अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् ।
तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः ।।2।।
ચરાચર જગતમાં જે વ્યાપ્ત છે તેવા અખંડ મંડલના (બ્રહ્માંડના) આકારવાળા પરમાત્મારૂપી પરમપદનું જેમણે દર્શન કરાવ્યું છે, તેવા ગુરુને નમસ્કાર હો.
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् ।
एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ।।14।।
જે આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, પરમસુખના પ્રદાતા છે, કૈવલ્પ સ્વરૂપ છે, જ્ઞાનમૂર્તિ છે, દ્વન્દ્વથી પર છે, આકાશ સમાન (સર્વવ્યાપી) છે, તત્ત્વમસિ આદિ (મહાવાક્ય)ના લક્ષ સ્વરૂપ છે; એક, નિત્ય, વિમલ તથા અચળ છે; સર્વ બુદ્ધિ-વૃત્તિઓના સાક્ષીરૂપ (ચૈતન્ય) છે, (મનના સર્વ) ભાવોથી અતીત છે અને ત્રણ ગુણોથી (સત્ત્વ, રજસ્, તમસ્) રહિત છે, એવા તે સદ્ગુરુને હું પ્રણામ કરું છું.
(‘શ્રીગુરુસ્તોત્ર’ માંથી)
Your Content Goes Here