રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧,૪૨,૫૯૯ રોગીનારાયણની સેવા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્રના વિવેકાનંદ આઈ કેર સેન્ટર, સેરેબ્રલ પાલ્સી, આયુર્વેદિક, હોમિયોપથી, ફિઝિયોથેરાપી વગેરે સેવાઓ વર્ષોથી ચાલે છે. આ વિભાગોમાં એપ્રિલ, ૨૦૧૩થી માર્ચ ૨૦૧૪ સુધીમાં ૧,૪૨,૫૯૯ રોગીનારાયણની સેવા થઈ છે. દર વર્ષે આ સંખ્યા વધતી રહે છે. અહીં સ્વામી વિવેકાનંદના ‘શિવજ્ઞાને જીવસેવા’નો લાભ લે છે અને આરોગ્ય સેવા મેળવીને દર્દીઓ હસતા મુખે જાય છે.

વિભાગ નવા જૂના કુલ દર્દી
આંખ દર્દી ઓપરેશન ૫૨૪૬   ૫૨૪૬
આઈ કેમ્પ ૧૬૭૦   ૧૬૭૦
બહારના દર્દી ૪૦૭૬૭ ૨૯૧૯૩ ૬૯૯૬૦
ફ્રી આઈ કેમ્પ ઓપરેશન ૧૦૦૬    
આયુર્વેદિક ૯૭૮૧ ૫૨૭૯ ૧૫૦૬૦
હોમિયોપથી ૧૧૩૦ ૫૫૦૦ ૬૬૩૦
ફિઝિયોથેરાપી ૧૮૪૦ ૨૦૨૪૩ ૨૨૦૮૩
સેરેબ્રલ પાલ્સી ૨૪૮ ૧૬૨૩૫ ૧૬૪૮૩
સી.પી.કેમ્પ ઓ.પી.ડી. ૨૦૬ ૨૨૧ ૪૨૭
ગ્રામ્ય મેડિકલ કેમ્પ અને અન્ય ૬૮૧ ૩૩૫૩ ૪૦૩૪
કુલ ૬૨૫૭૫ ૮૦૦૨૪

૧૪૨૫૯૯

શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી કેન્દ્રનું ગૌરવ
રાજ્ય કક્ષાની સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધા

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આ કેન્દ્રમાં આવતાં સેરેબ્રલ પાલ્સીનાં બાળકોએ પ્રાદેશિક કક્ષાની સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રાચીન ગરબાની કૃતિમાં જય ગોહેલ, કિષ્ના કટેશિયા, દૈનિક દેકીવાડીયા, યુગ કાપડિયા, વૃંદા ફળદુ, શ્રુતિ ડાંગર, જયદેવ ડાંગર, દેવ ઠાકર, સ્મિત જોષી, ભાર્ગવ માર્થકે ભાગ લીધો હતો. આ કૃતિએ પ્રાદેશિક કક્ષાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. સાહિત્ય કક્ષાએ નિમિત કીકાણીએ ‘દોહા છંદ ચોપાઈ’માં અને માન્યા ઠાકરે ‘વકતૃત્વ’માં પ્રાદેશિક કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમણે રાજ્ય કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવીને આ કેન્દ્રનું નામ ઉજ્જવળ કર્યું છે. શારીરિક, માનસિક રીતે ખોડખાપણ હોવા છતાં નિમિત કીકાણીને સંગીત પ્રત્યે ખૂબ રુચિ છે. તેને જૂનાં ફિલ્મી ગીતો, લોકગીતો, અને ગરબા કંઠસ્થ છે. ૧૦ વર્ષની માન્યા ઠાકર પણ વકતૃત્વ કલામાં સ્વસ્થતા ધરાવે છે. તેણે સ્વામીજીના ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ વાક્યથી વક્તવ્યનો પ્રારંભ કરીને સૌને મુગ્ધ કરી દીધા હતાં. આશ્રમના ફિજિયોથેરાપી દ્વારા મળતું પ્રોત્સાહન બાળકોનો આત્મવિશ્વાસ વધારે છે. આ બન્ને બાળકોએ અને બીજાં બાળકોએ રામકૃષ્ણ આશ્રમના આ કેન્દ્રનું નામ ઉજ્જવળ કર્યું છે.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ‘મા સારદા સીવણવર્ગ’માં વિનામૂલ્યે તાલીમ લીધેલ બહેનોને સીવણકામ માટે સંચા સંસ્થા તરફથી ભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મકૃપાનંદજી અને શ્રી પી.એમ.જોષીએ પ્રવચન આપ્યાં હતાં. શ્રી કે.એન. ભટ્ટસાહેબે દાતાઓનો આભાર માન્યો હતો.

 

Total Views: 153
By Published On: May 1, 2014Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram