तान् वरिष्ठः प्राण उवाच । मा मोहमापद्यथाऽमेवैतत् पञ्चधाऽऽत्मानं

प्रविभज्यैतद्बाणमवष्टभ्य विधारयामीति तेऽश्रद्दधाना बभूवुः।।3।।

મુખ્ય પ્રાણે તે જ્ઞાનેન્દ્રિયોને કહ્યું : ‘આવી બડાઈ હાંકશો નહિ, હું મારી જાતને પાંચ

જુદી જુદી શક્તિઓમાં વહેંચી નાખું છું અને શરીરને હલનચલન કરાવવા માટે

તેનો ઉપયોગ કરું છું, એની (શરીરની) જાળવણી માટે હું જ જવાબદાર છું.’

પણ જ્ઞાનેન્દ્રિયોએ ગમે તેમ પણ એમાં વિશ્વાસ ન રાખ્યો.

 

एषोऽग्निस्तपत्येष सूर्य एष पर्जन्यो मघवानेष वायुः।

एष पृथिवी रयिर्देवः सदसच्चामृतं च यत् ।।5।।

આ પ્રાણ અગ્નિ છે અને અગ્નિરૂપે એ આપણને ગરમી આપે છે. આ પ્રાણ સૂર્ય છે, મેઘ પણ છે, ઇન્દ્ર, વાયુ, પૃથ્વી અને ચંદ્ર છે; તે બધાને પ્રકાશિત કરે છે. ટૂંકમાં એ સ્થૂળ (કાર્યરૂપ) પણ છે અને સૂક્ષ્મ (કારણરૂપ) પણ છે. એ શાશ્વત છે, આ બધું પ્રાણ જ છે.

(પ્રશ્ન ઉપનિષદ : ૨.૩,૫)

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.