શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીગુરુચરણ ભરોસા
બેલુર મઠ,
૨૭/૦૭/૧૯૧૪
કલ્યાણવરેષુ (કલ્યાણકામના સાથે) –

તમારો પત્ર યથા સમયે મળ્યો. મનને શ્રીગુરુના પાદપદ્મમાં રાખો. દેહ જ્યાં રહે ત્યાં ભલે રહે, ચિંતા શાની ? ‘ધ્યાન કરવું ખૂણામાં, વનમાં, મનમાં.’ લાંબી ચોડી વાતો કંઠસ્થ કરવાથી કંઈ થતું નથી, તીર્થસ્થાને સાધુસંગમાં પડ્યા રહેવાથી પણ કંઈ થતું નથી. આવશ્યકતા છે મનમુખ એક કરવાની. અરે, ડૂબે શા માટે ? એ બધા ભાવ મનમાં આવવા ન દેવા. કેટલાય જન્મોનાં સુકર્મોને લીધે ‘મા’નો આશરો મળ્યો છે. એની કૃપા પામ્યા પછી શું મનુષ્ય ડૂબી શક્ે ખરો ? તમે હવે કેટલાકને તારશો ? આ ધારણા દિવસરાત હૃદયમાં પોષતાં રહેવું. ઢજ્ઞી ફયિ વિંય ભવજ્ઞતયક્ષ ભવશહમયિક્ષ જ્ઞર જ્ઞીિ કજ્ઞમિ – એમ ન હોય તો તેઓ કૃપા કરે જ કેમ ? મયાયિતતશજ્ઞક્ષ બધી દૂર કરી દેજો. આટલું વિચારજો કે ‘મા’ની કૃપામાં આપણે નિત્ય-મુક્ત-શુદ્ધ-બુદ્ધ.

મિશનેર રેગ્યુલર મિટિંગ – રામકૃષ્ણ મિશનની નિયમિત થઈ રહી છે એ જોઈને તેઓ ખુશ થયા. પાંચ માનવો જો એકીસાથે મળે તો પૃથ્વીનું ભાવરાજ્ય બદલાઈ જાય. કેટલાક લોકો માટે બંગાળીમાં એક શબ્દ છે -‘હોઈચોઈ – ક્યારેક માથે ચડાવે ને ક્યારેક નીચે નાખે’ આમ કરવાથી ન ચાલે. પરંતુ આત્મવિશ્વાસુ, નિર્ભીક, સહૃદયી પાંચ-સાત સાથે મળે તો તમારું કામ ઉત્તમ રીતે ચાલશે. તમારા બધામાંથી એકે એક ધર્મવીર, કર્મવીર, દાનવીર બની જાઓ. ભગવાનમાં બધા ઉત્તેજના અનુભવશે. મનમાં ક્યારેય હતાશા, અશ્રદ્ધાના ભાવને આવવા ન દેતા. મંડી પડો, મંડી પડૉ. બધા મનપ્રાણ એક કરીને શ્રીઠાકુરના કામે લાગી જાઓ. અહંકાર આવે એવો અવસર ન આપતા.

ઇતિ,
શુભાકાંક્ષી,
પ્રેમાનંદ

શ્રીગુરુચરણ ભરોસા
શ્રીરામકૃષ્ણ મઠ,
બેલુર,
૨૭/૧૧/૧૯૧૪

પરમ સ્નેહાસ્પદ,

તમારું કાર્ડ (પોસ્ટકાર્ડ) મળ્યું છે અને અમને આનંદ થયો છે. ગયા બુધવારે પ્રયાગથી મહારાજની સાથે (અમે)મઠમાં પાછા આવ્યા. અત્યારે મઠમાં બધા કુશળ છે. તમે બધા ઘણા લોકો એકી સાથે હૃષીકેશમાં સાથે મળ્યા છો. ગાજન (શ્રાવણનો એક શિવમેળો) નષ્ટ ન થઈ જાય – (વધારે સંન્યાસીઓ એકઠા થાય તો ગાજનના શિવમેળાનો આનંદ નાશ પામે છે.) લક્ષ્ય ભ્રષ્ટ થતા નહીં. એના પર વધારે ધ્યાન રાખજો. તમે બધા સિદ્ધ થઈ જાઓ. શ્રીપ્રભુ (શ્રીઠાકુર) અને પરમ ઉદાર સ્વામીજીનાં નામ લેવા યોગ્ય બની જાઓ. તમે બધા બંગાળના આદર્શત્યાગીઓએ આ ભાવમાં તમારું જીવન તમારે તૈયાર કરવું જ પડશે. માત્ર બીજાને ખભે ચડીને, તીર્થયાત્રા, ઉત્તમ ભોજન અને બે ચાર વચન કહેવા માટે તમારો જન્મ થયો નથી. ઘોર તપશ્ચર્યામાં લાગી જાઓ. અહંકાર ત્યજીને, વસ્તુલાભ (અધ્યાત્મપ્રાપ્તિ) કરીને પાછા આવજો. કેવળ ભારત જ શા માટે ? સમગ્ર વિશ્વ તમને જોઈને અવાક બની જશે. આચાર્યના સ્થાને બેસાડશે. ત્યારે જ તમે બેલુર મઠના સાધુભક્ત થશો. આમ તો પેટ ભરવા માટે ઘરે ઘરે ભટકનારા સાધુઓ ભારતમાં પુષ્કળ માત્રામાં છે. પવિત્ર બની જાઓ, નિષ્કપટ બનો અને ‘પ્રભુ રક્ષા કરો, પ્રભુ રક્ષા કરો !’ એમ બોલીને પ્રાણપૂર્વક પ્રાર્થના કરો. પરમદયાળુ પ્રભુ તમને શક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ આપશે. અંતરથી પોકારો, તેઓ સાંભળવાના જ.

રા-, અ-,ગી-, વગેરેને મારી શુભકામના.

Total Views: 153
By Published On: July 1, 2014Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram