શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા,

૭ ઓક્ટોબર, ૧૯૨૨

ચિરંજીવી પ્ર-,

તમારો પત્ર મેળવીને આનંદ થયો. તમે મારાં પ્રીતિ-આશીર્વાદ જાણશો અને બધાને જણાવશો.

તમે હોમિયોપેથિ શીખવાની કોશિશ કરી રહ્યા છો તે જાણ્યું – તે તો ઉત્તમ. આ વિષયમાં મારી સંમતિ છે, તે જાણશો. તેને લીધે અનેક કામકાજ પણ થશે – મલેરિયાને સમયે જનસાધારણનો ખૂબ ઉપકાર થશે. તમે ખૂબ ઉત્સાહ સાથે ફૂરસદના સમયે એમાં મંડી પડી શકો. ચિ. ર – તમારે માટે ઔષધ પુસ્તકાદિ વેચે છે.

અહીંયાં બધું કુશળમંગળ. આશા કરું છું કે તમે અને તમારા પરિવારમાં બધા કુશળ છે. તમારી દીકરીની તબીયત સારી છે એમ લાગે છે.

શુભાકાંક્ષી,

સારદાનંદ

 

શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા,

૨૫ કાર્તિક , ૧૩૨૨

ચિરંજીવી ક-,

તમારો ૧૭ મા કાર્તિકનો પત્ર મેળવીને આનંદ થયો. દુષ્કાળ પીડિત વ્યક્તિ મોટી સંખ્યામાં જો તમારા આશ્રમમાં સહાય માગવા માટે આવે છે તો પછી એ બધાં ગામડાંઓમાં યોગ્ય લોકોને મોકલીને સર્વે (પરિદર્શન) કરવા માટે અભાવગ્રસ્તોનું (એટલે કે તેથી જેમને એક ટંક પણ જમવાનું મળતું નથી) સંખ્યા-નિરુપણ કરીને તેમને માટે નિયમિત રીતે (વિનામૂલ્યે) અન્ન વિતરણ કરીને સહાય કરવી જોઈએ. આશ્રમમાં કાર્યકર નથી કહીને તમે લોકો આ કામ ન કરી શકો તો પછી જણાવશો, બંદોબસ્ત કરવાની કોશિશ કરીશ. જો અન્ન વિતરણનું કાર્ય કરવા માટે સમય થયો નથી એમ સમજાય તો કેટલાક દિવસો પછી પરિસ્થિતિ સમજીને માહિતી આપશો.

શ્રીમા શારદાદેવીએ તમને સંન્યાસદીક્ષા આપી છે, જાણીને આનંદ થયો. આ પહેલાં પણ સંન્યાસી જેવું જ જીવન વ્યતીત કરતા હતા, હવે કાયમ માટે એવી રીતે કરવાની પ્રતિજ્ઞા લઈને સારું જ થયું છે. કામકાજમાં ડુબાડી રાખ્યો છે, કહીને દુ :ખી થશો મા. કર્મના જેવું ચિત્તશુદ્ધિ કરવા માટે અન્ય કોઈ સાધન નથી. એટલે વિચારશો કે શ્રીરામકૃષ્ણદેવ મારા મંગલ માટે હવે આવી પરિસ્થિતિમાં રાખ્યો છે, પછી જેવી રીતે રાખશે તેમ જ રહીશ, તેમની ઇચ્છા જ પૂર્ણ થાઓ. ઈશ્વર ઉપર સંપૂર્ણ નિર્ભર રહેવું એનું નામ જ સંન્યાસ. મારા આશીર્વાદ જાણશો અને આશ્રમના સૌને જણાવશો.

 

શુભાકાંક્ષી,

સારદાનંદ

Total Views: 99
By Published On: June 1, 2015Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram