अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति।।14।।
અન્ન પ્રજાપતિ છે. એ અન્નમાંથી જીવનનું બીજ આવે છે અને
જીવનના એ બીજમાંથી બધા ચેતન જીવો આવે છે.
तद्ये ह वै तत् प्रजापतिव्रतं चरन्ति ते मिथुनमुत्पादयन्ते।
तेषामेवैष ब्रह्मलोको येषां तपो ब्रह्मचर्य येषु सत्यं प्रतिष्ठितम्।।15।।
કેટલાક ગૃહસ્થો એવા હોય છે કે જેઓનું ભૌતિક જીવન, ખુદ પ્રજાપતિના જીવનના નમૂના જેવું હોય છે. આવા મનુષ્યો જેમ પ્રજાપતિએ સર્જન કર્યું, તેવી રીતે પ્રજાને ઉત્પન્ન કરે છે.
એટલે કે કેટલાક નિયમોનું પાલન કરીને પ્રજા ઉત્પન્ન કરે છે. તે લોકો પૈકીના કેટલાક એવા હોય છે
કે જેઓ તપયુક્ત અને તીવ્ર આત્મસંયમવાળું જીવન જીવે છે. આવા લોકો પણ દૃઢ રીતે
સત્યમાં પ્રતિષ્ઠિત થાય છે. આવા લોકો ચંદ્રલોકમાં જાય છે – પિતૃલોકમાં જાય છે.
જ્યાં સુધી તેમનો સંબંધ છે, ત્યાં સુધી તેમને માટે આ બ્રહ્મલોક છે.
(પ્રશ્ન ઉપનિષદ : ૧.૧૪,૧૫)
Your Content Goes Here