પોતાના અસ્તિત્વનું નિર્માણ કરો

નાગપુર યુનિવર્સિટીમાં સ્વામી સર્વસ્થાનંદે યુવાન વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું, ‘બીજાની વાનરનકલ ન કરો પણ સ્વ-અસ્તિત્વનું નિર્માણ કરો.’ તેમણે વધુમાં કહ્યું કે કેળવણીએ હેન્ડ, હેડ, હાર્ટ (હાથ, મનમસ્તિષ્ક અને હૃદય)ને કેળવવાં જોઈએ. એટલે કે માનવને માનવ બનાવવો જોઈએ; બીજાના પ્રત્યે વાંઝણી દયા રાખનારને પણ સક્રિય સહાનુભૂતિ ધરાવતો કરવો જોઈએ. ભગિની નિવેદિતા કહેતાં કે જો કેળવણી વિદ્યાર્થીમાં સંસંવેદના ન જગાડી શકે તો તે સાચા અર્થમાં કેળવણી નથી. હાલની શિક્ષણપદ્ધતિમાં આ કામ થતું નથી. વળી આજના યુવાનો પશ્ચિમનું આંધળું અનુકરણ કરે છે. આ અનુકરણ એમને વિપરીત માર્ગે દોરી જાય છે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે તેમ યુવાનો આપણી ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના વારસાને સમજણપૂર્વક જાળવીને અને આપણી સંસ્કૃતિએ આપેલાં મૂલ્યોને જીવનમાં જીવી બતાવીને માણસ સાચો માણસ બની શકે. સ્વામીજી કહેતા કે સૌ પ્રથમ તો નારીઓની ઉન્નતિ થવી જોઈએ, સામાન્ય જનસમૂહનું નવજાગરણ થવું જોઈએ અને આવું થશે તો જ આ દેશનું કલ્યાણ થશે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૩ માર્ચ ને સોમવારે આશ્રમમાં શ્રીશ્રીઠાકુરની જન્મજયંતી નિમિત્તે શ્રીમંદિરમાં સવારના ૫ વાગ્યાથી મંગલા આરતી, વિશેષ પૂજા, હવન અને ભજનનું આયોજન થયું હતું. બપોરના ભોગ, આરતી પછી ૧૫૦૦ થી વધારે ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો.

શ્રીઠાકુરના જીવન અને કવન વિશે આશ્રમના સંન્યાસીઓનાં પ્રવચનોનું આયોજન થયું હતું.

રામકૃષ્ણ મિશન, લીંમડી

પ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, ચેન્નઈના અધ્યક્ષ ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે અત્યંત ગરીબ બે કુટુંબને એક એક ગાયનું દાન આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓમાં રેખાબહેન હાજાભાઈ ભરવાડ, ગામ પાંદરી; ઈન્દુબહેન કાળુભાઈ પરમાર, ગામ પાણશીણા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે રામકૃષ્ણ મિશનના શ્રીમંદિરમાં એક પ્રહરની શિવપૂજા અને વિવેકાનંદ બાલકસંઘના બાળકોના શિવનૃત્યનું આયોજન થયું હતું. ૩ માર્ચ ને સોમવારે આશ્રમમાં શ્રીશ્રીઠાકુરની જન્મજયંતી નિમિત્તે વિશેષ પૂજા, હવન અને પ્રસાદનું આયોજન થયું હતું. ૨૫૦ જેટલા ભક્તોએ પ્રસાદ લીધો હતો. ૯ અને ૧૦ માર્ચના રોજ રામકૃષ્ણ મિશન શ્યામલાતાલ (ઉતરાંચલ) ના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીના રામચરિતમાનસ વિશે પ્રવચનમાળાનું આયોજન થયું હતું. દર માસની જેમ ૧૪મી માર્ચે ૪૨ ગરીબ કુટુંબોમાં અનાજ અને ગોળનું વિતરણ થયું હતું.

Total Views: 140
By Published On: April 1, 2014Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram