બાલિકા શારદાનાં માબાપ કંઈ શ્રીમંત ન હતાં. પણ હતાં સુખી અને સંતોષી. શારદા સ્વભાવે ગંભીર અને કામઢી છોકરી હતી. તે માતાને રસોઈમાં મદદ કરતી. નાનાં ભાઈબહેનોને સાચવતી. ક્યારેક તો નાનાં ભાઈબહેનોને લઈને આમોદર નદીએ સ્નાન કરવા પણ જતી.

એકવાર ગામમાં તીડ આવ્યાં. તીડ ડાંગરનાં ખેતરો સફાચટ કરી ગયાં. દુ :ખના આ દિવસોમાં શારદા ખેતરોમાં ફરતી, બચેલી ડાંગર ભેગી કરતી. આ કામ કરતાં તેને જરાય થાક લાગતો ન હતો. ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય ત્યારે શારદા બધાને નાસ્તામાં મમરા વગેરે આપતી.

શારદા સતત કામ કર્યા કરતી. ગરીબો પ્રત્યે તેનું હૃદય સહાનુભૂતિથી ઊભરાતું. ગરીબોને મદદ કરવા એ સદાય તત્પર રહેતી.

Total Views: 138
By Published On: October 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram