શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન જનરલ સેક્રેટરી અને હાલના ઉપાધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજી મહારાજની
સ્વામી સત્યમયાનંદજીએ લીધેલી રૂબરૂ મુલાકાતનો ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૦૧ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

પ્રશ્ન : આપણને એવું સાંભળવા મળે છે કે જેના પર પશ્ચિમે પ્રારંભમાં ઉત્સાહ બતાવ્યો હતો, વેદાંત માટે ઠંડું વલણ અપનાવ્યું છે. આ વાત સાચી છે ? એવું વેદાંત ભાવિ પેઢીને અનુરૂપ અને સુસંગત બને તે રીતે વેદાંતના ઉપદેશનો ફરીથી નવી રીતે સ્પષ્ટતા કે ખુલાસો કરવાની આજે જરૂર છે ખરી ?

ઉત્તર : વેદાંત માટેના પ્રારંભિક ઉત્સાહ કે જેના પર પશ્ચિમના જગતે જેમ તેના પર અવગણના દાખવી છે, હું એમ માનતો નથી. યોગ, તંત્ર, ઈસ્કોન, ઝેન, જેવા પૂર્વના ધર્મો અને સંપ્રદાયો પશ્ચિમમાં ઊભરાઈ રહ્યા છે. પરિણામે નવી વિચારસરણીને ઝંખતા પશ્ચિમવાસીઓની ભૂમિ સૌનું ધ્યાન આકર્ષિત કરતા પૂર્વના ધર્મો અને સંપ્રદાયો કાર્ય કરે છે. વેદાંતે પશ્ચિમ પર અનોખી છાપ પાડી છે અને એવી રીતે એ વિસ્તર્યું પણ છે. આ વેદાંતને વધારે લોકપ્રિય બનાવવા માટે વેદાંતને વધુ વ્યવહારુ બનાવવું પડે. માત્ર દર્શનશાસ્ત્રથી ચાલશે નહીં. પશ્ચિમના લોકો પરિણામલક્ષી વ્યવહારુ સિદ્ધાંત કે પદ્ધતિની માગણી કરે છે. એટલે જ વેદાંતને ભવિષ્યની પેઢીઓ માટે ફરીથી સમજવું-સમજાવવું પડે. ભવિષ્યની પેઢી માટે વેદાંતને ફરીથી નવી રીતે વ્યાખ્યાયિત કરવું પડે. વેદાંતના ઉપદેશોને વ્યાવહારુ પદ્ધતિથી તેઓ સ્વીકારે કે આત્મસાત કરે એ જરૂર છે. પ્રશ્ન : રામકૃષ્ણ-વિવેકાનંદના એવા ક્યા ઉપદેશો છે કે જે આધુનિક વિશ્વને વિશેષરૂપે સુસંગત બને ?

ઉત્તર : સમગ્ર આધુનિક માનવોને રામકૃષ્ણ-વિવેકાનંદના ઉપદેશો અહીં દર્શાવેલી રીતે આકર્ષી શકે. ૧. ઈશ્વરપ્રાપ્તિનું સત્ય અનુભવી શકાય, એમાં માત્ર બાહ્ય શોધના ન ચાલે, એને માટે તો આવશ્યક છે ‘અંતરની શોધના’. એની પદ્ધતિ જુદી જુદી છે. અહીં તો કોઈ પણ માનવની શોધના તેની ભીતરથી થઈ શકે.

૨. આધ્યાત્મિક જીવનના સત્યો વૈશ્વિક છે. સત્યને પામવાના પથ કે રીતિ ભિન્ન ભિન્ન છે. એટલે બધા ધર્મો એક જ ધ્યેય તરફ દોરી જતા અનેક પથો છે. એટલે કોઈ પણ માનવીની શોધના તેની ભીતરથી થાય છે.

૩. ‘માનવ સેવા એ જ પ્રભુ પૂજા’ જે માનવજાતથી દૂર લઈ જાય તેને ઉપદેશ દ્વારા કે શિક્ષણ દ્વારા માનવજાતની નિકટ લાવી શકાય. અલબત્ત આ વિચાર ઉપનિષદોના ઉપદેશ અને જ્ઞાનને પ્રગટ કરે છે. એ કહે છે તે પ્રમાણે આ વિશ્વમાં દરેકે દરેક વસ્તુ આપણને ગમતી વસ્તુ છે. એનું કારણ એ છે કે આપણે આપણા એ આત્માને દરેક વ્યક્તિમાં અને દરેક વસ્તુમાં શોધીએ – ઝંખીએ છીએ.

૪. ત્યાગનો વિચાર આવશ્યક છે. જો કે આધુનિક માનવ આ આદર્શની વિરુદ્ધ ચાલે છે. એટલે એવો સમય આવે કે જ્યારે દરેકે દરેક માનવનું જીવન જે ઉપભોક્તાવાળું છે તેને સંયમ-નિયમ દ્વારા દૂર કરી શકાય. એટલે બ્રહ્મચર્યનો ઉપદેશ, ત્યાગ અને વૈરાગ્ય પર શ્રીરામકૃષ્ણે વધારે ભાર દીધો છે અને તે આજના યુગની તાતી જરૂર છે.

પ્રશ્ન : શું તમે એવું માનો છો કે રામકૃષ્ણ – વિવેકાનંદના ઉપદેશો ભવિષ્યમાં વિશ્વના દૃષ્ટિકોણ બદલવામાં જબરું પરિવર્તન લાવી શકે ?

ઉત્તર : વિશ્વના દૃષ્ટિકોણ બદલવામાં કોઈ પણ એકના ઉપદેશ કે સંદેશ આવું જબરું પરિવર્તન ન લાવી શકે. અલબત્ત આધુનિક માનવની સમસ્યાઓ એટલી આધુનિક નથી કે જેટલું આપણે માનીએ છીએ. જો કે માનવીએ બાહ્ય પ્રકૃતિ પર થોડે-ઘણે અંશે નિયંત્રણ મેળવ્યું છે. પરંતુ ભીતરની પ્રકૃતિ તો એવી ને એવી જ છે. પ્રેમ, ઘૃણા, ઇર્ષ્યા, ભય, તિરસ્કાર, સહાનુભૂતિ જેવી લાગણીઓ કે જે પ્રાચીન માનવને પ્રેરતી હતી તે આધુનિક માનવો માટે પણ સર્વસામાન્ય છે. આજના વિશ્વમાં દેખાતાં હિંસા, લોભ, આસક્તિ, સહાનુભૂતિ, પ્રેમ, કરુણા વગેરેથી પ્રાચીન માનવો પ્રેરતાં હતાં તે બધાં આધુનિક માનવ માટે પણ સામાન્ય બની ગયાં છે. હિંસા, લોભ, મોહ કે જે આજના વિશ્વને – વિશ્વના માનવને ઘડે છે તે બધા દુર્ગુણો રામકૃષ્ણ-વિવેકાનંદના ઉપદેશો ચોક્કસપણે શાંત કરે છે. નૈતિકતાની મક્કમ આધારશિલા પર સાચું આધ્યાત્મિક જીવન શક્ય છે. જેમ ‘ઝડપથી ધનવાન-સમૃદ્ધ બનો’ જેવી યોજનાઓ લોકોને આકર્ષે છે, એવી જ રીતે ‘તત્કાલ આધ્યાત્મિકતા’ની ઝંખના અરે, ઈશ્વરની અનુભૂતિની ઝંખના આજે વિશ્વમાં જોવા મળે છે. રામકૃષ્ણ-વિવેકાનંદનો સંદેશ સાચી આધ્યાત્મિકતાની તરસને છુપાવી શકે છે.

પ્રશ્ન : યુવાનોને તમારી શાં સલાહ-સૂચન છે ?

ઉત્તર : યુવાનોએ કોઈપણનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. તેમને બુદ્ધિપૂર્વક, સ્વતંત્ર રીતે વિચારવાનું શીખવવું જોઈએ અને પોતાના જીવનમાં તેમને શું કરવું ગમે છે તેનો નિર્ણય કરવા દેવો જોઈએ. ધન રળવું એ જ જીવનનું ધ્યેય ન હોઈ શકે. આજના આધુનિક વિશ્વની ભાવાત્મક – સર્જનાત્મક અભિવ્યક્તિ માટે ઘણા પથ છે. યુવાનો પોતાના જીવનમાં શું કરવા માગે છે તે વિશે એમને પુખ્ત વિચારણા પછી નિર્ણય કરવા દેવો જોઈએ. પોતાના જીવનની સુખાકારી માટે ધન રળવા જ્ઞાનની જરૂર પડે છે. પરંતુ એ સૌનું અને સૌના જીવનનું અંતિમ ધ્યેય બની શકે નહીં. હું માનું છું કે યુવાનો જીવનને હળવાશથી ન લે પરંતુ જે કંઈ કરે તે ગંભીરતાથી કરે અને પોતાના જીવનને કેમ ઘડવું તેનો નિર્ણય કરે તો આ વિશ્વ તેમના માટે જીવવાનું ઉત્તમ સ્થળ બની રહેશે.

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.