એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda & Success of Students’ માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

નીલ એડવિન આર્મસ્ટ્રાઁગ ચંદ્રની સપાટી પર ચાલનાર પ્રથમ માનવ હતા; પોતાનામાં રહેલી શ્રદ્ધાને સમજવા માટે પણ તેઓ યોગ્ય વ્યક્તિ હતી. છ વરસની ઉંમરે નીલ આર્મસ્ટ્રાઁગે કરેલા એના પ્રથમ વિમાન ઉડ્ડયન સાથે તેમને વિમાન સંચાલનમાં અજબની મહત્ત્વાકાંક્ષા જાગી.

પંદર વરસની ઉંમરે વિમાન ઉડ્ડયન વિશે બધું શીખવા નાણાં એકઠાં કર્યાં અને વિમાન ચાલક-પાયલટનું લાયસન્સ મેળવ્યું.

એ દિવસોમાં અમેરિકા અને રશિયાની વચ્ચે ચંદ્રની સપાટી પર માણસને મોકલવા અને એને સુરક્ષિત પાછો લાવવાના અવકાશપ્રયોગમાં જબરી સ્પર્ધા ચાલતી હતી. નીલ આર્મસ્ટ્રાઁગ ગઅજઅ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, યુએસએ)માં જોડાયા અને બે વર્ષ સઘન શારીરિક તથા ટેક્્નિકલ પ્રશિક્ષણ લઈને જમીન પર અવકાશયાત્રી તરીકે બે વરસ ગાળ્યાં. ગઅજઅ રહશલવિં તશળીહફજ્ઞિંતિ – ફ્લાઇટ સિમ્યુલેટર્સને સુધારવા નીલ આર્મસ્ટ્રાઁગે પોતાના ઇજનેરી કૌશલ્યનો ઉપયોગ કર્યો.

એપોલો ૧૧ ચંદ્ર પર ૨૦મી જુલાઈ, ૧૯૬૯ના રોજ ઊતર્યું. નીલ આર્મસ્ટ્રાઁગે ચંદ્ર પર પોતાનો પગ મૂક્યો અને કહ્યું, ‘માણસ માટે નાનું પગલું, માનવજાત માટે મહાન પગલું’.

વિશ્વભરમાં અતિ ઇચ્છનીય વ્યક્તિઓમાંના એક બનનાર નીલ આર્મસ્ટ્રાઁગની સફળતા પાછળ ખરેખર સ્વયંમાં શ્રદ્ધા હતી. સ્વામી વિવેકાનંદે કહ્યું છે એમ, ‘વિશ્વનો ઇતિહાસ એવા થોડા માણસોનો ઇતિહાસ છે જેમને સ્વયંમાં શ્રદ્ધા હતી.’

ઘણા વિદ્યાર્થીઓ એમનામાં રહેલી સક્ષમતા અને આંતરિક શક્તિઓના મૂલ્યને ઓછું આંકવાનું વલણ ધરાવે છે.

તેઓ પડકારો અને જવાબદારીઓ સ્વીકારતાં ગભરાય છે કારણ કે સારી કામગીરી કરવાની અને સફળ થવાની પોતાની ક્ષમતા અને સક્ષમતામાં એમને શંકા હોય છે. આવા વિદ્યાર્થીઓ સ્વયંમાં શ્રદ્ધાનો વિકાસ કરીને ઊંચાઈનાં શિખરો સુધી પહોંચી શકે છે.

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.