શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨ નવેમ્બરની રાત્રે શ્રીશ્રી મા કાલીની પૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયું હતું. રાતના ૯.૦૦ વાગ્યાથી સવારના ૫.૦૦ વાગ્યા સુધી ષોડશોપચાર પૂજા, હવન, ભજન, કાલીકીર્તનનો કાર્યક્રમ ભક્તજનોએ ભાવથી માણ્યો હતો. કાર્યક્રમને અંતે પ્રસાદનું વિતરણ થયું હતું.
રામકૃષ્ણ મિશન, લીંબડી
૧૧ નવેમ્બરના રોજ લીંબડીનાં શ્રીમંદિરમાં શ્રીશ્રી જગદ્ધાત્રી પૂજામાં ભાવિકજનોએ ભાવથી ભાગ લીધો હતો.
રામકૃષ્ણ મિશન, વડોદરા
સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ અને પૂરને કારણે વડોદરા જિલ્લામાં ૧૫ ગામડાંમાં અસરગ્રસ્ત લોકોમાં ૧૫૦૦ કિટ્સ (દરેક કિટમાં ૭.૫ કિ.ચોખા, ૨.૫ કિ. દાળ, ૧ કિ. મીઠું તેમજ મરીમસાલા સાથે ૧ લીટર તેલ, ૧ કિ. બટેટાં, ૧ કિ. ડુંગળી તથા ૨૫૦ ગ્રામ લસણ વગેરે)નું વિતરણ કર્યું હતું.
ફૈલિન ચક્રવાત રાહતસેવાકાર્ય, રામકૃષ્ણ મિશન, બેલુર મઠ
તાજેતરમાં ઓક્ટોબરના મધ્યમાં ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા આ વાવાઝોડાએ તથા ભયાનક વરસાદ અને પૂરે મોટી તારાજી સર્જી હતી. રામકૃષ્ણ મિશન દ્વારા તત્કાલ રાહતકાર્ય શરૂ થયું હતું. અમારા વિશાખાપટ્ટનમ્ કેન્દ્ર દ્વારા માચ્છીમારો માટે નેટ (જાળ) અને નાવનું રીપેરીંગ કામ થયું હતું.
ભુવનેશ્વર, કોઠાર, પુરી મઠ અને પુરી મિશન દ્વારા રાંધેલું અનાજ, ઘરની ખાદ્ય સામગ્રી, વસ્ત્રો, ધાબળા, વાસણ વગેરેનું વિતરણકાર્ય મયૂરભંજ, ગોપાલપુર અને દેહરામપુર તેમજ ચીલ્કામાં થયું હતું. આંટપુર અને તામલુક કેન્દ્રો દ્વારા હાવડા, હુગલી અને પૂર્વમેદીનીપુર જિલ્લામાં પ્રાથમિક રાહત સેવાકાર્ય શરૂ થયાં હતાં.
Your Content Goes Here