महायोगो मेरीतनयमतमानाय घटितो
व्यरंसीदार्षस्य च्युतिरहित धर्मस्य विजये ।
वधार्थं दैत्यारेनिर्जविरचिते मल्लसमरे
स्वयं कंसो ध्वस्तो निरतिशयवीर्येण हरिणा ।।2।।
હરિનો વિનાશ કરવા કંસે કાવતરું રચ્યું પણ અંતે એનું આ કાર્ય સ્વવિનાશ બની રહ્યું, તેની જેમ જ આ ધર્મપરિષદ ખ્રિસ્તી ધર્મના અને એમાંય મેરી પુત્ર ઈસુના ધર્મનાં ગુણગાન ગાવા માટે યોજાઈ હતી, પરંતુ આર્ષધર્મના અકલ્પ્ય વિજયમાં પરિણમી.
विवेकानन्दाख्यस्सकलसुजनैः कीतिर्तयशा-
स्सुगंम्भीराकारः श्रुतिवचनसारार्थविदुरः।
स्वजन्मोर्वीभत्त्कस्सहृदयमणिर्ब्रह्मरि परे
सदामग्नो लोकव्यवहृतिविदग्धो विजयताम्।।4।।
બલિષ્ઠ અને સુંદર દેહયષ્ટિવાળા, શાસ્ત્રોમાં વિદુર જેવા નિપુણ, માતૃભૂમિના પરમચાહક, સદૈવ પરમાનંદમાં ડૂબેલા મનવાળા સાથે ને સાથે દુનિયાની વાસ્તવિકતાને પણ બરાબર જાણનારા સ્વામી વિવેકાનંદનો જય હો.
(ઓત્તૂર સુબ્રહ્મણ્ય નાંબુદ્રીપાદ રચિત શ્લોકમાળામાંથી)
Your Content Goes Here