવાનોને આ સંદેશ પહોંચાડવા સ્વામીજીનાં જીવન અને સંદેશ વિશેનાં પ્રદર્શનની એક ક્્િવઝ પણ ગોઠવી છે. આ ક્્િવઝ અનોખું કાર્ય કરે છે. આ પ્રદર્શનની એક કલાકની ક્્િવઝ-શીઘ્ર પ્રશ્નોત્તરીનો વિદ્યાર્થીઓ આનંદ પણ માણી શકશે. પ્રશ્નો પુછાય, વિદ્યાર્થીઓ ઉત્તર માટે શાંતિમાં ડૂબી જાય અને ઉત્તર મળતા તાળીઓ અને હાસ્યોના ફૂઆરા ફૂટી નીકળે. ક્્િવઝની આ મજાની ગમ્મત વિદ્યાર્થીઓને એમની પ્રવૃત્તિઓમાં એકાગ્રચિત્ત બનાવી દે છે. એક વખત પ્રદર્શન જોયા પછી વિદ્યાર્થીઓને સ્વામીજીનાં જીવન અને સંદેશ વિશે વિચારવા અને જાણવાની એક બીજી તક મળી રહેશે. આ ક્્િવઝના અંતે સ્વામીજીનાં પુસ્તકો અને ચિત્રોનું શાળાના વિદ્યાર્થીઓમાં વિતરણ થશે.

સંદેશ્ા : કાર્યક્રમનું સમાપન સ્વામીજીએ આપેલ ‘સ્વદેશ મંત્ર’ના સમૂહ ઉચ્ચારણ સાથે થશે. સમગ્ર શાળાનું વાતાવરણ સ્વામીજીના અગ્નિમંત્રથી ઝંકૃત થઈ ઊઠશે અને ‘ભારતીય હોવાનું ગૌરવ’ તેમજ ‘માતૃભૂમિનાં સંતાન હોવાનું ગૌરવ’ તેમજ ભારતના સનાતન આધ્યાત્મિક વારસાના સાચા વારસદાર બનવા માટેનું સ્વામીજીનું આહ્‌વાન પણ વિદ્યાર્થીઓ યાદ રાખશે.

અમારી અપેક્ષા : ૩૧ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર અને કચ્છ જિલ્લાના દૂરસૂદૂરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ૬૫ મુલાકાતોમાં આશરે ૨૫ હજાર વિદ્યાર્થીઓને આવરી લીધા છે. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અમે ઓછામાં ઓછી ૧૫૦ રથયાત્રા મુલાકાત યોજવા ઇચ્છીએ છીએ. અમારા આ સુકાર્ય માટે સ્વામીજીની પ્રેરણા અને અમીકૃપા અમારા પર થાય તેવી અમારી એમનાં શ્રીચરણકમળમાં પ્રાર્થના.જોઉં છું અને એ પ્રદેશોમાં વિદ્યુતવેગે થતાં પરિવર્તનોને નિહાળું છું ત્યારે મને ચોક્કસપણે એવું લાગે છે અને હું સ્પષ્ટપણે એવું અનુભવું છું કે એ પુરાણા દિવસો વધારે સારા, વધુ ભવ્ય અને દિવ્ય હતા.

Total Views: 121
By Published On: October 1, 2013Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram