એક બહુરૂપીએ ‘ત્યાગી સાધુ’નો સ્વાંગ લીધો. તેનો સ્વાંગ આબેહૂબ જોઈને કાલી-મંદિરના માલિકોએ એક રૂપિયો આપવા માંડ્યો. પેલાએ તે લીધો નહિ, ‘ઉં હું’ કહીને ચાલ્યો ગયો. થોડી વાર પછી હાથ પગ મોઢું વગેરે ધોઈ, સ્વાંગ ઉતારીને તે સાદા વેશમાં આવ્યો ને બોલ્યો, ‘(હવે) આપો રૂપિયો !’
માલિકો કહે કે ‘અરે, હમણાં જ તું રૂપિયો નથી જોઈતો અને ઉંહું કહીને ચાલ્યો ગયો, અત્યારે હવે રૂપિયો માગે છે ?’ એટલે એ બોલ્યો, ‘તે વખતે તો ત્યાગી સાધુ બન્યો હતો, એટલે રૂપિયો લેવાય નહિ !’
ભારતીય સંસ્કૃતિની રગેરગમાં ત્યાગનો મહિમા વણાઈ ગયો છે. એક બહુરૂપી પણ આ વાત બરાબર સમજે છે. એટલા માટે જ એ જ્યારે સાધુના વેશમાં હોય ત્યારે રૂપિયા લેવાનો અસ્વીકાર કરે છે.
Your Content Goes Here