ગયા અંકમાં આપણે ટિયાની ક્રાંતિકારી પક્ષીઓના પ્રદેશની યાત્રાનો થોડો ભાગ વાંચ્યો, હવે આગળ…

હવે અમે સામસામે હતા. પોતાના શબ્દોથી ઊલટા તે મને ભોળા અને હાનિ ન કરનારા લાગ્યા. જો તેઓ પોતાના શબ્દોથી જીવ લઈ શકે તેમ હતા તો એમની સુંદરતા જીવમાં જીવ પૂરી શકે તેમ હતી. મેં પહેલાં નહોતું જાણ્યું તે હવે જાણી શક્યો. ખતરનાક લોકો ખતરનાક ઓછા લાગે છે; અને ભોળાભલા ચહેરાવાળા જલ્લાદ હોય છે. મેં સૌંદર્યના દેશમાં પણ ભોળપણનું આ જલ્લાદી પાસું જોયું હતું. એક પક્ષી બીજા પક્ષી પર આવું વર્તન કેવી રીતે કરી શકે? મને વિશ્વાસ જ નથી આવતો. એમના શબ્દો તોપના ગોળાની જેમ ફાટતા હતા અને એમના આગ ઝરતા પોતાનાં ભવાંં સાનભાન ગુમાવી દે તેવાં હતાં. એમનામાં એવું કંઈક હતું કે જેથી દરેક પક્ષી તરત જ એમની આજ્ઞાનું પાલન કરીને એમને ખુશ રાખવા મનપ્રાણથી પ્રયત્ન કરતાં.

મારી ઇચ્છા ન હોવા છતાં પણ હું બીજાંં પક્ષીઓમાં સામેલ થઈ ગયો અને એ સ્થળના નીતિનિયમોને પાળવાનું શરૂ કરી દીધું. મેં એમની આજ્ઞાનું પાલન કંઈક તો બીકને લીધે અને બીજાં પક્ષીઓની ભલાઈ ખાતર કર્યું. ક્રાંંતિના દેશે મને પ્રતિક્રાંતિકારી બનાવી દીધો. મેં મનમાં વિચાર્યું – હું આ ખોખરી ક્રાંતિમાં જ પ્રતિક્રાંતિ લાવીશ.

આ રીતે એ દેશને મેં મારું ઘર બનાવવાનું વિચાર્યું. તરત જ મેં પસંદ કરીને થોડા મિત્ર પણ બનાવી લીધા. અમારી મિત્રતા હોવા છતાં એમની અને મારી વચ્ચે કોઈ સમાનતા ન હતી. હવે પાછું વળીને જોઉં છું તો અમને કઈ બાબતે બાંધી રાખ્યાં છે એની મને નવાઈ લાગે છે. કદાચ નજદીકતા હશે. સંબંધોમાં નજીકપણાથી ઉષ્મા ઉદ્ભવે છે. એ ક્યારેક સંબંંધો તોડે છે અને ક્યારેક જોડે છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું હશે.

મારા આ મિત્રોેએ ઉપરછલ્લી રીતે હોવા છતાં પણ મને એમની આ ભૂમિ સાથે બાંધી રાખ્યો. જેમ જેમ મારો પ્રેમ એમને માટે વધવા લાગ્યો, એક અજાણ્યો ભય મારી અંદર આવવા લાગ્યો. હું પંખીના દાદાજી પ્રત્યે થોડો વિનમ્ર થવા લાગ્યો. થોડા જ સમયમાં ત્યાં રહેવાનો મારો ઉદ્દેશ્ય ક્રાંતિ બીજી ક્રમે ચાલી ગઈ અને મારા મિત્રોનો પ્રેમ મુખ્ય બની ગઈ. મને એવું લાગતું હતું કે આ જગ્યાએથી બહાર નીકળવાની મારી કોઈ ઇચ્છા ન હતી. મને પક્ષી સારાં લાગ્યાં. હું એમની સાથે રહેવા ઇચ્છતો હતો અને એટલે મેં આ પરેશાની સહન કરી.

કદાચ કામિલ પાસેથી મેં અધૂરો બોધપાઠ મેળવ્યો હતો. એક દિવસ મેં તેને સ્વપ્નમાં જોયો અને તે મને પાછો બોલાવી રહ્યો હતો. તે મને પૂછતો હતો કે એનાથી એવી કઈ ભૂલ થઈ ગઈ કે જેથી હું તેનાથી આટલો દૂર પક્ષીઓની પાસે ચાલ્યો આવ્યો. પછીની સવારે મારા પક્ષી મિત્રો સાથે થોડી સખ્તાઈથી વર્ત્યાે.

‘ઊડવાનું ત્યજીને તમે કંઈ ગુમાવી રહ્યા હોય એવું તમને લાગતું નથી? મેં એક સમજદાર દેખાતાં પક્ષીને કહ્યું.

તેણે જવાબ આપ્યો, ‘ના.’

શું તમે આ નરકમાંથી બહાર નીકળીને આ વિશાળ દુનિયાનો અનુભવ, આઝાદીનો આનંદ, પાંખોને હવામાં ફફડાવવાની મજા લેવાં ઇચ્છતાં નથી? શું તમે પોતાની ઉપરની ચીજો જોવા ઇચ્છતાંં નથી?

‘અમે એ ચીજો વિશે વધારે જાણતાં નથી. પણ એટલું જાણીએ છીએ કે જો કોઈ ઊડવાની કે સીમા પાર કરવાની કોશિશ કરશે તો તેને સદાને માટે અહીંથી કાઢી મૂકવામાં આવશે.’

તેણે કહ્યું, ‘તો તો પછી તમારાં માટે વધારે સારી વાત થઈ જશે, પાગલ. પોતાની લાચારી પર ગુસ્સો આવતો હતોેે. એણે મને ઉદાસ બનાવી દીધો. શ્રીકામિલ વિશે મેં કરેલી ભૂલ હવે હું અનુભવવા લાગ્યો. તે પણ પોતાની પરિસ્થિતિઓથી બંધાયેલા હતા.

પક્ષીએ કહ્યું, ‘એવું ન થઈ શકે. આ અમારા પૂર્વજોની જમીન છે. હું મારાં માતપિતા અને મિત્રોને ચાહુંં છું. જો મને પાછો આવવા ન દે તો હું બચીશ નહીં. આ પક્ષી મારા માટે સર્વકંઈ છે. મારી મુક્તિ અને મારું અસ્તિત્વ એમની વચ્ચે રહેવામાં જ છેે. જન્મથી જ મારી પાંખો ન હોત તો. ઊડવાની તો વાત જ ન કરો, એ પાપ છે.

મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. હવે એ મારા મિત્ર હતા અને હું એમનો. મને યાદ છે, એકવાર વડલા પર એક બુલબુલ મરઘીના બચ્ચાની સાથે આવ્યું હતું. અમે એમને પૂછ્યું એટલે એણે કહ્યું કે એકવાર તે ગાવા માટે ક્યાંંક ગયું હતું. ત્યાંથી મા વિનાનું આ બચ્ચું મળ્યું. તે કોયલ જેવું ન હતું એટલે એનામાં દયા હતી. એટલે એણે એ બચ્ચાંને બચાવી લીધું અને એ બચ્ચું એને છોડતું પણ ન હતું. એની પાછળ પાછળ જ રહેતું હતું. એ બચ્ચાંને વિદાય કરીને બુલબુલ નિરાંતનો શ્વાસ લઈ શકે તેમ હતું, પણ પોતાના નરમ અને દયાળુ સ્વભાવને કારણે તે તેને કંઈ કહેતું ન હતું. અજબની મેળ વિનાની જોડ હોવાને કારણે એ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયાંં. મારી દશા પણ મારા નવા મિત્રો સાથે અત્યારે એવી જ હતી.

મારા મિત્રોની સંખ્યા વધવાની સાથે મારો ભય પણ વધતો જતો હતો. હવે વધારાના આદેશ માનીને મારે પક્ષીઓના દાદાજીને ખુશ કરવાના હતા. અલબત્ત તેને મારા વિશે હજી પણ શકશંકા હતાં. રાત્રે જ્યારે એ મને જોતા ન હોય ત્યારે હું ઊડવાની મજા માણતો હતો. મારા શુભચિંતકો મને રોકતા. કાનમાં ધીમા અવાજે ઊડવાની મના કરતા. તેઓ મને ચાહતા હતા. અને મને આ દેશમાંથી કાઢી મૂકવામાં આવે તેમ ઇચ્છતા ન હતા.

વાર્તાને હવે ટૂંકમાં પતાવવા માગુ છું. મારું મન પસ્તાવામાંથી નીકળવા આકુળવ્યાકુળ થતું હતું. હું ઊડવાનું ભૂલી જાઉં અને બે પગે કૂદતો રહું એવી કોશિશ કરી. મને અનુભવ થયો કે મારું કોઈ વજૂદ જ નથી. અરે હું ટિયા સામાન્ય પોપટ સુદ્ધાં નથી રહ્યો. અસામાન્ય બનવાની ઇચ્છાએ મારું સામાન્યપણું પણ લૂંટી લીધું. ભયે મને કેવો બનાવી દીધો! કામિલ મને સ્વપ્નમાં આવીને ડરાવતા રહ્યા. એક દિવસ પક્ષીના દાદાજીએ મને ઊડતાં જોઈ લીધો. મોડી સાંંજનો સમય હતો. સુંદર મજાની હવા વહેતી હતી. મારું મન પણ એકાદબે આવા કલાબાજીવાળાં ઉડ્ડયન કરવાની ઇચ્છા થઈ.

‘ટિયા, અહીં આવ, તું શું કરી રહ્યો છો?’ મેં સાંભળ્યું.

‘ક્ષમા કરો દાદાજી. આ હવાના બહેકાવવામાં આવી ગયો છું, પાંખોનું પરીક્ષણ કરવા લાગ્યો, માફ કરો.’

‘તને ખબર છે કે તું કોની સાથે વાત કરે છે, સાલા નગણ્ય?’

એમના અવાજમાં ભયંકર ગુસ્સો હતો. હું ભયથી થરથરતો હતો. મારા ટાંટિયા થરથરતા હતા અને મારું મગજ બેર મારી ગયું હતું.

‘હા હજુર, પક્ષીદાદા સાહેબ.’

‘મારી આંખ સામેથી દૂર ચાલ્યો જા.’

મારા હૃદયમાં ભય અને આંખમાં આંસુ સાથે મને માફ કરવા મેં પક્ષીદાને આજીજી કરી,પણ એની કોઈ અસર ન થઈ. માફી માગતાં માગતાં હું જમીન પર સૂઈ ગયો, પણ એમણે તો મને પગની એક લાત ફટકારી દીધી. મારા મિત્રોએ પણ મારાથી અંતર રાખ્યું, જેથી એમનું કંઈ અઘટિત ન થાય. જાણે મને જાણતાં જ ન હોય એવો વર્તાવ કરતાં હતાં.

બધું ગુમાવ્યાને લીધે ઉદ્ભવેલી શક્તિએ મને નિડર બનાવી દીધો. મારાંં સપનાં તૂટ્યાં, મારાં પોતાનાં અંગત કહેવાય તે પણ છૂટ્યાં, આશાઓ તો ભાંગીને ભૂક્કો! હવે મને આ મસાણમાં કોણ રોકી શકે છે. મેં મનમાં ને મનમાં પેલાં બાવલાંનો આભાર માન્યો. એમની શીખામણ અત્યારે કામમાં આવી. ‘દાદાગીરી કરનારાં, જુલ્મ ગુજારનારાં, લોહી ચૂસનારાં, સંસ્કૃતિના નામે હાડ શોષનારાં, ઢોંગી પક્ષી! તમારી પાંખોને ભગવાન કરે અને સંધિવા લાગી જાય અને તમે કોયલાની ખાણમાં જઈને પડૉ. તમારા દેહમાં ટોલા હાલી મરે, તમે સતત ખજવાળતાં રહો અને છીંકતા રહો, આવું બધું તમને થાય.’ મેં મોટે અવાજે મારી ભડાશ કાઢી.

હવે મારા મિત્રો મને સાંભળતાંય ન હતાં અને ઓળખતાંય ન હતાં. મૂંડી નીચે રાખીને તેજ ચાલથી તે પહેલાં કરતાંય વધારે વ્યસ્ત દેખાતાં હતાં. ઊડતાં પહેલાં હું એ દાદા પર થૂંકવાનું ભૂલી ગયો. (ક્રમશ 🙂

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.