રામકૃષ્ણ મિશનની ૧૦૫મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠ ખાતે રવિવાર, ૨૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ બપોરે ૩.૩૦ કલાકે થઈ હતી.

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ભારતભરમાં બીજી શ્રેણી માટે (ત્રણ વર્ષથી વધારે સમય સુધી કાર્યરત) ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાનોમાં ‘સમાજસેવક શિક્ષણ મંદિર, સારદાપીઠ, બેલુર મઠ’ને તૃતીય સર્વોત્તમ સંસ્થાન તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. ભારત ચેમ્બર ઓફ કોમર્સે ‘નરેન્દ્રપુર લોકશિક્ષા પરિષદ’ને પર્યાવરણ સુધાર માટે વિશેષ યોગદાન આપવા બદલ ‘બી.પી. પોદ્દાર સ્મૃતિ પુરસ્કાર’ આપ્યો છે.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ૧૨ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મ મહોત્સવના સમાપન સમારોહનું આયોજન થયું હતું. પશ્ચિમ બંગાળની સરકારે ૧૦ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ રેડ રોડ, કોલકાતા ખાતે જનસભામાં સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મ મહોત્સવનું સમાપન કર્યું હતું.

તામીલનાડુના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનાં ૯ વિશ્વવિદ્યાલયોમાં સ્વામી વિવેકાનંદના નામ પર ઉચ્ચ સંશોધન અને શિક્ષણકેન્દ્ર સ્થાપવાની ઘોષણા કરી હતી.

દેશના વિભિન્ન ભાગોમાં ૨૦૧૦માં પ્રારંભ થયેલ ચાર વર્ષના સેવાપ્રકલ્પો તેના અંતિમ ચરણમાં પહોંચી ગયા છે. ૮ ઓક્ટોબર, ૨૦૧૦ થી ૩૦ જૂન, ૨૦૧૪ સુધી કેન્દ્ર સરકાર દ્વારા અનુદાનિત આ સેવા પ્રકલ્પોમાં ૮૩.૫૨ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા. આનો સંક્ષિપ્ત અહેવાલ આ સાથે સામેલ છે.

જ્યાં ભગિની નિવેદિતાએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા તે ‘રોય વિલા’ દાર્જિલિંગમાં રામકૃષ્ણ મિશનના એક શાખાકેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો. ભારત બહાર ધોર્લા (બાંગ્લાદેશ)માં મિશનના ચિત્તાગોંગ કેન્દ્રનું એક ઉપકેન્દ્ર ખોલવામાં આવ્યું.

શિક્ષણક્ષેત્રે નવી ગતિવિધિઓ

(૧) વિવેક નગર, ત્રિપુરામાં સંચાલિત વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્રને ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાન (ITI) રૂપે ઉન્નત કરવામાં આવ્યું. (૨) કોઠાર, ઓરિસ્સા દ્વારા કમ્પ્યૂટર પ્રશિક્ષણ કેન્દ્ર ખોલવામાં આવ્યું. (૩) દિલ્હી કેન્દ્રે ‘અવેકનિંગ’ (જાગરણ) નામના ૫ મોડ્યુલનો એક મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ વિકસાવ્યો છે જેનું કાર્યાન્વયન દિલ્હી તેમજ આસપાસનાં ૫૦ CBSE વિદ્યાલયોમાં થાય છે.

ચિકિત્સા ક્ષેત્રે નવી ગતિવિધિઓ

(૧) લખનૌ હોસ્પિટલમાં પાંચ પથારીવાળી Intensive Therapy Unit (સઘન થેરેપી ચિકિત્સા એકમ) સહિત Cardiac OT Complex (હૃદય શલ્ય ચિકિત્સા કક્ષ) જાહેર જનતાની સેવા માટે અર્પણ કરવામાં આવ્યા છે. તેની સાથે Advanced Phaco Emulsification Unit, Coblator II Surgery System-ENT, Fiberoptic Bronchoscopeની સુવિધા કરવામાં આવી છે. (૨) ઈટાનગર હોસ્પિટલમાં Haemodialysis મશીન, UGI Video Endoscopy, Phototherapy, વગેરેની સુવિધા ઊભી કરાઈ છે. (૩) સેવા પ્રતિષ્ઠાન, કોલકાતામાં Swami Vivekananda Diagnostic and Cardiac Care Centreનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

ગ્રામીણ વિકાસ ક્ષેત્રે નવા પ્રકલ્પો

(૧) રાંચી, મોરાબાદી કેન્દ્રે ‘Integrated Watershed Management Programme (IWMP)’ હેઠળ ૧૮૧ Percolation Tanksનું નિર્માણ થયું છે. ૧૨૦ Contour Trenching એકમોનું નિર્માણ થયું છે. ૧૦૫૨ ખેડૂતોને ડાંગર, ઘઉં, સરસવ, વિભિન્ન પ્રકારના કઠોળ, જેવા પાકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું.

(૨) નરેન્દ્રપુર કેન્દ્રે ૫ વ્યાવસાયિક એકમમાં પછાત વર્ગના લોકોની કાર્યકુશળતા વધારવા માટે પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લાના ગોસાબા અને બાંકુડા જિલ્લાના મટગોળામાં બે સામુદાયિક કોલેજ ખુલ્લી મૂકવામાં આવી છે. પ્રત્યેક કોલેજમાં ૨૫૦ પ્રશિક્ષણાર્થીઓ તાલીમ લઈ શકશે.

રામકૃષ્ણ મઠમાં ઉલ્લેખનીય નવા પ્રકલ્પો

(૧) બાગદા, પુરુલિયામાં કમ્પ્યૂટર પ્રશિક્ષણ એકમનો આરંભ. (૨) માયાવતી, ઉત્તરાખંડમાં શલ્યચિકિત્સા કક્ષ સાથે પાંચ માળની હોસ્પિટલના ભવનનું નિર્માણ. (૩) પશ્ચિમ બંગાળના કુચબિહાર અને નાઓડામાં દવાખાનાનાં ભવનોનું નિર્માણ. (૪) આંટપુરના દવાખાનામાં શલ્યચિકિત્સા પર્યવેક્ષણ યંત્ર અને આંખની ચિકિત્સાનાં બીજા ઉપકરણો મૂકવામાં આવ્યાં છે.

ભારત બહારનાં કેન્દ્રોની ઉલ્લેખનીય ગતિવિધિઓ

(૧) શિક્ષણ મંત્રાલય, સિંગાપુરે ત્યાંના સારદા બાલવિહારને પ્રતિષ્ઠાપૂર્ણ ECDA Outstanding Centre for Teaching and Learning Award ૨૦૧૩ તથા ત્યાંના પ્રાચાર્યને સન્માન કરતો ECDA Outstanding Early Childhood Leader Award ૨૦૧૩ આપ્યો હતો. (૨) ફિઝી કેન્દ્રે પ્રસંશનીય સામુદાયિક સેવાકાર્ય કરીને ભારતની ગરિમાને ઉત્કૃષ્ટ કરી છે એ માટે ભારત સરકારે તે કેન્દ્રને ‘પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર’ આપ્યો.

રાહત – પુનર્વસન

આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૧૦.૮૬ કરોડ રૂપિયાના ખર્ચે દેશના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત અને પુનર્વસનનાં કાર્યો હાથ ધર્યાં, જેના દ્વારા ૧.૨૦ લાખ પરિવારોના ૪.૧૫ લાખ લોકોને લાભ મળ્યો છે.

શિષ્યવૃત્તિ અને અન્ય સહાય

નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ; વૃદ્ધ, બીમાર અને અસહાય લોકોને આર્થિક મદદ વગેરે કલ્યાણકાર્યો પાછળ ૧૪.૭૪ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. એનો લાભ ૨૮.૫૯ લાખ લોકોને મળ્યો છે.

આરોગ્ય ચિકિત્સા સેવા

રામકૃષ્ણ સંઘની ૧૫ હોસ્પિટલ, ૫૯ હરતી-ફરતી મોબાઈલ ડિસ્પેન્સરી અને ૧૧૧ દવાખાનાં અને ૧૨૫૫ ચિકિત્સા શિબિરોના માધ્યમથી ૮૩ લાખથી પણ વધારે રોગીનારાયણની સેવા થઈ છે; જેમાં રૂપિયા ૧૬૬.૭૧ કરોડ વપરાયા છે.

શિક્ષણ

રામકૃષ્ણ સંઘનાં શિક્ષણસંસ્થાનો દ્વારા બાલવિહારથી માંડીને સ્નાતકોત્તર કક્ષા સુધીનાં અનૌપચારિક શિક્ષાકેન્દ્રો, રાત્રીશાળાઓ, કોચિંગ કેન્દ્રોમાં ૩.૪૫ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું અને શિક્ષણનાં કાર્ય પાછળ ૨૭૬.૫૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

ગ્રામીણ એવં આદિવાસી વિકાસ યોજના

૫૨.૪૫ કરોડની આ યોજના હેઠળ ૩૦.૭૩ લાખ લોકોને લાભ અપાયો.

અમારા આ સત્કાર્યમાં નિરંતર અને હાર્દિક સહકાર આપનાર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ભક્તજનો અને રામકૃષ્ણ મઠ-મિશનના ચાહકોનો ઋણ સ્વીકાર કરીએ છીએ.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ

કેન્દ્ર સરકારના અનુદાન પર આધારિત સેવા પ્રકલ્પોનો ૮-૧૦-૨૦૧૦ થી ૩૦-૬-૨૦૧૪ સુધીનો અહેવાલ

ગદાધર અભ્યુદય પ્રકલ્પ
(સાર્વત્રિક બાલ વિકાસ પ્રકલ્પ)

૨૩ રાજ્યોનાં ૧૭૪ કેન્દ્રોના માધ્યમ દ્વારા લગભગ ૧૮,૧૦૦ બાળકોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના હેઠળ ૨૪૫૯.૪૮ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

વિવેકાનંદ સ્વાસ્થ્ય પરિસેવા પ્રકલ્પ
(શિશુ તથા માતાઓ માટે)

૨૨ રાજ્યોમાં ૧૨૬ કેન્દ્રોના માધ્યમથી લગભગ ૧૩,૫૦૦ શિશુ તથા માતાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. કુલ ૧૬૮૯.૨૯ લાખ રૂપિયા ખર્ચ થયો છે.

શારદા પલ્લી વિકાસ પ્રકલ્પ
(મહિલા સશક્તીકરણ)

૮ રાજ્યોમાં ૧૦ કેન્દ્રોના માધ્યમથી લગભગ ૧૬૧૯ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. કુલ ૧૯૧.૧૮ લાખ રૂપિયા ખર્ચ થયો છે.

સ્વામી અખંડાનંદ સેવા પ્રકલ્પ
(ગરીબી ઉન્મૂલન)

૬ રાજ્યોમાં ૧૦ કેન્દ્રોના માધ્યમથી લગભગ ૧૧૩૫ વ્યક્તિને આ યોજનાનો લાભ મળ્યો છે. કુલ ૧૯૧.૧૦ લાખ રૂપિયા ખર્ચ થયો છે.

વિશેષ સેવા કાર્યક્રમ
(પ્રોફેશનલ્સ અને માતાપિતાઓ માટે)

૧૧ રાજ્યોમાં ૧૮ કેન્દ્રોના માધ્યમથી લગભગ ૩૩૫૦ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. કુલ ૭૯.૨૪ લાખ રૂપિયા ખર્ચ થયો છે.

પ્રકાશન પ્રચાર માધ્યમ પ્રકલ્પ

કુલ ૨૮.૪૯ લાખ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું જેમાં સ્વામીજીનાં જીવન અને સંદેશ પર ૨૩ ભારતીય ભાષાઓમાં ૧૨.૬૮ લાખ પુસ્તકો તેમજ ૨ વિદેશી ભાષાઓ – જર્મન અને ઝૂલુમાં ૦.૦૪ લાખ પુસ્તકોનું પ્રકાશન થયું. આ સિવાય સ્વામીજી વિશે ૧૦ ભાષાઓમાં ૧૭ અન્ય શીર્ષક સાથે ૧૪ લાખ પુસ્તકોનું પ્રકાશન થયું છે. આ પ્રકલ્પ હેઠળ ૪૮૫.૬૩ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

યુવાનો માટેના વિશેષ કાર્યક્રમો

૮ રાજ્યોમાં ૧૦ યુવા પરામર્શ કેન્દ્રની શરૂઆત થઈ. એના માધ્યમથી ૪૮૬૦ યુવાઓને પરામર્શન મળ્યું. રાષ્ટ્રીય સ્તરનાં બે યુવ-સંમેલનનું આયોજન થયું, જેમાં ૧૯,૦૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો. પાંચ ક્ષેત્રીય યુવા સંમેલન અને શિબિરનું આયોજન થયું, તેમાં ૧૧,૫૯૪ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

૧૪ રાજ્યકક્ષાનાં યુવસંમેલન-શિબિરનું આયોજન થયું, તેમાં ૫૮,૩૨૪ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. દીર્ઘકાલીન શ્રેણીબદ્ધ મૂલ્યલક્ષી કેળવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યા – જેમાં

(૧) ૧૪ રાજ્યોનાં ૩૯૭ કેન્દ્રોના માધ્યમથી ૨૩૯ સંસ્થાના ૧૭,૬૫૪ છાત્રોને લાભ મળ્યો,

(૨) ૧૬ રાજ્યોમાં ૨૬૯૨ ધોરણ આધારિત કેન્દ્રોના માધ્યમ દ્વારા ૭૬૭ શાળાઓના ૧,૨૦,૮૭૦ વિદ્યાર્થીઓને લાભ મળ્યો. આ માટે ૨૪૩૪.૧૪ લાભ રૂપિયાનો ખર્ચ થયો.

ઇલેક્ટ્રોનિક પ્રચાર માધ્યમ પ્રકલ્પ

સ્વામી વિવેકાનંદના ઉપદેશ પર આધારિત ‘ભારતીય નારી’ શીર્ષક પર ડીવીડી તથા સ્વામી વિવેકાનંદનાં જીવન અને ઉપદેશો પર આધારિત – ‘એક કવિ, એક માનવ, એક સંન્યાસી’ એ શીર્ષક પર ડિજીટલ ફોર્મેટમાં ડોક્યુમેન્ટરી ફિચર તૈયાર કરવામાં આવ્યાં છે. ‘વ્યક્તિત્વ વિકાસ’ તથા ‘સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે કેળવણી’ એ વિષયો પર મલ્ટી મિડિયા ઇ-બૂક્સ બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ ૨૨૪.૧૫ લાખનો ખર્ચ થયો છે.

સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રકલ્પ

‘ધાર્મિક સંવાદિતા’ વિષય પર રાજ્યસ્તરના ૧૩ સેમિનાર, ૧૨ રાજ્યોમાં આંતરધર્મ-વિચાર સભા, ૧૧ રાજ્યોમાં ‘અનેકતામાં એકતા’ વિષય પર સંમેલન, આદિવાસી તથા લોકસંસ્કૃતિ પર પાંચ ક્ષેત્રીય કાર્યક્રમો તથા ૧૪ રાજ્યોમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ યોજના હેઠળ ૫૨૯.૮૧ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ઉપર્યુક્ત પરિયોજનાઓમાં કુલ ૮૩.૫૨ કરોડ ખર્ચવામાં આવ્યા.

૨૧ ડિસેમ્બર, ૨૦૧૪

સ્વામી સુહિતાનંદ

મહાસચિવ

રામકૃષ્ણ મઠ અને મિશન

Total Views: 55
By Published On: February 1, 2015Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram