એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda & Success of Students’ માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

આ વાત છે વિશ્વના બે સૌથી વધુ ધનવાન વ્યક્તિની મૈત્રીની. બિલ ગેટ્સની એક વખતની સંપત્તિ ૧૦૦ બિલિયન ડોલરની હતી અને વોરેન બફેટ વિશ્વના બીજા ક્રમની સૌથી વધુ ધનવાન વ્યક્તિ હતી. આ બંને મિત્રોની સૌથી વધારે આશ્ચર્યજનક બાબતો એટલે એમની પરગજુ દૃષ્ટિ તેમજ ઉદ્યોગ વ્યવસાયની અદ્‌ભુત આંતરસૂઝ. આટલી બધી સમૃદ્ધિ ધરાવતા હોવા છતાં વિનમ્રતા અને વ્યંગ વિનોદ વૃત્તિ બફેટની અનન્યતા છે. માહિતી જ્ઞાનપ્રૌદ્યોગિકીને પ્રમાણમાં વધારે સસ્તા દરે પ્રાપ્ય બનાવવાની ક્ષમતામાં બિલ ગેટ્સની અનુપમતા જોવા મળે છે.

‘ધ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ નામની સંસ્થા સ્થાપીને બિલ ગેટ્સે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો સખાવતો તેમજ ઉમદા કાર્યો માટે વિશ્વભરમાં દાનમાં આપી દીધો. સામાજિક સમસ્યાઓ અને પ્રશ્નોના ક્ષેત્રમાં તેમનાં પત્ની મિલિન્ડા બિલ ગેટ્સની પડખે ઊભાં રહ્યાં. બફેટ ઉચ્ચ મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ્યા હતા અને વિશ્વના સૌથી વધારે સમૃદ્ધ બે કે ત્રણ અમીરોમાંના એક અમીર બન્યા હતા. સૌથી વધારે પ્રતિભાવાન સંશોધક તરીકે તેમની ગણના થાય છે.

જ્યારે વોરેન બફેટ અને બિલ ગેટ્સ પહેલી વખત મળ્યા ત્યારે આ મુલાકાત માત્ર ૩૦ મિનિટની નિશ્ચિત કરાઈ હતી. આ સમય મર્યાદા બિલ ગેટ્સની હતી. કારણ કે તેઓ માનતા હતા કે તેમની બન્ને વચ્ચે સહભાગી બની શકાય તેવું સામાન્ય તત્ત્વ ન હતું. પણ આ મુલાકાત દસ કલાક સુધી લંબાઈ અને અંતે બિલ ગેટ્સ વોરેન બફેટના સારા મિત્ર બન્યા. બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મિલિન્ડા ગેટ્સના સામાજિક સમસ્યાઓ માટેના પ્રયત્નોના કાર્યથી વોરેન બફેટ ખૂબ પ્રભાવિત થયા હતા. જ્યારે ‘ધ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ને વોરેન બફેટે ઉદાર હાથે ૨૦૦૬માં ૩૧ બિલિયન ડોલરનું દાન આપ્યું ત્યારે આ દાન પરોપકારની અનેરી ઊંચાઈના શિખરને આંબી ગયું.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.