રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના લેખ ‘સ્વામી વિવેકાનંદ : ધ ટ્રુ એમ્બેસેડર ઓફ ઇન્ડિયન કલ્ચર’ નો શ્રીસુરમ્ય યશસ્વી મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ…)

ભારતીય સંસ્કૃતિના દૂત

૧૯મી સદીના અંતે, ૧૮૯૩ એ એવો સાનુકૂળ સમય હતો, જ્યારે સ્વામી વિવેકાનંદ વેદાન્તના મહાનતમ આધુનિક દૂત રહ્યા. શિકાગો ખાતે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ ના વિશ્વધર્મ પરિષદના આયોજન સમયે વિશ્વના ફલક ઉપર દેખાયા.

તેઓ ‘ઘનીભૂત ભારત’ હતા એવું એક લેખકે નોંધ્યું છે અને તેથી તેઓ ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ આધુનિક દૂત છે.

સ્વામીજીએ દલીલ કરતાં કહ્યું હતું કે ધર્મમાં વિવેકબુદ્ધિની પણ આવશ્યકતા છે, જે સાંપ્રદાયિકતા, ધિક્કાર અને ધર્માંધતાથી માનવાને બચાવી શકશે. તેમના મતે સાચો ધર્મ એટલે ‘સ્વાનુભૂતિ’ હતો, નહીં કે ધર્મગ્રંથો કે મતાગ્રહો. આત્મા અને આધ્યાત્મિક જગતના, ભગવાનના અસ્તિત્વને ઓળખવાની સચ્ચાઈના પ્રયોગો-પદ્ધતિઓ ધર્મ પાસે છે. દરેક ધર્મ પાસે ઋષિઓના અનુભવો માટે અનેક માર્ગાે હતા. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરાયો છે, ‘સત્ય એક છે, ઋષિઓ તેને અનેક નામોથી બોલાવે છે.’ (એકમ્ સત્, વિપ્રા : બહુધા વદન્તિ). આ રીતે વિશ્વના બધા ધર્મોમાં સંવાદિતાને તેમણે પ્રબોધ્યો જેની આજે આધુનિક દુનિયાને તીવ્ર જરૂર છે, જે વાસ્તવમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ બન્યું હતું ! પોતાની જાતના મોક્ષ માટે અને બીજાઓના પણ તેવા જ ધ્યેય તરફ જવા મદદરૂપ બનવું.’ (આત્મનો મોક્ષાર્થમ્ જગત હિતાય ચ) આ બે આધ્યાત્મિક આદર્શાે માનવ જીવનનાં સાચાં લક્ષ્યો છે. વૈશ્વિક ધર્મને તેમણે પ્રબોધ્યો.

વ્યક્તિગત રીતે આવા લક્ષ્ય દરેકને નિ :સ્વાર્થ, શુદ્ધ, દિવ્ય અને પરમ પવિત્ર બનાવશે જે પ્રેમ, કરુણા, બલિદાન અને સેવાનો માર્ગ બનાવશે. આવી પવિત્ર વ્યક્તિઓના કારણે વિશ્વશાંતિ અને સમૃદ્ધિ જે સદીઓથી વિશ્વના નેતાઓની કાયમી પક્કડમાં રહેલ છે, અર્થાત્ ૧૯૧૪-૧૮ના પ્રથમ વિશ્વ યુદ્ધ સાથે તે હકીકત બની શકે તેમ છે.

તેમણે આવા વૈશ્વિક ધર્મના સ્વરૂપને પણ જાહેર કર્યું. આ રીતે એ મસ્તક અને હૃદયને સ્પર્શી જશે. તે વિવેકબુદ્ધિ, વિજ્ઞાન, ધર્મ અને આ આધ્યાત્મિકતાને આવરી લેશે. તે અનિવાર્ય હરિફાઈને અથવા તો ધર્માંતરને રોકશે. વૈશ્વિક ધર્મ બધા જ ધર્મો તરફ માયાળુ, પવિત્ર અભિગમ રાખશે અને તેમના ખોરાક, વસ્ત્ર, ક્રિયાકાંડ વગેરેમાં રહેલી બાહ્ય વિવિધતાની વચ્ચે પણ આધ્યાત્મિક એકતાની શોધ ચલાવશે. તે કૃષ્ણના અને ઈશુ ખ્રિસ્તના બધા અનુયાયીઓ માટે સમાન આદર ધરાવશે. આવા ધર્મની જરૂર છે, જેનો સહુ કોઈ સ્વીકાર કરશે.’

તેમનો આ ઉપદેશ જે વર્તમાનમાં પશ્ચિમના સમાજોમાં બની રહ્યું છે તેનાથી સાચો પુરવાર થયો છે. તાજેતરમાં અમેરિકાના ૮૦% અમેરિકન ખ્રિસ્તીઓ માને છે કે ‘બીજા’ ધર્મો પણ સાચા છે, (જો કે તેથી ભારે દેકારો ને હો હા થઈ છે) તેવા સમાચાર આવ્યા છે. એક અમેરિકન લેખક જણાવે છે કે વધુ ને વધુ અમેરિકન વિશ્વ વિદ્યાપીઠોમાં વેદાન્તનું શિક્ષણ આપવામાં આવે છે. વેદાંતનાં પુસ્તકોના વેચાણની સંખ્યામાં ભારે મોટી વૃદ્ધિ જોવા મળે છે. અમેરિકનોને લાગે છે કે ઈસ્લામ પથ અર્થાત્ સૂફીઓને પ્રેમ કરવો એ ૧૧ સપ્ટેમ્બરની કરુણ ઘટના માટે જવાબદાર કારણો, જે ઈસ્લામના જેહાદી વલણના બદલે અમેરિકન મુસ્લિમો માટે વધુ સારું બની રહેશે. ઈસ્લામ પર વેદાન્તના પ્રભાવને કારણે સૂફીવાદ ઉદ્ભવ્યો છે.

વેદાન્ત શું આ૫ે છે

આ અંગે મારો વ્યક્તિગત અનુભવ મને કહેવા દો. અમેરિકામાં કોલંબસમાં મને એક ચર્ચે (એક પંથી દેવળ) ‘ધર્મની સંવાદિતા’ વિશે બોલવાની વિનંતી કરી હતી, જેમાં ગોરા લોકો મોટી સંખ્યામાં પ્રેક્ષકો તરીકે ઉપસ્થિત હતા. સાચું કહીએ તો ચર્ચના પ્રમુખે જેમણે આ સભામાં હાજરી આપી હતી, તેઓ એટલા બધા ખુશ થયા કે બીજા રવિવારે ચર્ચમાં તેમના ભાષણમાં આ વિચારોનો સમાવેશ કર્યો હતો ! રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની વેદાન્ત સોસાયટીઓ સમગ્ર અમેરિકામાં અને યુરોપના દેશો તથા બીજા દેશોમાં પણ ક્રમશ : વધતી જાય છે.

એક અમેરિકન લેખક મેથ્યુ એસ. પુઘ ‘વેદાન્ત અમેરિકાને શું આપે છે ?’ આ શીર્ષક નીચે લખે છે : ‘અમેરિકાને એવા એક વૈજ્ઞાનિક ધર્મની જરૂર છે કે જે વ્યક્તિઓને સમાનતા, ઉદારતા, કરુણા, સ્વ-પ્રયત્ન, આશાવાદ, વિદ્વત્તા-પાંડિત્ય, સૌંદર્ય, વૈશ્વિકપણું અને ખાસ કરીને વ્યવહારુતા, વેદાન્ત આ બધું આપે છે.’ તે પોતાના ટેકામાં અમેરિકન વેદાન્તી રાલ્ફ વાલ્ડો ઈમરસનના વિધાનનો ઉલ્લેખ કરે છે : ‘અમેરિકાને જે કંઈ ખરેખર જરૂર છે તે બધું વેદાન્ત આપે છે.’(સુવેનિર-૨૦૧૨ વેદાન્ત સોસાયટી આૅફ પ્રોવિડન્સ, યુ.એસ.એ. પૃ. ૩૭)

સ્વામી વિવેકાનંદની અભ્યર્થના છે કે ગરીબને મદદ કરવી એ ભગવાનને ભજવા બરાબર છે, જેણે આંતરરાષ્ટ્રીય ધ્યાન દોર્યું છે. દૃષ્ટાંત તરીકે કેટલાંક વર્ષો પહેલાં મોરેશિયસમાં મેં જોયું હતું કે એક ૧૦૦૦ની બેઠકો ધરાવતા સભાગૃહને ‘સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક પરિષદ-ગૃહ’ એવું નામ આપવામાં આવેલું. મારા આશ્ચર્ય સાથે, પ્રવેશ દ્વાર પાસે મેં જોયું કે સ્વામી વિવેકાનંદની અર્ધપ્રતિમા છે, જેની નીચે વાંચવા મળે છે, ‘કોઈ પણ રાષ્ટ્ર, જાતિ કે ધર્મના ભેદભાવ વિના ગરીબ અને જરૂરતમંદોની સેવા કરવી એ વૈશ્વિક ધર્મ બની શકે !’

