यत्सङ्गीतस्वरमधुरिमापानतृप्तान्तराणां
ब्रह्मानन्दोऽनुभवपदवीं प्राप सद्भावुकानाम् ।
यद्व्याख्यानश्रवणविगलत्सर्ववेद्यान्तराणां
ज्ञानानन्दः प्रतिपदसुधास्वादभाजां जनानाम् ।।5।।
વિવેકાનંદની વાણીમાં અમૃત ઝરે, સંવાદિતાઓની અમીવર્ષા થતી રહે; દિવ્યતાનું ગાન ગવાય અને આનંદની સૂરાવલીઓ વહેતી થાય હવામાં; સમીપ રહેનાર ભોગલાલસા ભૂલીને થોડી પળો માણે એ અમીઆનંદને, આપે વક્તવ્ય અને અનેકનાં મનને હરી લે; મુખેથી વહેતા શબ્દ અને અવાજના અજબ જાદુથી બનાવે હજારોને મંત્રમુગ્ધ. સાંભળનાર સૌએ સ્વર્ગીય આનંદની દુનિયામાં જાણે એક ડોકિયું કરી લીધું.નરેન હતો સાચો વૈરાગી, ત્યાગી
दृष्ट्वा विद्याविभवमतुलं यस्य विभ्राजमानं
पाश्चात्यानामतिधनवतामस्तमाप्तो हि गर्वः ।
दिव्यं तेजः शुचितमसुशीलोद्भवं यन्मुखाब्जे
गौरास्यानामशुचिचरितानामभूत् कृष्णभावः ।।6।।
જોઈ આ દિવ્યભવ્ય ભારતીય સંન્યાસીને; ગર્વિષ્ઠ, અવિનમ્ર, ઉદ્ધત પશ્ચિમવાસી લઘુતા અનુભવે અને કંપે. ભવ્યદિવ્ય સૂર્યને જોતાં સવારની ઝાકળની જેમ એમનો અહંકાર ઓગળે, સ્વામી વિવેકાનંદના ચળકતા ચહેરા સામે ધવલવર્ણનાં તેજ ઝંખવાઈ જાય.
(ઓત્તૂર સુબ્રહ્મણ્ય નાંબુદ્રીપાદ રચિત શ્લોકમાળામાંથી)
Your Content Goes Here