अथादित्य उदयन्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो।
यद् दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधो यदूर्ध्वं यदन्तरा दिशो यत्सर्वं प्रकाशयति तेन सर्वान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो।।6।।
જેવી રીતે સૂર્ય ઊગે છે અને તે પૂર્વ ક્ષિતિજમાં પ્રવેશે છે. પછી તે પોતાનાં કિરણો દ્વારા પૂર્વમાં રહેલાં જીવનનાં બધાં જ સ્વરૂપોને ભેટી જાય છે – આવરી લે છે. અને એવી જ રીતે દક્ષિણ-ઉત્તર, ઉપર-નીચે, વચ્ચેના ભાગમાં – એમ બધી જ બાજુઓએ – જીવંત પ્રાણીઓને આવરી લઈને અને સમગ્ર જીવોને પ્રકાશ અને જીવન આપે છે – એવી રીતે એનાં કિરણો બધે ફેલાવીને એવું જ બધે કરે છે.(૬)
स एष वैश्वानरो विश्वरूपः प्राणोऽग्निरुदयते तदेतदृचाऽभ्युक्तम्।।7।।
તે સૂર્ય ઊગી રહ્યો છે. એ સૂર્ય સર્વનો આત્મા છે. બધાં જ રૂપોમાં – આકારોમાં – એની અભિવ્યક્તિ – પ્રકટીકરણ – થાય છે. એ જીવન પણ છે અને અગ્નિ પણ છે – બંને એ છે. (અને એ રીતે એ બધું ખાય પણ છે અને બધું ઉત્પન્ન પણ કરે છે.) ઋગ્વેદનો મંત્ર પણ આ જ વાત કરે છે. (૭)
(પ્રશ્ન ઉપનિષદ ૧.૬-૭)
Your Content Goes Here