गुरोनि्र्नदेशान्निजदेशसेवने
कृतादरं भारतदर्शनोत्सुकम् ।

परिव्रजन्तं परिनिष्ठयोगिनं
विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।5।।

સંન્યાસીરૂપે ભારતભૂમિનું પરિભ્રમણ કરીને ભારતને, સાચા ભારતને નજરે જોનાર, પોતાના ગુરુદેવની આજ્ઞાથી મા ભોમના બાંધવોની સેવામાં રત રહેનાર સ્વામી વિવેકાનંદને હું વંદન કરું છું.

शिलां शिवामेत्य कुमारिकापुरे
सहोदरोद्धारविचिन्तने स्थितम्
अमेरिकायानविनिश्चिताशयं
विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।6।।

દક્ષિણમાં કન્યાકુમારીની એકાકી શિલા પર ધ્યાનમગ્ન બનીને પોતાના દેશબાંધવોનાં દુ :ખદર્દને દૂર કરવા, એમને ઉન્નત કરવાની યોજના ઘડનાર અને એ માટે અંતે અમેરિકા જવાનો નિર્ણય કરનાર સ્વામી વિવેકાનંદને હું પ્રણામ કરું છું.

(ડૉ. પી.કે. નારાયણ પિલ્લાઈ રચિત શ્લોકમાળામાંથી)

Total Views: 258

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.