સને ૧૮૬૪માં શારદા અગિયાર વર્ષની થઈ. એ વર્ષે બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળના પંજામાંથી જયરામવાટી પણ બચી શક્યું નહીં.
હજારો માણસો ભૂખમરાનો ભોગ બન્યા. શારદાના પિતા પાસે લોકો ખાવાનું માગવા આવતા. પિતા રામચંદ્ર પણ ગરીબ હતા, છતાં તેમણે તો ઘરઆંગણે સદાવ્રત જ ખોલી નાખ્યું. તેઓ દાળ-ચોખાની ખીચડી રાંધીને બધાંને ખવરાવવા માંડ્યા. તેમણે થોડા ચોખા સંઘરી રાખ્યા હતા, એ પણ ખલાસ થઈ ગયા.
લોકોને ભૂખના દુ :ખથી પીડાતા જોઈને શારદાનું હૃદય દ્રવી ઊઠતું. ભૂખ્યા લોકો ગરમ ગરમ ખીચડી ખાતાં ખાતાં દાઝી જાય નહીં એટલે શારદા પંખો લઈને હવા નાખતી.
એકવાર એક સાવ લઘરવઘર વાળવાળી ને લાલચોળ આંખવાળી આદિવાસી કન્યા દોડતી દોડતી આવી. ઢોરને ખાવા માટે એક તગારામાં ડાંગરની ભૂંસી પલાળી રાખી હતી, એ ઝડપભેર ખાવા લાગી. શારદાએ આ છોકરીને ઘરમાં આવીને બધાંની જેમ ખીચડી ખાવાનું કહ્યું, પણ પેલી છોકરીએ કંઈ ધ્યાન ન દીધું. શારદાદેવી પછીનાં વર્ષોમાં આ પ્રસંગ સંભારીને કહેતાં, ‘ભૂખનું દુ :ખ ભારે ભૂંડું છે હોંં !’
Your Content Goes Here