ભારતની તાજેતરની મુલાકાત સમયે બિલ ગેટ્સે સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘કર્મયોગ’ લીધું તેવા સમાચાર છે, જે શીખવે છે કે જેઓ સંપત્તિવાન છે તેમણે નિ :સ્વાર્થભાવે જરૂરિયાત ધરાવતા બીજા લોકોને મદદ કરવી જોઈએ. આ પુસ્તક વાંચ્યા પછી તેની એવી ઊંડી અસર થઈ કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના આ મહારથીએ તેની પાસે રહેલા વિશાળ ધનભંડારનો અરધો ભાગ શિક્ષણ અને સામાજિક કલ્યાણ અર્થે આપી દીધો છે ! સ્વામીજીના પ્રભાવથી જ્હોન રોકફેલરે પોતાના વિશાળ ધનભંડારમાંથી લોકકલ્યાણ માટે કેટલી મોટી રકમનું દાન કરેલું તેને આપણે યાદ કરી શકીએ.

સારાંશ

અંતમાં આપણે પશ્ચિમના બે વિશ્વપ્રસિદ્ધ થિઓસોફીસ્ટ ડૉ. એની બેસન્ટ અને ભાષાશાસ્ત્રી પ્રો. એ. એલ. બાશમના મંતવ્યો જોઈએ, જે કહે છે : ‘સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના મહાન દૂત હતા.’

શિકાગો ખાતે ૧૮૯૩માં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં ભારતના એક પ્રતિનિધિ તરીકે થિઓસોફીસ્ટ ડૉ. એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ વિશે આમ લખે છે :

ભારતે તેના આ દૂત અને સુપુત્ર માટે ધર્માંધ-ઉદ્ધત પશ્ચિમ સામે જરા પણ શરમ અનુભવવાની નથી. ભારતનો સંદેશ તેઓ લાવ્યા, માતાના નામે બોલ્યા અને જે દિવ્ય-ભવ્ય ભૂમિ પરથી તેઓ આવ્યા હતા, તેની ગરિમા હંમેશ માટે યાદ રહે તેવી છે… (સ્વામી વિવેકાનંદને સાંભળ્યા પછી) સભાગૃહની બહાર આવેલા એક પ્રેક્ષકે કહ્યું હતું : ‘આ માણસ આપણામાં ન હોય તેવો છે ! અને આપણે આ લોકો માટે ધર્મપ્રચારકો – પાદરીઓ મોકલીએ છીએ ! વધુ યોગ્ય તો એ રહેશે કે તેઓ આપણા માટે આવા ધર્મપ્રચારકો મોકલતા રહે ! (વિવેકાનંદનું મિશન, પૃ. ૧૬૮-૧૬૯)

એ.એલ.બાશમ વધુમાં લખે છે : સ્વામી વિવેકાનંદ શિક્ષિત હિન્દુઓમાં આત્મશ્રદ્ધાનું પુન :સ્થાપન કર્યું. … જે ખરેખર સારી હતી તેવી ધર્મની બધી શાખા-સંસ્થાઓ અને રીત-રિવાજોને તેમણે શીખવ્યા. તેમણે ઉદ્ઘોષણા કરી કે વિશ્વના ધર્મોમાં હિન્દુ ધર્મ સહુથી પુરાતન અને શુદ્ધ હતો અને વિશ્વમાં ભારત ‘સહુથી વધુ આધ્યાત્મિક રાષ્ટ્ર’ હતું. પુરાતન વિશ્વના ધર્મોમાં જે કાંઈ શ્રેષ્ઠ જોવા મળે છે તે બધું ભારતમાંથી આવ્યું હતું. … સ્વામી વિવેકાનંદની અમેરિકાની પહેલી જ મુલાકાતથી નવો હિન્દુ ધર્મ ધીરે ધીરે ભારતની બહાર પ્રવર્તી રહ્યો છે. (અમેરિકાની જાણીતી ચિંતક વ્યક્તિઓ જેવી કે આલ્ડસ હક્સલી અને ક્રિસ્ટોફર ઈશરવુડ વેદાંતી બન્યા હતા)… આવનારી સદીઓમાં આધુનિક વિશ્વના પ્રમુખ ઘડવૈયાઓમાંના એક તરીકે તેમને યાદ કરીશું.

હું એમ પણ માનું છું કે વિશ્વના ઇતિહાસમાં સ્વામી વિવેકાનંદ હરહંમેશ યાદ રહેશે કારણ કે જેને ડૉ. સી.ઈ.એમ.જાૅડે એક વખત કહેલું તેમ ‘પૂર્વ તરફથી પ્રતિક્રમણ’ (વિવેકાનંદનું મિશન, પૃ. ૧૬૮-૧૬૯) નો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો હતો.

આમ આપણે જોઈએ છીએ કે સ્વામી વિવેકાનંદ શ્રેષ્ઠ પ્રજ્ઞાવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિના અર્વાચીન – આધુનિક દૂત તરીકે ઓળખાયા છે; તો પછી સામાન્ય માણસની તો વાત જ શું કરીએ !

Total Views: 376

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.