सुरश्लाघ्यश्लोकोऽप्यपगतमदोत्सेककणिकः
स्वजन्मोर्वीप्रेष्ठोऽष्यखिलजगतां क्षेमनिरतः।
निजानंदारामोऽप्यगतिषु दयाविध्दहृदयो
विवेकानन्दख्यो भुवि यतिवरेण्यो विजयताम्।।5।।

અહંના કલંકથી સદૈવ નિર્મળ રહેનાર અને દિવ્યતાને ગ્રહણ કરનાર, પોતાની જન્મભૂમિને ચાહતા હોવા છતાં સમગ્ર વિશ્વના લોકોનું ક્ષેમકલ્યાણ ઇચ્છનાર, સ્વર્ગીય દિવ્યઆનંદમાં ડૂબી જનાર અને અસહાયને હૃદયથી સહાય કરવા ઇચ્છતા સ્વામી વિવેકાનંદનો જય હો.

यतो निर्वेदग्निर्ज्वलति विषयासक्तिदहनो
यतो ज्ञानादित्यस्तपति हृदयध्वान्तदलनः।
यतश्च प्रेमेन्दुर्लसति परमानन्दरसदो
विवेकानन्दस्य त्रिभुवनगरिष्ठो विजयताम्।।6।।

ત્રિભુવનમાં સૌથી વરિષ્ઠ, ત્યાગના વૈરાગના અગ્નિથી દુન્યવી સુખોને શાંત કરનાર, જ્ઞાનસૂર્યના પ્રકાશથી ભીતરના અંધકારને દૂર કરનાર અને પ્રેમના ચંદ્રથી સર્વ પર અમીકૃપા વરસાવનાર સ્વામી વિવેકાનંદનો જય હો.

(ઓત્તૂર સુબ્રહ્મણ્ય નાંબુદ્રીપાદ રચિત શ્લોકમાળામાંથી)

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.