મૂર્તમહેશ્વરમુજ્જવલભાસ્કરમિષ્ટમમરનરવંદ્યમ્ —।
વંદે વેદતનુમુજિઝતગર્હિતકાઞ્ચનકામિનીબંધમ્ —।।૧—।।

કોટિભાનુકરદીપ્તસિંહમહોકટિતટકૌપીનવંતમ્ —।
અભીરભીહુંકારનાદિતદિઙ્મુખપ્રચણ્ડતાણ્ડવનૃત્યમ્ —।।૨—।।

ભુક્તિમુક્તિકૃપાકટાક્ષપ્રેક્ષણમઘદલવિદલનદક્ષમ્ ।
બાલચંદ્રધરમિંદુવંદ્યમિહ નૌમિ ગુરુવિવેકાનંદમ્ —।।૩।।

હે ઈષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યના જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય કાંચન તથા કામિનીના બંધનમુક્ત તમને હું પ્રણામ કરૂં છું. કરોડો સૂર્યના પ્રકાશ જેવા દીપ્તિમાન, હે નરસિંહ, તમે કટિ ઉપર કૌપીન ધારણ કરેલ છે અને અભી :! અભી :! એવા હુંકાર વડે સર્વ દિશાઓ ગજાવો છો અને પ્રચંડ તાંડવ નૃત્ય કરો છો. કૃપા કટાક્ષથી જ ભોગ અને મોક્ષ આપનાર અને પાપસમૂહનો નાશ કરનાર, લલાટમાં શશીકલા ધારણ કરેલા, ચંદ્રના વંદનીય, હે ગુરુદેવ, વિવેકાનંદ, તમોને નમસ્કાર હો.

(શ્રીશરદ્ ચંદ્ર ચક્રવર્તી કૃત – ‘વિવેકાનંદગીતિસ્તોત્રમ્’)

Total Views: 166
By Published On: January 1, 2015Categories: Adi Shankaracharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram