स्वच्छन्दं भुवनेश्वरीजठरतो जातः स्वयं जन्मना-
संसिद्धोऽपि मनुष्यभावमनुसृत्यान्वेषयन् सद्गुरूं।
चन्द्रासूनुमुपेत्य तत्करुणया ब्रह्मावगच्छन् स्फुटं
तज्ज्ञानं जगते वितीर्य गतवान् जेजेतुकाशीश्वरः।।8।।
ભુવનેશ્વરીદેવીની કૂખે કાશીવિશ્વનાથ સ્વેચ્છાએ જન્મનાર, મનુષ્યભાવને અનુસરીને પોતે સંસિદ્ધ હોવા છતાં ગુરુની અન્વેષણા કરનાર, ચંદ્રામણિદેવીના પુત્ર (શ્રીરામકૃષ્ણ) પાસે જઈને એમની કૃપાથી સર્વોત્કૃષ્ટ સત્યને હૂબહૂ અનુભવનાર, પોતાના દેહાવસાન પહેલાં સમગ્ર વિશ્વને આધ્યાત્મિક જ્ઞાન આપનાર સ્વામી વિવેકાનંદનો જય હો.
पुंत्रत्वेनावतीर्णो निजचरणजुषोर्भत्त्कयोः काशिनाथ-
स्सिद्धाचार्यं विचिन्वन्नतिविविदिषया रामकृष्णं प्रपन्नः।
तस्माज्ज्ञात्वात्मत्वं निखिलभुवमटन् भारतं चान्यदेशां-
श्चोद्धृत्याज्ञानकूपाज्जयतु यवनिकान्तहिर्तोऽसौ नराख्यः।।9।।
નરેન્દ્રનાથના નામે સુખ્યાત બનનાર અને કાશીનાથના અવતાર, વીરેશ્વર શિવના ભક્ત દંપતીના પુત્રરૂપે જન્મ લેનાર, ઈશ્વરપ્રાપ્તિની ઉત્કટ ઝંખના સાથે શ્રીરામકૃષ્ણનું શરણું સાધનાર અને સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધિ મેળવીને ભારત અને વિદેશમાં ભમનાર, ભાવિના પડદા પાછળ અદૃશ્ય થતાં પહેલાં પોતાના દેશબંધુઓને અજ્ઞાનની ગર્તામાંથી ઉગારનાર સ્વામી વિવેકાનંદનો જય હો.
(ઓત્તૂર સુબ્રહ્મણ્ય નાંબુદ્રીપાદ રચિત શ્લોકમાળામાંથી)
Your Content Goes Here