શ્રી રામકૃષ્ણ શરણમ્ !
૧૭ જુલાઈ, ૨૦૧૪
મારા પ્રિય બાપા,
તમારો ૧૨મી જુલાઈ, ૨૦૧૪નો મધુર ઈ-મેલ મળ્યો છે.
હું ઘણી ખુશી અનુભવું છું કે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા, સ્વામી વિવેકાનંદ અને સોમનાથજી- દ્વારકાધીશજીની દિવ્યકૃપાથી શ્રીગુરુ મહારાજના નૂતન મંદિરમાં શ્રી જગદ્ધાત્રી પૂજાના ઘણા જ પવિત્ર ધાર્મિક પર્વના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થશે. સાથે ને સાથે એ જાણીને પણ ઘણો આનંદ થયો કે હવે આ મંદિર લીંબડીના ભક્તો અને પ્રશંસકો માટે આધ્યાત્મિક પ્રેરણાનું સ્રોત બની રહેશે.
સપ્તર્ષિલોકમાંથી સ્વામીજી તેમના ગુરુદેવના નવા નિવાસને નીરખશે. આપણા પ્રિય યશવંતસિંહજી અને રાજ પરિવાર, ખાસ કરીને મા રાણી સાહેબા તેમ જ છબીલદાસજીભાઈ આ નવા મંદિર માટે ખુશી અને આનંદ અનુભવશે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હું ત્યાં ઉપસ્થિત નહિ રહી શકું, પણ મારું મન અને હૃદય તો આપ સહુની સાથે જ રહેશે.
શ્રીરામકૃષ્ણ અને શ્રીમાને હું પ્રાર્થના કરું છું કે તેમના દિવ્ય આશીર્વાદ સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય.
લીંબડીના સર્વ નગરજનોને મારા હૃદયપૂર્વકના આશીર્વાદ પહોંચાડવા આગ્રહ છે.
સહુને પ્રેમ અને આશીર્વાદ સાથે.
પ્રેમપૂર્વક આપનો
(સ્વામી આત્મસ્થાનંદ)
સ્વામી આદિભવાનંદ
રામકૃષ્ણ મિશન, લીંબડી
Your Content Goes Here