નદીની સામે પાર રહેતા એક બ્રાહ્મણને એક દૂધવાળી દૂધ દેવા જતી. નિયમિત નાવ મળવાના અભાવે તે દરરોજ સમયસર દૂધ પહોંચાડી શકતી નહીં. મોડું થવા બદલ એકવાર ઠપકો મળતાં એ બોલી : ‘હું તે શું કરું ? મારે ઘરેથી તો હું વહેલી જ નીકળું છું પણ, નદીકાંઠે નાવિકને માટે ખૂબ વાટ જોવી પડે છે.’

બ્રાહ્મણે કહ્યાું, ‘બાઈ, ભગવાનનું નામ લઈને લોકો સમુદ્ર પાર કરે છે અને તું આ નાની નદી પાર નથી કરી શકતી?’ એ ભોળી બાઈ તો રાજીના રેડ થઈ કે નદી ઓળંગવાનો રસ્તો આટલો સરળ છે. બીજા દિવસથી બ્રાહ્મણને વહેલી સવારે જ દૂધ મળવા માંડ્યું.

એક દિવસે એણે પેલી દૂધવાળીને પૂછ્યું, ‘હવે તું કેમ મોડી નથી પડતી ?’ એ બોલી : ‘તમે બતાવ્યા પ્રમાણે હું હવે હોડીવાળાની વાટ જોવા ઊભી રહેતી નથી અને ભગવાનનું નામ બોલતાં બોલતાં નદી પાર કરું છું.’ બ્રાહ્મણ આ વાત ગળે ઉતારી શક્યો નહીં અને બોલ્યો : ‘તું કેવી રીતે નદી પાર કરે છે તે મને બતાવીશ ?’ પેલી સ્ત્રી એને નદીએ લઈ ગઈ અને એ પાણી પર ચાલવા લાગી. એણે પાછળ જોયું તો, બ્રાહ્મણ દુ :ખી થઈને ઊભો હતો. એ બોલી, ‘મહારાજ, એ કેવું કે તમે મોઢેથી ભગવાનનું નામ બોલો છો, પણ તમારાં લૂગડાં પાણીને ન અડે માટે અદ્ધર ખેંચી લો છો ? તમને એમાં પૂરો વિશ્વાસ નથી.’

સંપૂર્ણ શરણાગતિ અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા જ બધાં ચમત્કારી કૃત્યોના મૂળમાં છે.

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.