पञ्चपादं पितरं द्वादशाकृतिं दिव आहुः परे अर्धे पुरीषिणम्।
अथेमे अन्य उ परे विचक्षणं सप्तचक्रे षडर आहुरपिर्तमिति।।11।।
વિદ્વાનો કહે છે કે આદિત્યને પાંચ ઋતુઓ અને બાર મહિના હોય છે, એ સર્વનો પિતા છે, એ સ્વર્ગમાં રહે છે અને વર્ષા માટે કારણભૂત પણ એ જ છે. તો વળી બીજા વિદ્વાનો કહે છે કે ગમે તેમ પણ આદિત્ય સર્વજ્ઞ છે. અને તેઓ જણાવે છે કે એ સાત પૈડાંવાળા રથ ઉપર સવારી કરે છે. એ દરેક પૈડામાં છ-છ આરાઓ જડેલા હોય છે અને એના ઉપર આ જગત આશ્રય લે છે.
अहोरात्रो वे प्रजापतिस्तस्याहरेव प्राणो रात्रिरेव रयिः प्राणं वा एते प्रस्कन्दन्ति ये दिवा रत्या संयुज्यन्ते ब्रह्मचर्यमेव तद्यद्रात्रौ रत्या संयुज्यन्ते।।13।।
દિવસ અને રાત્રિ ભેગાં મળે છે, ત્યારે ‘પ્રજાપતિ’ બને છે. દિવસ એ એનો પ્રાણ – જીવન છે અને રાત્રિ એ અન્ન છે. (સખ્ત પરિશ્રમ કરવા માટેના નિર્ધારિત એવા) દિવસના સમય દરમિયાન જેઓ ઇન્દ્રિયભોગોમાં ડૂબેલા રહે છે, તેઓ પોતાના જીવનનો જ નાશ કરે છે અને જેઓ રાતને સમયે (આરામ માટે નિર્ધારિત) ઇન્દ્રિયભોગોમાં રત રહે છે, તેઓ આત્મસંયમનું ઉદાહરણ પૂરું પાડે છે.
(પ્રશ્ન ઉપનિષદ : ૧.૧૧,૧૩)
Your Content Goes Here