ફલોરીકલ્ચર એ હોર્ટિકલ્ચર સાયન્સની એક વિદ્યાશાખા છે, જેમાં વિવિધ પ્રકારના ફૂલછોડનું ઉત્પાદન, વેચાણ વ્યવસ્થા, ઈન્ડોર તેમજ આઉટડોર ગાર્ડન ડિઝાઈનિંગ, તેમજ વિવિધ પ્રકારના ફૂલોની ગોઠવણી વગેરેનો સમાવેશ થાય છે. જે વિજ્ઞાનશાખા સાથે સાથે એક પ્રકારની કળા પણ છે. ફલોરીકલ્ચર સાયન્સમાં પણ ચાર પેટા વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે. જેમાં કોમર્શિયલ ફલોરીકલ્ચર, આર્બાેટીકલ્ચર, ઓર્નામેન્ટલ ફલોરીકલ્ચર તેમજ લેન્ડ સ્કેપ ગાર્ડનિંગ મુખ્ય શાખાઓ છે. આ ઉપરોક્ત શાખાઓમાં લેન્ડ સ્કેપ ગાર્ડનિંગ વિદ્યાશાખા એક નવી જ ઉભરતી કળા છે. જેમાં વિવિધ પ્રકારનો ફૂલછોડ તેમજ ફૂલઝાડ વગેરેનો આર્કિટેકચરની દૃષ્ટિએ પ્લાનિંગ અને ગોઠવણનો સમાવેશ થાય છે. લેન્ડ સ્કેપ ગાર્ડનિંગમાં બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ, પબ્લિક તેમજ પ્રાઈવેટ એરિયાઝ ઉપરાંત ઘરની આજુબાજુની ખુલ્લી જગ્યાની સુંદરતા અને પ્રકૃતિમય વાતાવરણ ઊભું કરવા માટે ઉપયોગ થાય છે. ગાર્ડનિંગના મુખ્યત્ત્વે બે પ્રકાર છે.

જેમાં ઘરની અંદર સુશોભન માટે કરવામાં આવતા ગાર્ડનિંગને ઈન્ડોર ગાર્ડનિંગ અને ઘરની બહાર ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવતા ગાર્ડનને આઉટડોર ગાર્ડનિંગ તરીકે ઓળખવામાં આવે છે.

ઈન્ડોર ગાર્ડનિંગમાં ઘરની અંદર વિવિધ પ્રકારનાં વિવિધ ડિઝાઈનવાળા કુંડાઓમાં અલગ અલગ ઈન્ડોર પોટેડ પ્લાન્ટ રાખવામાં આવે છે. દરેક પ્લાન્ટની ગરમી, ઠંડી, તડકો, છાયો તેમજ ભેજની સહનક્ષમતા જુદી જુદી હોય છે. તે મુજબ છોડની પસંદગી તથા લોકેશન રાખવું જોઈએ. ઘરની અગાશી ઉપર ખુલ્લી જગ્યા હોય તો ટેરેસ ગાર્ડન પણ બનાવી શકાય. જેમાં ટેરેસનું તળિયું સિમેન્ટ ક્રોંકિટ વડે વોટરપ્રૂફ બનાવવું જરૂરી છે. બાલ્કનીમાં જગ્યા હોય તો વિવિધ પ્રકારના પ્લાન્ટ સ્ટેન્ડનો ઉપયોગ કરી બાલ્કની ગાર્ડન પણ બનાવી શકાય છે. ઉપરાંત ડ્રોઈંગ રૂમમાં કે ઓફિસમાં બોટલ ગાર્ડન પણ બનાવી શકાય. આઉટડોર ગાર્ડનિંગમાં ઘરની બહાર ખુલ્લી જગ્યામાં નૈસર્ગિક વાતાવરણ ઊભું કરવા માટે વિવિધ ગાર્ડન કમ્પોનન્ટસનો ઉપયોગ કરી પ્લાનિંગ મુજબ લેન્ડ સ્કેપિંગ કરવામાં આવે છે. જેથી કરીને નવરાશના સમયમાં માનસિક તાજગી મેળવવા માટે ઉપયોગી થઈ શકે. આ ઉપરાંત શારીરિક શ્રમકરવાથી શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. જેથી કરીને આપણે કુદરતના સાંનિધ્યમાં હોવાનો અહેસાસ કરી શકીએ છીએ.

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.