ચીન આજે એક ઘણો આધુનિક દેશ બની ગયો છે. તેનાં શહેરો અને અનેક ગામડાં પણ અન્ય વિકસિત દેશો જેવાં જ છે. કેટલાંક શહેરો તો એનાથી પણ સારાં છે. દેખાવ, સ્વચ્છતા, તંત્ર અને ઉદ્યોગ, પરિવહન, રસ્તા, ફૂટપાથ, ધોરીમાર્ગાે, બજાર, દુકાનો, હોસ્પિટલો, વિશ્વવિદ્યાલયો, ઉદ્યાનો, ઉપયોગ કરવાની રીત અને વ્યવહારુપણાનો ઢંગ જેવી અનેક બાબતોનો વિચાર કરીને તારવેલો ઉપર્યુક્ત નિષ્કર્ષ છે. ત્યાંના લોકો કેટલાંક વર્ષો પહેલાં સાવ અબુધ હતા, એવું ચીનમાં રહેનારા ભારતીય લોકો વર્ણન કરે છે. પરિવર્તન તો હમણાં હમણાં થયું છે. આ લેખના માધ્યમથી ચીનની વિસ્મયકારી માળખાકીય સંરચનાની અંતર્ગત રેલવે ક્ષેત્રે તેણે કરેલી ઉન્નતિની ચર્ચા કરીશું.

રેલવે : ઈ.સ. ૧૯૯૩માં ચીનમાં ટ્રેનની સામાન્ય ગતિ કલાકના ૪૮ કિ.મી. હતી. ત્યાર પછી ક્રમશ : ૧૯૯૭, ૧૯૯૮, ૨૦૦૦, ૨૦૦૧ અને ૨૦૦૪ના વર્ષના પાંચ તબક્કામાં ‘ગતિ વધારો’ના કાર્યક્રમ હેઠળ હાલના પાટાઓમાં પરિવર્તન અને ઉન્નતિ કરીને રેલગાડીની ગતિ ઉત્તરોત્તર દર કલાકે ૧૬૦ કિ.મી. સુધી પહોંચી. આ ઉપરાંત આયાતી તંત્રજ્ઞાનની મદદથી ટ્રેનની ગતિ ૨૦૦૪માં ૨૦૦ કિ.મી., ૨૦૦૭માં ૨૫૦ કિ.મી. અને ૨૦૦૮માં ૩૫૦ કિ.મી. સુધી પહોંચી. ત્યાર પછી ઘણા મોટા પ્રમાણમાં આત્મનિર્ભરતા મેળવીને આધુનિકીકરણ ચાલુ છે. એ વિચારવા જેવી વાત છે કે શીઘ્રગતિની રેલગાડીની સામાન્ય ગતિ જેટવિમાનના જમીન પરથી ઉડ્ડયન અને જમીન પરના અવતરણની ગતિથી વધારે હોય છે. ચીનમાં આજકાલ બે પ્રકારની શીઘ્રગતિની રેલગાડીઓ છે. એક બુલેટ ટ્રેન (કલાકના ૩૫૦ કિ.મી.). બીજી મેગ્નેટિક લેવીટેશન – મેગ્લેવ ટ્રેન (કલાકના ૪૫૦ કિ.મી.)ની ગતિ.

બુલેટ ટ્રેન : બુલેટ ટ્રેન પરંપરાગત પાટા પર નહીં પણ વિશેષરૂપે તૈયાર કરાયેલ સળંગ પાટા પર ચાલે છે. આ ટ્રેનને એન્જિન નથી હોતું પણ દરેક પૈડાના એક્સેલ પર ઝફિભશિંજ્ઞક્ષ ખજ્ઞજ્ઞિંિ જોડવામાં આવે છે. ઙફક્ષજ્ઞિંલફિાવતની સહાયતાથી વિદ્યુતપ્રવાહ ઉપરના તારથી મેળવવામાં આવે છે. વળાંક પર કેન્દ્રોત્સારી બળનો સામનો કરવા આ ગાડીને અતિઆધુનિક વુમફિીહશભ શિંહશિંક્ષલ વ્યવસ્થા હોય છે. તેને લીધે આ ગાડી વળાંક પર પણ ધીમી પડતી નથી. સંતુલન પણ અતિઆધુનિક તંત્રજ્ઞાનયુક્ત હોવાને લીધે આ ટ્રેન ટનેલમાં પણ ધીમી પડતી નથી. આજકાલ ચીનમાં કુલ ૧૪,૦૦૦ કિ.મી.નો બુલેટ ટ્રેન માર્ગ છે અને ૨૦૨૦ સુધીમાં ૩૫,૦૦૦ કિ.મી. સુધી એ માર્ગ વધારવાનું આયોજન છે. (સરખામણી કરીએ તો મુંબઈ-દિલ્હીનું અંતર લગભગ ૧૪૦૦ કિ.મી.નું છે.) બુલેટ ટ્રેનનો માર્ગ તૈયાર કરવાનો આજનો ખર્ચ પ્રતિમિટર ૬ થી ૧૦ લાખ રૂપિયા થાય છે.

મેગ્લેવ ટ્રેન : મેગ્લેવ ટ્રેન ચુંબકીય શક્તિથી માર્ગ કરતાં પાટાથી એક સેન્ટીમીટર ઉપર ઊડીને ચાલે છે. તે ઊભી રહેલી સ્થિતિમાં પણ માર્ગથી અદ્ધર રહે છે. આ ગાડીમાં પૈડાં ન હોવાને લીધે ઘર્ષણ દૂર થઈ જાય છે. તેથી આ ટ્રેન બુલેટ ટ્રેન કરતાં પણ વધુ ઝડપે દોડી શકે છે. આ ટ્રેઈનમાં પણ એન્જિન નથી હોતું. ચુંબકની શક્તિનો કેટલોક અંશ તરતી ગાડીને આગળ ધપાવે છે. આ ગાડીને ચાલવાના માર્ગ પરથી જ વીજળી આપવાની વ્યવસ્થા હોય છે એટલે ગાડીને ઉપર તાર નથી હોતા. મેગ્લેવ ટ્રેન માર્ગ તૈયાર કરવાનો આજકાલ ખર્ચ દર મીટરે ૨૦ થી ૩૦ લાખ થાય છે. પ્રસિદ્ધ શાંઘાઈ મેગ્લેવ ટ્રેન જગતની પહેલી પ્રવાસી મેગ્લેવ સેવા ૨૦૦૪માં શરૂ થઈ હતી.

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.