સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ – સં.

પિતા જહાંગીરજી ભાભા અને માતા મહેરબહેનને ત્યાં ૩૦ ઓક્ટોબર, ૧૯૦૯ના રોજ ભારતના મહાન અણુ વૈજ્ઞાનિક હોમી ભાભાનો જન્મ થયો હતો. માતાના હાલરડાથી બાળક હોમી સૂઈ તો જતા પણ થોડીવારમાં જ ઊઠી જતા.

માતપિતાને હોમીની ઓછી ઊંઘની ચિંતા થઈ. તેઓ તેનું નિદાન કરાવવા ઈંગ્લેન્ડ ગયાં. ત્યાંના નિષ્ણાતે નિદાન કર્યું, ‘બાળક તદ્દન તંદુરસ્ત છે. તેની ઓછી ઊંઘને કારણે બાળકનું મગજ ખૂબ પ્રવૃત્ત છે.’

હોમીને વિદ્યાર્થી જીવનમાં ઘણી મેરિટ સ્કાૅલરશિપ અને અનેક પુરસ્કારો મળ્યાં હતાં. એની સફળતામાં ઘરનું સમૃદ્ધ વાચનાલય હતું. પુસ્તકાલયનાં પુસ્તકો જ હોમીનું વિશ્વ બની ગયું.

ઘરના પ્રેરણાત્મક વાતાવરણથી નાની વયમાં જ એમને સંગીત અને ચિત્રમાં રસરુચિ જાગ્યાં. તેમને ચિત્રો દોરવાં ખૂબ ગમતાં. પુત્રના સંગીતના શોખને માસીએ પોષ્યો અને ચિત્રકામને કાકાએ પ્રેરણા આપી. એમનાં ઘણાં પુસ્તકોને પુરસ્કારો મળેલા. સત્તર વર્ષની ઉંમરે એમણે દોરેલું ‘પોર્ટ્રેટ’ ચિત્ર પ્રદર્શનમાં મૂકાયું. એમને હંમેશાં કંઈક સર્જનાત્મક કાર્ય કરવું ગમતું.

ગણિત અને વિજ્ઞાન એમના પ્રિય વિષયો હતા. ક્યારેક એમના પ્રશ્નો શિક્ષકોને પણ મૂંઝવી દેતા. ઉત્તરવહીમાં જવાબ વ્યવસ્થિત અને પદ્ધતિસર લખનાર હોમી પર શિક્ષકો ખુશ થઈને કહેતા, ‘હોમીભાભાની ઉત્તરવહી જુઓ. એ રીતે લખવું જોઈએ.’ એમને વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ વધવા લાગ્યો. પોતાને ગમતા વિષયોને સંતોષવા તેઓ પોતે જ પોતાના શિક્ષક બન્યા. ઘરનું પુસ્તકાલય એમનું સાથીદાર બન્યું.

માત્ર પંદર વર્ષની ઉંમરે વિશ્વના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનું ‘સાતેક લાખનું પુસ્તક’ વાર્તાની ચોપડી વાંચતા હોય એટલી સરસ અને સરળ રીતે વાંચી લીધું. એમના શબ્દકોશમાં ‘અઘરું’ જેવો શબ્દ ન હતો. એકાગ્રતા તેમ જ કુદરતી પ્રતિભાને કારણે તેઓ તેજસ્વી વિદ્યાર્થી તરીકે અંકાયા. ૧૯૨૪ની સાલમાં પંદર વર્ષની વયે હોમીએ સીનિયર કેમ્બ્રીજની પરીક્ષા પાસ કરી.

આવા હતા ભારતને અણુશક્તિ આપનાર મહાન વૈજ્ઞાનિક, ડૉ. હોમી ભાભા.

Total Views: 137
By Published On: October 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram