શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૨ ડિસેમ્બર, સવારે ૫.૦૦ વાગ્યાથી જપયજ્ઞનો આરંભ અને ૧૩ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ સવારે ૮.૦૦ વાગ્યે પૂર્ણાહુતિ. ૧૩ ડિસેમ્બર, શનિવારના રોજ શ્રીશ્રીમા સારદાદેવીની ૧૬૨મી પાવનકારી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. તે દિવસે સવારે ૫.૦૦ વાગ્યે મંગળ આરતી, સ્તોત્રપાઠ, ધ્યાન; ૮.૦૦ વાગ્યે વિશેષ પૂજા, સપ્તશતી પાઠ; ૯.૩૦ વાગ્યે અંધમહિલા વિકાસ ગૃહનાં બહેનો દ્વારા ભજનો; ૧૦.૩૦ વાગ્યે હવન, ભજનકીર્તન અને પ્રસાદ વિતરણનો લાભ ૨૦૦૦ જેટલા ભક્તોએ લીધો હતો. સાંજે ૫.૩૦ વાગ્યે શ્રીમા નામ સંકીર્તન થયું હતું. સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૪ થી ૨૧ ડિસેમ્બર સુધી રાજકોટની શાળા-કોલેજનાં ૩૦૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન થયું હતું.

૨૪ ડિસેમ્બર, બુધવારે સાંજે ૭.૧૫ કલાકે ‘ક્રિસમસ ઈવ’ના ઉપલક્ષ્યમાં પૂજા, ક્રિસમસ કેરોલ્સ, બાઈબલ પાઠ અને ત્યાર પછી ‘ઈસુ ખ્રિસ્તનાં જીવન અને સંદેશ’ વિશે પ્રવચનનું આયોજન થયું હતું. ૨૮ ડિસેમ્બર, રવિવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી નારાયણ સેવાનો કાર્યક્રમ યોજાયો હતો.

 

‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવાકેન્દ્ર, કીમનો એક અનોખો સેવાયજ્ઞ

હાઈસ્કૂલના શિક્ષક શ્રીનાગરભાઈ લાડ અને તેમનાં પત્નીએ હોસ્પિટલમાં એકાદ-બે જરૂરિયાતમંદ દર્દીઓને ખીચડી પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું. ધીમે ધીમે અહીં ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ ઉપર્યુક્ત કેન્દ્રની સ્થાપના થઈ. સાધનાકુટિર હોસ્પિટલ અને કીમની અન્ય હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને બપોરના ભોજનમાં દૂધ-રોટલી કે રોટલો, દાળ-ભાત-શાક અને સાંજે ખીચડી-શાક, રોટલો-રોટલી અને દૂધ આપવાની પ્રવૃત્તિ વિસ્તરતી ગઈ. અત્યાર સુધીમાં ૩,૮૦,૦૦૦ દર્દીઓએ લાભ લીધો છે. તેઓ નાનું એવું પુસ્તકાલય પણ ચલાવે છે. આ પુસ્તકાલયનો ૪૫ હજાર જેટલા વાચકોએ લાભ લીધો છે. ડિસેમ્બર, ૧૯૯૭ થી ઓક્ટોબર, ૨૦૦૦ સુધીમાં આ સંસ્થા એક વટવૃક્ષ બની છે. સંસ્થાના પ્રણેતા શ્રીનાગરભાઈ લાડે પોતાના વતનની જમીન વેચીને રૂપિયા ૩૦ લાખ આ ટ્રસ્ટને સેવાકાર્ય માટે સમર્પિત કરી દીધા હતા. આ ટ્રસ્ટમાં ઝઘડિયા, સેવા રુરલનાં ડૉ. લત્તાબહેન દેસાઈ જોડાયેલાં છે. પ્રજાએ આપેલા દાનની રકમ પૂરેપૂરી શિવજ્ઞાને જીવસેવામાં વપરાય છે.

શ્રીનાગરભાઈ લાડ, મો. નં. ૯૭૨૫૫૮૯૯૫૨ ‘શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવાકેન્દ્ર’, C/O, ઠાકુરકૃપા, ૪૫, પટેલનગર, કીમ, ગુજરાત-૩૯૪૧૧૦.

Total Views: 258

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.