વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ :

આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સી :.

સત્યાન્ન પ્રમદિતવ્યમ્, ધર્માન્ન પ્રમદિતવ્યમ્ કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્

સ્વાધ્યાય-પ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્, દેવપિતૃકાર્યાભ્યાં ન પ્રમદિતવ્યમ્,

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ

યાન્યનવદ્યાનિ કર્માણિ, તાનિ સેવિતવ્યાનિ નો ઇતરાણિીં યાન્યસ્માકં સુચરિતાનિ, તાનિ ત્વયોપાસ્યાનિ.

 

વેદનો ઉપદેશ કરીને આચાર્ય શિષ્યને શિખામણ આપે છે. સત્ય વચન બોલ. ધર્મનું આચરણ કર. સ્વાધ્યાયમાં આળસ ન કર. આચાર્ય માટે વહાલું ધન લાવીને પ્રજાતંતુને (સંતતિના તાંતણાને) છેદીશ નહિ. સત્યમાં આળસ કરીશ મા. ધર્મમાં આળસ કરીશ મા. કુશળતામાં આળસ કરીશ મા. તેજસ્વી બનવામાં આળસ કરીશ મા. સ્વાધ્યાય અને પ્રવચનમાં આળસ કરીશ નહિ. દેવ-પિતૃ કાર્યમાં આળસ કરીશ નહિ. માતાને દેવ (તરીકે) માનો. પિતાને દેવ (તરીકે) માનો. આચાર્યને દેવ માનો. અતિથિને દેવ માનો. અમારાં જે નિર્દાેષ કાર્ય હોય તેનું જ આચરણ કરજો, બીજાનું નહિ. જે અમારાં સારાં કાર્ય હોય, તેને આચરણમાં મૂકજો. (તૈતિરીયોપનિષદ : ૧/૧૧)

Total Views: 191
By Published On: October 1, 2014Categories: Adi Shankaracharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram