એક બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો. એક શિક્ષકે કાળા પાટિયા પર ત્રણ કેળાંનું એક ચિત્ર દોર્યું અને ત્યાર પછી વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘જો આપણી પાસે ત્રણ કેળાં હોય અને ત્રણ બાળકો હોય તો પ્રત્યેકને ભાગે કેટલાં કેળાં આવે ?’

એક વિદ્યાર્થી ઝડપથી બોલી ઊઠ્યો, ‘સાહેબ, પ્રત્યેકને ભાગે એક એક કેળું આવે.’

બરાબર એ જ વખતે ખૂણામાં બેઠેલા એક વિદ્યાર્થીએ કહ્યું, ‘સાહેબ, જો એક પણ કેળું કોઈને આપવામાં ન આવે તો પછી શું પ્રત્યેકને ભાગે એક કેળું આવશે ખરું?’

આવા અનોખા બાળકની આ વાત સાંભળી વિદ્યાર્થીઓ હસી પડ્યા. એમને લાગ્યું કે આ તો આવો બેહૂદો પ્રશ્ન પૂછીને મૂર્ખતાનું પ્રદર્શન કરે છે.

શિક્ષકે ગંભીરતાથી એ બાળક સામે જોયું. એમને આ પ્રશ્ન હસી કાઢવા જેવો લાગ્યો નહીં. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, ‘હું તમને સમજાવું છું કે આ બાળક શું કહેવા ઇચ્છે છે. તે એમ કહે છે કે શૂન્યને શૂન્યથી ભાગીએ તો પરિણામ શું એનું એ જ આવે ? એનો ઉત્તર શૂન્ય જ આવે છે.’

આ બાળક એટલે બીજો કોઈ નહીં પણ નાના રામાનુજમ હતા. રામાનુજમ્ જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર શોધતાં ગણિતજ્ઞોને ઘણાં વર્ષો લાગ્યાં હતાં. કેટલાક ગણિતજ્ઞોએ એવો દાવો કર્યો કે શૂન્યને શૂન્યથી ભાગવાથી જવાબ શૂન્યમાં જ આવશે. પરંંતુ કેટલાકનું કહેવાનું એવું હતું કે તેનો જવાબ એક આવે. આ પ્રશ્નનો સાચો જવાબ ભારતીય ગણિતજ્ઞ ભાસ્કરે શોધ્યો હતો, જેણે સિદ્ધ કરી બતાવ્યું કે શૂન્યને શૂન્યથી વિભાજિત કરવાથી પરિણામ અનંતતા (Infinity) હશે.

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.