માર્ગ છે અભ્યાસ-યોગ ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંવા ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડ્યા કરે છે. બાઈ નીચે એક હાથથી ડાંગર સંકોરતી જાય છે.
બીજે હાથે છોકરાને ખોળામાં ધવરાવે છે. એ વખતે વળી ઘરાક આવેલ છે. આ બાજુ સાંબેલું પડ્યે જ જાય છે, ને એ સાથે ઘરાકની સાથે વાત પણ કરે છે. ઘરાકને કહે છે, ‘તો પછી આગલા જે પૈસા બાકી રહ્યા છે તે ચૂકતે કરી જાઓ અને પછી નવો માલ લઈ જાઓ.’
‘જુઓ છોકરાને ધવરાવવું, સાંબેલું પડ્યા કરે, તેની નીચેની ડાંગર સંકોરવી અને ખંડાયેલી ડાંગર ભરીને ઉપાડી લેવી અને એ સાથે ઘરાકની સાથે વાતો કરવી, એ બધું તે એકી સાથે કરી રહી છે. આનું નામ અભ્યાસ-યોગ. પરંતુ તેનું પંદર આના મન સાંબેલા તરફ હોય, કદાચ તે હાથ પર પડે તો ? બાકીના એક આનામાં છોકરાને ધવરાવવાનું અને ઘરાક સાથે વાત કરવાનું ! તેમ, જેઓ સંસારમાં છે તેમણે પંદર આના મન ભગવાનને આપવું ઉચિત, નહિતર સર્વનાશ ! કાળના પંજામાં સપડાવું પડે. બાકીના એક આના મનથી બીજાં કામ કરો.
Your Content Goes Here